રિયા ચક્રવર્તીથી લઈને ભારતી સિંહ સુધીના આ ફેમસ સેલેબ્સ આવી ચૂક્યા છે NCBની અડફેટે

બોલિવૂડના સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક કલાકારો NCBની ઝપેટમાં આવી ચૂક્યા છે. હાલમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સુશાંત સિંહના મોતને ન્યાય અપાવવા માટે જે કવાયત શરૂ કરી છે તેમાં અનેક નવા નામ સામે આવ્યા છે. તપાસનો દોર પણ સ્થાનિક પોલીસથી શરૂ થઈને CBI, ED અને છેવટે NCBના હાથમાં આવ્યો છે. વિવિધ સેલિબ્રિટીઓ અને તેમના સપોર્ટિંગ સ્ટાફને સાણસામાં લેવાનું કામ પણ સૌથી વધુ NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જ કર્યું છે.

image source

શનિવારે સવારે NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનાં ઘરે દરોડા પાડ્યા હતા જેમાં અમુક માત્રામાં ગાંજો મળી આવતાં આ દંપતીને NCBની કચેરીએ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યું હતું. ચાર કલાકમાં જ ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના પતિ હર્ષનો NCB પાસેથી છૂટકારો થયો નથી. આ પહેલાં જૂન મહિનામાં સુશાંતના મોતથી શરૂ થયેલા કેસમાં અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતનાં નામ NCBની અડફેટે ચડી ગયાં છે. અત્યાર સુધીમાં NCBએ બોલિવૂડની લોકો તથા સંખ્યાબંધ ડ્રગ પેડલર્સની પૂછપરછ કરી છે અને 27થી વધુ ધરપકડ કરી છે.

અત્યાર સુધીમાં આ સેલેબ્સ NCBની અડફેટે ચડી ગયાં છે તેની સંપૂર્ણ યાદી આ પ્રમાણે છે

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી

image source

અભિનેત્રી રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતી. રિયાના ભાઈ સાથે પણ સુશાંતને સારા સંબંધો હતા અને તેમણે સાથે મળીને બિઝનેસની પણ શરૂઆત કરી હતી. સુશાંત સાથે કનેક્શન ધરાવતી રિયા અને શોવિકની વ્હોટ્સએપ ચેટ લીક થયા બાદ NCB સક્રિય થયું હતું. NCBએ પહેલાં રિયા અને શોવિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ બંનેની ‘નેશનલ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ’ હેઠળ ડ્રગ્સના કથિત સેવન તથા પોતાની પાસે રાખવા બદલ ધરપકડ કરી હતી. છેલ્લા થોડા સમયથી રિયાને જામીન મળી ગયાં, પરંતુ તેનો ભાઈ શોવિક હજુ પણ જેલમાં છે.

દીપિકા પાદુકોણ અને મેનેજર કરિશ્મા પ્રકાશ

image source

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ NCBએ સુપર સ્ટાર દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને તેડું મોકલ્યું હતું. દીપિકા અને કરિશ્માની 2017ના વર્ષની એક જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી, જેમાં તે બંને ‘માલ’ વિશે વાત કરી રહ્યાં હતાં. NCBએ સમન્સ મોકલ્યું તે વખતે દીપિકા ગોવામાં શૂટિંગ કરી રહી હતી. ત્યાંથી પરત આવીને તેણે NCBની ઑફિસમાં હાજરી આપી હતી. NCBએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે દીપિકા અને તેની મેનેજર કરિશ્માએ માલ, વીડ, હેશ, ડૂબ જેવા શબ્દોનો ઉપયોગ માત્ર કોડનેમ તરીકે કર્યો હતો.

રકુલ પ્રીત સિંહ

image source

NCBની અડફેટે આવેલી બોલિવૂ઼ડની ટોચની સેલિબ્રિટીઓમાં રકુલ પ્રીત સિંહનો પણ સમાવેશ થતો હતો. 26 સપ્ટેમ્બરના રોજ NCB સમક્ષ ઇન્ટરોગેશનમાં રકુલે રિયાનું નામ લઇને કહેલું કે રિયા ચક્રવર્તી પોતાના ઘરે ડ્રગ્સ ડિલિવર કરાવતી હતી.

શ્રદ્ધા કપૂર

image source

NCBએ ડ્રગ કેસમાં બોલાવેલી મોટી સેલિબ્રિટીઓમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ હતું. ફાર્મ હાઉસ પર થયેલી પાર્ટીમાં શ્રદ્ધા પણ આમંત્રિત હતી. શ્રદ્ધાએ NCB સમક્ષ સ્વીકાર્યું કે એણે રિયા ચક્રવર્તીની ભૂતપૂર્વ મેનેજર જયા સાહા સાથે ચેટ્સ એક્સચેન્જ કરી હતી.

સારા અલી ખાન

image source

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને પણ NCBએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી. સારાએ સુશાંત સાથે કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું. સુશાંતના ભૂતપૂર્વ ફ્લેટમેટ અને સાથીદારની માહિતી અનુસાર સુશાંત અને સારા બંને રિલેશનશિપમાં હતાં. જો કે મીડિયા રિપોર્ટ પ્રમાણે સારાએ ડ્રગ્સ લેવાનો ઈન્કાર કર્યો હતો.

સિમોન ખંભાતા

image source

રિયા ચક્રવર્તીએ લીધેલાં નામમાં ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાનું પણ છે. એટલે તેને પણ NCBનું તેડું આવેલું. લીક થયેલી ચેટમાં તેણે કથિત રીતે ડ્રગ્સની માગણી કરી હતી.

જયા સાહા અને શ્રુતિ મોદી

સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહા બંનેની NCBએ પૂછપરછ કરી હતી. આ કંપની વતી એણે સુશાંત માટે પણ કામ કરેલું. શ્રુતિ મોદીએ એવો દાવો કરેલો કે રિયા સુશાંતનું મેનેજમેન્ટ સંભાળતી હતી.

ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા

image source

કોમેડિયન ભારતી સિંહના ઘર અને ઓફિસે શનિવારે સવારે NCBએ દરોડા પાડ્યા હતા, જેમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેને પગલે બંનેને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચાર કલાકની પૂછપરછને અંતે ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત