પિતા સહિત સંબંધિઓ અને કેટલાક રાજનેતાઓએ સગીરાને બનાવી હવસનો શિકાર

ફરી એકવાર સંબંધો અને માણસાઈને શર્મશાર કરે તેવી ઘટના દેશમાં પ્રકાશમાં આવી છે જે ચર્ચાનો વિષય બની છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દોષીઓ સામે ચોતરફથી ફીટકાર વરસી રહી છે. ગુનો છે એક સગીર સાથે દુષ્કર્મનો અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેના આરોપીઓ એક નહીં 28 છે અને તેનાથી પણ આઘાતજનક વાત છે કે આ 28 દોષીઓમાંથી એક સગીરાના પિતા છે.

image soucre

ઉત્તરપ્રદેશની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. ઘટનાની વિગતો અનુસાર લલિતપુરમાં એક સગીર છોકરીએ તેના પિતા સહિતા 28 લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ વાત પ્રકાશમાં આવ્યા બાદ રીતસર હડકંપ મચી ગયો છે. જે લોકો બળાત્કારના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે તે નામોમાંથી એક સગીર છોકરીના પિતા પણ છે. આ ઉપરાંત જે 28 લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું તેમાં તેના કેટલાક સંબંધીઓ અને ઘણા પ્રખ્યાત રાજકારણીઓના નામ પણ સામેલ છે. પોલીસે સગીરાના પિતા સહિત દરેક આરોપી સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર લલિતપુર જિલ્લાના સદર કોતવાલી વિસ્તારમાં રહેતી સગીરાએ તેના પિતા અને પરિવારના કેટલાક સભ્યો પર તેને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ મામલો સામે આવતા ભારે ચર્ચા એટલા માટે થઈ કે આરોપીઓમાં સગીરાનો પિતા અને લલિતપુરની રાજકીય વ્યક્તિઓ પર પણ હતી, આ કારણે આ ઘટના વ્યાપકપણે ચર્ચામાં આવી છે. જો કે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે પણ વિલંબ કર્યા વગર ફરિયાદ નોંધી અને તપાસ શરુ કરી દીધી છે.

image soucre

આ ઘટનામાં ભોગ બનનાર સગીરાના કહેવા મુજબ જ્યારે તે ધોરણ 6માં ભણતી હતી ત્યારે તેના પિતાએ તેને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવ્યો અને રાત્રે ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારથી તેના પિતા અને સંબંધીઓ તેની સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા. ઘણી વખત તેણે તેનો વિરોધ કર્યો પણ તેને માર મારવામાં આવતો. ત્યારબાદ તેને નશીલો પદાર્થ ખવડાવીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. પીડિતાનો આરોપ છે કે તેના પિતા અને સંબંધીઓએ પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપ છે કે 4-5 વર્ષ સુધી તેને બંધક બનાવીને તેણીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

image soucre

આ કેસમાં જે રાજકીય નેતાઓના નામ સામે આવ્યા છે તેમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લાધ્યક્ષ, સમાજવાદી પાર્ટીના નેતાનું પણ નામ શામેલ છે. જો કે હાલ આ લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ફરિયાદ બાદ યુવતીનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે અને પ્રાથમિક મેડકલ પણ કરવામાં આવ્યું છે જો કે આ મેડિકલ રિપોર્ટ કરનાર ડોક્ટરોને પીડિતાએ કહ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી તેની સાથે કોઈ આવું કામ થયું નથી પરંતુ તેમ છતાં વધુ તપાસ માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.