કાર ખરીદ્યા બાદ ખુદ સચિન તેંડુલકરે બિલ્ડર સાથે કરી વાત અને પાઠવી શુભેચ્છા, કમાલની છે ગાડી

દુનિયાભરમાં જાણીતી એવી રોલ્સ રોય કાર કોઈપણ વ્યક્તિના સ્ટેટસ અને વૈભવને દર્શાવવા માટે પૂરતી છે. આ કાર લઈને જ્યારે વ્યક્તિ રોડ પર નીકળે છે ત્યારે જોનાર વ્યક્તિ સમજી જાય કે તેમાં સવાર વ્યક્તિ દમદાર હશે. હજારો લોકો માં વટ પાડી દે તેવી આ કાર જ્યારે ખેડૂત પુત્ર અને જામનગર ના પ્રખ્યાત બિલ્ડર એ ખરીદી ત્યારે સૌરાષ્ટ્રમાં જ નહીં દેશભરમાં ડંકો વાગી ગયો હતો.

જામનગર ના પ્રખ્યાત બિલ્ડર અને મહેર સમાજના અગ્રણી મેરામણભાઇ પરમારે 2016 માં રોલ્સ રોય કાર ખરીદી હતી તે સમયે આ કાર માત્ર જામનગરની જ નહીં સૌરાષ્ટ્રની પહેલી રોલ્સ રોય કાર હતી. એટલે કે સૌરાષ્ટ્ર ખાતે પહેલી રોલ્સ રોય કાર ખરીદનાર પહેલા વ્યક્તિ જામનગરના આ બિલ્ડર હતા. આ કારની કિંમત સાડા છ કરોડ હતી. જ્યારે સફેદ રંગની આ રોલ્સ રોય રસ્તા પર નીકળે છે ત્યારે આજે પણ લોકો તેને જોતા રહી જાય છે

રોલ્સ રોય કાર જ્યારે કોઈ ખરીદે છે ત્યારે કારની ડિલિવરી થાય તે સમયે દેશના પ્રખ્યાત સેલિબ્રિટીના હાથે કારની ચાવી માલિકને આપવામાં આવે છે. પરંતુ મેરામણભાઇ ની ઈચ્છા હતી કે તેમની રોલ્સ રોય કાર ની ડિલિવરી તેમના વતન કુતિયાણા તાલુકામાં આવેલા મહિયારી ગામમાં થાય. કંપનીએ તેમની આ ઈચ્છા પૂરી કરી અને કારની ડિલિવરી તે જગ્યાએ થઈ.

જ્યારે કારની ડિલિવરી થઈ ત્યારે સચિન તેંડુલકરે મેરામણ ભાઈ સાથે વાત કરી અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર ખરીદવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા. આમ કરવાનું કારણ હતું કે મેરામભાઈ ની ઈચ્છા હતી કે સચિન તેંડુલકર ના હાથે જ તેમને કારની ચાવી મળે પરંતુ આ શક્ય ન હોવાથી કંપનીએ બન્ને વચ્ચે વિડીયો કોન્ફરન્સ કરાવી હતી.

મેર સમાજના આગેવાન એવા મેરામણભાઇ એ 1989માં રાજ લેન્ડ ડેવલોપર્સ ના નામે વ્યવસાય શરૂ કર્યો હતો. ખેડૂત પુત્ર હોવાની સાથે તેમણે તેમની મહેનત અને ખંતથી પોતાના બિઝનેસને આગળ વધાર્યો અને સફળતાના શિખરો સર કર્યા. જ્યારે તેમની રોલ્સ રોય કાર બુક કરાવી ત્યારે કંપની તરફથી લોકો આવ્યા અને તેમના વિશે બધું જાણી ગયા અને ત્યારબાદ તેમની રોલ્સ રોય કાર ની ડિલિવરી કરવામાં આવી.

મેરામણભાઇ લક્ઝુરિયસ કાર ના શોખીન છે તેમના કારના કલેક્શનમાં રોલ્સ રોય ઉપરાંત audi q7, રેન્જ રોવર સહિતની સાત કાર નો સમાવેશ થાય છે.