કોણ હતા એર્નેસ્ટો ચે ગ્વેરા, જાણો તમે પણ 20મી સદીના આ ક્રાંતિકારી નેતા વિશે

વિસમી સદીના વામપંથી ક્રાંતિકારી એર્નેસ્ટો ચે ગ્વેરાના જન્મ સ્થાનનું આર્જેન્ટિનાના રોજારીયો શહેરમાં વેચાણ થવા જઈ રહ્યું છે. શહેર મધ્યે આવેલું એર્નેસ્ટો ચે ગ્વેરાનું આ ઘર 2580 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. આ ઘરના હાલના માલિક એવા ફ્રાન્સિસ્કો ફર્રરુગ્ગિયાના કહેવા મુજબ તેણે આ ઘર વર્ષ 2002 માં ખરીદ્યું હતું.

image source

ફ્રાન્સિસ્કોના કહેવા મુજબ તે એર્નેસ્ટો ચે ગ્વેરાના જન્મ સ્થાન એવા આ ઘરને એક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા પણ તેની આ યોજના ક્યારેય હકીકત ન બની શકી. જો કે વ્યવસાયે બિઝનેસમેન એવા ફ્રાન્સિસ્કોએ આ ઘરની કિંમત શું રાખી છે તેનો ઉલ્લેખ નથી કર્યો. નોંધનીય છે ગત વર્ષોમાં એર્નેસ્ટો ચે ગ્વેરાના આ ઘરને જોવા નોંધપાત્ર પર્યટકો આવતા રહ્યા છે.

આ ઘરની મુલાકાત લેનારા લોકોમાં ઉરૂગ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ જોસે પેપે મુજીસા અને ક્યુબાના ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ત્રોના સંતાનો પણ શામેલ છે. વળી, તેમાં એક નામાંકિત વ્યક્તિ ઍલ્બર્ટો ગ્રાનાડોસનું નામ પણ છે જેઓએ પચાસના દશકમાં એર્નેસ્ટો ચે ગ્વેરા સાથે મોટર સાઇકલ પર દક્ષિણ અમેરિકાની યાત્રા કરી હતી. વ્યવસાયે ડોકટર એવા એલ્બર્ટો તે સમયે જુવાન પણ હતા અને એર્નેસ્ટો ચે ગ્વેરાના મિત્ર પણ.

image source

કોણ હતા એર્નેસ્ટો ચે ગ્વેરા ?

એર્નેસ્ટો ચે ગ્વેરાનો જન્મ વર્ષ 1928 માં એક સાધારણ પરિવારમાં થયો હતો. પરંતુ જ્યારે તેણે દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં ગરીબી અને ભૂખ જોઈ તો તેઓએ ક્રાંતિ લાવવાનો રસ્તો પકડ્યો. ક્યુબામાં ક્રાંતિ દરમિયાન તેઓએ મહત્વનો ભાગ ભજવ્યો. ક્યુબાની ક્રાંતિએ એ સમયમાં ફૂલગેનિસકો બતીસતાની તાનશાહીનો તખ્તા પલટ કરી દીધો હતો.

image source

ત્યારબાદ એર્નેસ્ટો ચે ગ્વેરાએ ક્રાંતિના આ વિચારને આખા દક્ષિણ અમેરિકા અને વિકાસશીલ દેશો સુધી લઈ જવાનો વિચાર રજૂ કર્યો. એર્નેસ્ટો ચે ગ્વેરા ક્યુબાથી બોલિવિયા ગયા અને ત્યાં રાષ્ટ્રપતિ રેને બેરીએન્ટોસ ઓર્ટૂનો સામે જંગે ચડેલા વિદ્રોહી દળોની આગેવાની કરી.

image source

અમેરિકાની મદદથી બોલિવિયાની સેનાએ એર્નેસ્ટો ચે ગ્વેરા અને તેના અમુક સાથીઓને પકડી લીધા. અને 9 ઓક્ટોબર 1967 માં લા હિગ્વેરા નામના એક ગામમાં તેની હત્યા કરી દેવામાં આવી અને તેના મૃત શરીરને ગુપ્ત સ્થળે દફનાવી દેવામાં આવ્યું. વર્ષ 1997 માં એ ગુપ્ત સ્થળ વિશે માહિતી મળતા ત્યાંથી તેના શરીરના અવશેષોને કાઢી ક્યુબા લાવવામાં આવ્યા અને ત્યાં ફરીથી દફનાવવામાં આવ્યા.

image source

ક્રાંતિકારી એર્નેસ્ટો ચે ગ્વેરાએ પોતાના જીવનકાળ દરમિયાન જે કઈં પણ કાર્યો કર્યા તેના વિશે મતમતાંતર છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત