રોજ આ ખાસ ફૂલની ચા પીવાથી મળે છે અઢળક ફાયદા, જાણો બનાવવાની રીત પણ

પીળા અને નારંગી રંગના સુંદર દેખાતા ગેંદાના ફૂલની ચા હેલ્થ માટે લાભદાયી રહે છે. તો જાણો તમે તેને કેવી રીતે બનાવી શકશો અને ઉપયોગમાં લેવાની રીત પણ.

image source

ગેંદાના ફૂલને આપણે ખાસ કરીને ક્યારી કે કૂંજામાં જોચા આવ્યા છીએ. તેનો ઉપયોગ ફક્ત ફૂલની રીતે માળામાં કર્યો છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની ચા પણ બનાવી શકાય છે. આ ફૂલની પાંખડીનો ઉપયોગ કરીને ફેસપેક અને હેર માસ્ક પણ બનાવી શકાય છે. પણ શું તમે હેલ્થ માટે તેની ખાસ વાતો જાણો છો. તેના ફૂલથી બનેલી ચાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. તેમાં સ્કીન હીલિંગ, એન્ટી ફ્લામેશન, એન્ટી સેપ્ટિક અને એન્ટી ઓક્સીડન્ટના ગુણ હોય છે જેનાથી તે વધારે ગુણકારી બને છે. તો જાણો તેનાથી થતા ફાયદાને વિશે પણ.

સ્કીનને કરે છે ઝડપથી હીલ

ગેંદાના ફૂલથી બનેલી ચા સ્કીનને માટે ફાયદો કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સ્કીનને ઝડપથી હીલ કરે છે અને દરેક પ્રકારના પિમ્પલ, એક્ને વગેરેથી છૂટકારો અપાવે છે. જો સ્કીન બળી ગઈ છે કે ઘા થયો છે તો ગેંદાના ફૂલની ચા પીવાથી સ્કીન સેલ્સ જલ્દી હીલ થાય છે. તેના સેવનથી એસપીએફથી થનારા નુકસાનને ક્યોર કરી શકાય છે. આ સ્કીન એજિંગને બચાવે છે અને સ્કીન રેશિઝનો ઈલાજ કરે છે.

એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર છે

image source

ગેંદાના ફૂલમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટના ગુણ સ્ટ્રેસને ઓછો કરે છે. આ ટ્યુમર, સોજા, મોટાપો અને ચયાપચયની ક્રિયાના સિન્ડ્રોમ અને ટાઈપ 2 ડાયાબિટિસને પણ નિયંત્રિત કરે છે. તેમાં રહેલા યોગિક તત્વો વિટામિન એ એન્ટીઓક્સીડન્ટને વધારે છે. અને ચાને હેલ્ધી બનાવે છે.

દાંતના દર્દને ઘટાડે છે

દાંતના દર્દની સમસ્યા હોય તો ગેંદાના ફૂલની ચા તેમાં રાહત આપવાનું કામ કરે છે. તેનાથી કોગળા કરવાથી રાહત મળે છે. મોઢામાં થોડી વાર સુધી આ ચા રહેવા દો. થોડી વાર બાદ તેને મોઢાની બહાર થૂંકી લો. તેનાથી દર્દમાં રાહત મળશે અને દાંતના ઈન્ફેક્શનથી છૂટકારો મળશે.

માઉથ અલ્સર અને ગળાના દર્દથી મળે છે રાહત

image source

ગેંદાના ફૂલમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાના કારણે આ ચાના સેવનથી માઉથ અલ્સર અને ગળાના દર્દમાં આરામ મળે છે.

આ રીતે બનાવી લો ગેંદાના ફૂલની ચા

ગેંદાના ફૂલની ચા બનાવવા માટે 4-5 ગેંદાના ફૂલ, 2 ગ્લાસ પાણી અને મધ લો. તેને બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં પાણી નાંખો અને સાથે ગેસ પર તેને ઉકળવા માટે રાખો. આ પામીમાં ગેંદાના ફૂલની પાંખડીઓ અલગ કરીને નાંખો. પાણીને સારી રીતે ઉકળવા દો અને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી તેને ઢાંકીને ગેસ પર ઉકળવા દો. જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં મધ મિક્સ કરો અને સર્વ કરો.

ક્યારે પીવી જોઈએ આ ગેંદાના ફૂલની ચા

image source

આ ચા તમે દિવસમાં 2 વાર એટલે કે સવારે અને રાતે જમ્યા પછી 1 કલાક બાદ લઈ શકો છો. આ સિવાય તમને કોઈ હેલ્થ સમસ્યા છે તો તમે ડોક્ટરની સલાહ બાદ જ આ ચાનું સેવન કરો તે તમારા માટે સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!