2021માં કમબેક કરશે દિવંગત અભિનેતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા, જાણકારી વાયરલ થતાં જ થવા લાગી ચર્ચા

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ જે નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે તે છે રિયા ચક્રવર્તી. ડ્રગ્સના મામલે સુશાંત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, ઘણા દિવસો જેલમાં રહ્યા બાદ રિયા હવે તેની કારકીર્દિ પર ધ્યાન આપી રહી છે. રિયા વર્ષ 2020ની ખરાબ યાદોને ભૂલીને નવા વર્ષે નવી નોકરી કરવા જઈ રહી છે. રિયા ચક્રવર્તીના નજીકના મિત્ર અને લેખક-મિત્ર અને સ્વર્ગીય સુશાંતસિંહ રાજપૂતના દોસ્ત રૂમી જાફરીએ આ વિશે માહિતી આપી છે.

image source

સુશાંત સિંહ અને રિયાની ખાસ દોસ્ત રૂમી જાફરીએ (Rumi Jaffery) કહ્યું કે રિયા હવે સારી થઈ રહી છે. આ વર્ષ તેના માટે ખૂબ જ આઘાતજનક રહ્યું છે. જો કે આ વર્ષ બધા માટે ખરાબ રહ્યું છે, પરંતુ તેના કિસ્સામાં આ વર્ષે તેને એક અલગ લેવલનો આઘાત આપ્યો છે. શું તમે કલ્પના કરી શકો છો કે સારી એવી મિડલ ક્લાસ પરિવારની છોકરીએ એક મહિનો જેલમાં પસાર કર્યો છે?

image source

આ બધી બાબતોએ તેને સંપૂર્ણ રીતે કચડી નાખી છે. પરંતુ રિયા આવતા વર્ષથી કામ પર પરત ફરશે. રૂમીએ કહ્યું કે ઈન્ડસ્ટ્રી ખુલ્લા હાથથી રિયાને આવકારશે. હું તાજેતરમાં જ તેને મળ્યો હતો. તે ખૂબ શાંત હતી, તેણે વધારે વાત કરી નહોતી. પરંતુ આ માટે આપણે તેને દોષી ઠેરવી શકતા નથી. તે આ વર્ષે ઘણી વસ્તુઓમાંથી પાસર થઈ છે. સમય પસાર થવા દો. મને ખાતરી છે કે રિયા પાસે ઘણું કહેવાનું છે.

image source

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)નાં નિધનને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ એક કેસને કારણે દેશનું રાજકારણ પણ ગરમાયું અને લોકો પણ સોશિયલ મીડિયા પર મોટા અભિયાનનો ભાગ બની ગયા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી CBI તરફથી આ કેસ વિશે ઘણું કહેવામાં આવ્યું નથી, ત્યારબાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) સીધા PMOને પત્ર લખ્યો હતો. પત્ર દ્વારા સ્વામીએ સુશાંત કેસમાં અપડેટની માંગ કરી હતી.

image source

હાલ રિયા જામીન પર બહાર છે પરંતુ તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે રિયા અને તેનો પરિવાર નવા ઘરમાં શિફ્ટ થવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિયાનો પરિવાર ખુબ પરેશાન છે અને તેઓ જલદી નવા ઘરમાં શિફ્ટ થવા માંગે છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તીના માતા પિતા ખારમાં ઘર શોધતા જોવા મળી રહ્યા છે.

image source

વીડિયો શેર કરતા જણાવાયું છે કે ઈન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તી એટલે કે રિયાના માતા પિતા ઘર શોધી રહ્યા છે. રિયા ચક્રવર્તીએ પણ પોતાના બિલ્ડિંગનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના બિલ્ડિંગની નીચે મીડિયાકર્મીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ પાસે રિયાએ પ્રોટેક્શન માંગ્યું હતું. કહેવાય છે કે તેમની પરેશાનીનું અસલ કારણ મીડિયા છે અને તેનાથી બચવા માટે પરિવાર નવી જગ્યા શોધી રહ્યો છે.

image source

આ કેસમાં સામે આવેલા ડ્રગ એંગલની હજુ પણ તપાસ ચાલુ છે. આ મામલે 9 સપ્ટેમ્બરે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ કેસ સંલગ્ન ડ્રગ કેસમાં તેની ધરપકડ થઈ હતી. આ કેસમાં બોલીવુડ હસ્તીઓ પર NCBનો સકંજો કસાયો હતો. જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સપના પબ્બી, અર્જૂન રામપાલ, તેમની પ્રેમિકા ગ્રેબિએલા અને તેનો ભાઈ મુખ્ય છે.

image source

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 6 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સીબીઆઈ, ઈડી અને એનસીબી હજુ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે. કેસમાં છાશવારે એનસીબી સામે નવી માહિતી આવી રહી છે. આવામાં એ સમજવું સરળ નથી કે સાચો દોષિ કોણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત