અહીં પુરુષો મહિલાઓનો વેશ કરે છે ધારણ અને મહિલાઓ પુરુષો પર ચલાવે છે લાઠી, હોળીના દિવસે જાણો મહત્વ

હિંદુ ધર્મમાં લોકો હોળીના તહેવારમાં ભેગા થઈને ખુશીઓ મનાવે છે. એક તરફ પ્રેમને રંગમાં ડૂબોડીને ખુશી જાહેર કરાય છે તો સાથે આ દિવસે મહિલાઓ પુરુષો પર લાઠી ચલાવવાની પ્રથાની મજા લેછે.

image source

હા અહીં વાત થઈ રહી છે બરસાણાની હોળીની. અહીં મથુરામાં ખાસ રીતે નંદગામમાં હોળીની ઉજવણી કરાય છે. આ દ્શ્ય પણ આનંદ સભર હોય છે. હોળીની રસમને મુખ્ય આકર્ષણના રૂપમાં જોઈ શકાય છે. રાધા રાણીના મંદિરમાં આ તહેવાર ઉજવાય છે. અનેક પ્રાચીન ગીતોની સાથે રિવાજો અને ઠંડાઈની મજા તહેવારને ખાસ બનાવે છે.

અહીં આ દિવસે પુરુષો લે છે મહિલાઓનું રૂપ

image source

બરસાણાની લઠમાર હોળીના સમયે પુરુષો પર ઉત્સાહિત મહિલાઓ દ્વારા રોફ જમાવાય છે. પુરુષો મહિલાઓના કપડા પહેરે છે અને સાર્વજનિક રીતે નૃત્ય કરાય છે. બરસાણામાં રાધા રાણીનું વિશાળ મંદિર પરિસર છે જેને દેશનું એકમાત્ર મંદિર ગણવામાં આવે છે. અહીં એક અઠવાડિયાથી પણ વધારે દિવસો સુધી હોળીનો તહેવાર ઉજવાય છે.

ફક્ત અહીં જ યોજાય છે આ ખાસ હોળી

image source

લઠ્ઠમાર હોળી ઉત્તર પ્રદેશના રાજ્ય મથુરાની પાસેના શહેર બરસાણામાં અને નંદગામમાં રમવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ નહીં પણ વિદેશથી પણ લોકો આવે છે. અહીં લોકો ભરપૂર પ્રમાણમાં હોળીનો આનંદ લે છે. ભારતમાં માત્ર આ એવો રિવાજ છે જેમાં હોળીના દિવસે મહિલાઓ પુરુષો પર લાઠી ચલાવે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયાસ કરે છે.

આ છે પૌરાણિક કથા

image source

પૌરાણિક કથા અનુસાર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને અન્ય ગોપીની સાથે હોળી રમે છે. શ્રી કૃષ્ણ મથુરાથી 42 કિમી દૂર રાધાના જન્મસ્થળ બરસાણામાં આવે છે અને હોળી રમે છે, ત્યારથી આ પ્રથા ચાલી આવે છે. જો કે તે સમયે રંગોથી હોળી રમાતી હતી અને હવે મહિલાઓ પુરુષો પર લાઠીઓ વરસાવે છે.

આવું છે મહત્વ

image source

માન્યતાઓ અનુસાર દર વર્ષે નંદગામના પુરુષો બરસાણા આવે છે.અહીં આવેલા પુરુષોનું સ્વાગત મહિલાઓ લાઠીના મારથી કરે છે. મહિલાઓ પુરુષો પર લાઠીઓ વરસાવે છે. તો પુરુષો ઢાલની મદદથી તેનાથી બચવાની કોશિશ કરે છે. આ ઉત્સવ બરસાણાના રાધા રાણી મંદિરના વિશાળ પરિસરમાં યોજાય છે. તેને દેશનું એકમાત્ર મંદિર ગણવામાં આવે છે જે રાધાજીને સમર્પિત છે.

આ પુરુષોને લાઠીઓથી મારે છે મહિલાઓ

image source

આ દિવસે મહિલાઓ કેટલાક લોકગીત ગાય છે અને સાથે પુરુષોને લાઠીથી પીટે છે. તેમની પર રંગ નાંખે છે. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધાને યાદ કરે છે. જ્યારે પુરુષો ખુશી ખુશી લાઠીનો માર સહન કરે છે. આ ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. અને લોકો જોશની સાથે ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *