રાશિ અનુસાર ભાઈને બાંધો રાખડી, ભાઈને મળશે દીર્ઘાયુ અને સુખી જીવન.

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ માસની પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઓ બહેનના પ્રેમને સમર્પિત છે. આ તહેવાર આખા ભારતમાં ખૂબ જ ધૂમધામથી મનાવવા આવે છે. આ વર્ષે આ તહેવાર 22 ઓગસ્ટ રવિવારે મનાવવામાં આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના માટે એમને રક્ષા સૂત્ર બાંધે છે જેને રાખડી કહેવામાં આવે છે.સાથે જ બહેન પોતાના ભાઈની આરતી ઉતારે છે, માથા પર તિલક લગાવે છે અને મીઠાઈ ખવડાવી એનું મોઢું મીઠું કરાવે છે. બદલામા ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવામાં આવે તો એ ભાઈ માટે ખૂબ જ લાભદાયી અને શુભ હોય છે. આ વખતે તમે તમારા ભાઈને એમની રાશિ અનુસાર રાખડી બાંધીને આ તહેવારને વધુ ખાસ બનાવી શકો છો.

મેષ.

જો તમારા ભાઈની રાશિ મેષ છે તો એનો સ્વામી મંગળ છે. એવા લોકોને લાલ રંગની રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. એનાથી એમના જીવનમાં ભરપૂર ઉર્જા જળવાઈ રહે છે.

વૃષભ

આ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે. બહેન પોતાના ભાઈને ભૂરા રંગની રાખડી બાંધે તો એમના માટે શુભ રહેશે. એનાથી એમને સારા પરિણામ પણ મળશે.

મિથુન.

આ રાશિનો સ્વામી બુધ છે. એવામાં જો તમે ઈચ્છો તો તમારા ભાઈને લીલા રંગની રાખડી બાંધી શકો છો. એનાથી સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ થાય છે.

કર્ક.

આ રાશિનો સ્વામી ચંદ્ર છે. એવા લોકો માટે પીળા કે પછી સફેદ રંગની રાખડી યોગ્ય રહેશે. આ રંગથી તમારા જીવનમાં ભરપૂર ખુશીઓ આવશે.

સિંહ.

આ રાશિનો સ્વામી સૂર્ય છે. આવા લોકો પોતાના ભાઈ માટે પીળા કે લાલ રંગની રાખડી ખરીદે. એમન માટે યોગ્ય રહેશે.

કન્યા.

આ રાશિનો સ્વામી બુધ છે. ભાઈને પોતાની બહેન પાસે લીલા રંગની રાખડી બંધાવવી જોઈએ. એનાથી બધા ક ગ્રહદોષ દૂર થઈ જાય છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.

તુલા.

આ રાશિના લોકો માટે ભૂરા કે સફેદ રંગની રાખડી બાંધવી શુભ હશે. આ રાશિનો સ્વામી શુક્ર છે.

વૃશ્ચિક.

જો તમારા ભાઈની રાશિ વૃશ્ચિક છે તો એનો સ્વામી મંગળ છે. એવા લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ.

ધન

આ રાશિના લોકોનો સ્વામી બૃહસ્પતિ છે. આવા લોકોએ ગોલ્ડ પીળા રંગની રાખડી બાંધવી જોઇર કે પછી પીળા રંગની રાખડી બાંધવી જોઈએ.
આ રાશિના સ્વામી શનિદેવ છે. એમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. બહેન પોતાના ભાઈ માટે ભૂરા રંગની રાખડી ખરીદે. એનાથી ભાઈ બહેનનો અતૂટ સંબંધ જળવાઈ રહેશે.

કુંભ.

આ રાશિનો સ્વામી પણ શનિ છે. એવામાં રક્ષાબંધન પર ઘાટા લીલા રંગની રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

મીન.

આ રાશિના લોકોએ ગોલ્ડન લીલા રંગની રાખડી ખરીદવી જોઈએ. એને શુભ માનવામાં આવે છે. એવા લોકો માટે પીળા રંગની રાખડી શુભ માનવામાં આવે છે.