રવિવારે આ મંત્રજાપ સાથે કરો સૂર્યદેવની પૂજા, મળશે અપાર લાભ

રવિવારને સૂર્ય પૂજન અને સૂર્ય મંત્રનો 108 વાર જાપ કરવાથી લાભ મળે છે. સૂર્ય મંત્ર તમારી સમસ્ત મનો કામના પૂરી કરવામાં તમારી મદદ કરે છે.

હિંદુ ધર્મમાં સૂર્ય દેવ પણ એક માનવામાં આવ્યા છે. જ્યોતિષમાં સૂર્યનું ઘણું મહત્વ માનવામાં આવ્યું છે. જ્યોતિષના અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ મનુષ્યના જીવનમાં માન સન્માન, પિતા પુત્ર અને સફળતાનો કારક માનવામાં આવ્યો છે. જ્યોતિષના અનુસાર સૂર્ય દર મહિને એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે અને પોતાનું ચક્ર પૂર્ણ કરે છે.

image source

સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવ્યો છે. સૂર્યના પ્રકાશથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. સૂર્યને પ્રતિદિન જળ ચઢાવવાથી આધ્યાત્મિક લાભ થાય છે. સૂર્ય દેવની કૃપા મેળવવા અને કુંડળીમાં સૂર્યની અનુકૂળતા બનાવી રાખવા માટે રોજ સૂર્યને અર્ધ્ય આપવું. આમ કરવાથી સમાજમાં તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

જીવનમાં સફળતા મેળવવી છે તો સૂર્યદેવને જળ ચઢાવતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સૂર્યને જળ અર્પણ કરો છો તો જીવનની બાધાઓ દૂર થાય છે અને બગડેલા કામ પણ સુધરવા લાગે છે. આ સાથે જ રવિવારે સૂર્ય પૂજન અને સૂર્યમંત્રનો 108 વાર જાપ કરવાથી સફળતા અને લાભ મળે છે.

image source

સૂર્યદેવને જળ ચઢાવતી સમયે તેમાં લાલ ફૂલ અને ચોખા અર્પણ કરો. આ સાથે ગોળ કે ગોળમાંથી બનેલી મિઠાઈનો ભોગ ચઢાવો. નહીં તો સૂર્ય દેવતા નારાજ થઈ શકે છે.

જ્યારે તમે સૂર્યદેવને જળ ચઢાવો છો તો ધ્યાન રાખો કે આ જળ તમારા પગમાં ન આવે. આ સાથે તેના છાંટા પણ તમારા પગમાં ન પડવા જોઈએ. જો આ જળ કે તેના છાંટા તમારા પગ પર પડશે તો તેનું ફળ તમને મળશે નહીં. જળ ચઢાવતી સમયે તેમાં ચોખા ઉમેરીને પછી જ ઉપયોગમાં લો.

image source

જ્યારે પણ તમે સૂર્યદેવને જળ ચઢાવો છો ત્યારે ધ્યાન રાખો કે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય. આ સાથે જ તમે જળ ચઢાવવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો તે હિતાવહ છે.

સૂર્યગ્રહની પૂજા કરવામાં આ 7 મંત્રો કરે છે મદદ

  • 1.ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:
  • 2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।
  • 3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
  • 4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
  • 5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
  • 6. ॐ सूर्याय नम:
  • 7. ॐ घृणि सूर्याय नम:

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ