પોતાનું ઘર ભાડે આપ્યું સૈફ અલી ખાને, ભાડું જાણીને તમારી આંખો થઈ જશે પહોળી.

બોલિવુડ એકટર સૈફ અલી ખાન અને એમની પત્ની કરીના કપૂર ખાન હાલમાં જ એમના નવા ઘરમાં શિફ્ટ થયા. એમનું નવું ઘર બાંદ્રામાં છે. એ પહેલાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બાંદ્રા વેસ્ટના ફોર્ચ્યુન હેરિટેજમાં રહેતા હતા. હવે એમના જુના મકાનને લઈને મોટી ખબર સામે આવી છે. એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર કપલે એમના ફ્લેટને ભાડે આપી દીધું છે. જેનું ભાડું જાણીને તમે ચોકી જશો. રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન અને કરીના કપૂરના ફ્લેટને 3.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડે આપ્યું છે. જાણકારી અનુસાર 1500 સ્કેવર ફૂટના એપાર્ટમેન્ટને એસોસિયેશન મીડિયા એલએલપીએ ભાડે લીધું છે.

image soucre

કંપનીએ સિક્યોરિટી તરીકે 15 લાખ રૂપિયા જમા કર્યા છે. આ ફ્લેટના બે પાર્કિંગ સ્પેસ છે. સૈફ અલી ખાનના જુના ઘરની કિંમત 12થી 14 કરોડ રૂપિયા છે. ભાડા માટે એમનો એગ્રીમેન્ટ 13 ઓગસ્ટે બનાવવામાં આવ્યો છે. વર્ષ 2012માં સૈફ અને કરીનાએ નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ફોર્ચ્યૂન હાઈટ્સમાં લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હતા. વેડિંગ રજિસ્ટ્રેશન બાદ ન્યૂલીવેડ્સ સૈફ અને કરીના બિલ્ડિંગના છત પર ગયા હતા અને ત્યાંથી ફેન્સનો આભાર માન્યો હતો.

જૂના ઘર સાથે સૈફ અને કરીનાની ઘણી યાદા જોડાયેલી છે. કપલે આ ઘરમાં ઘણી પાર્ટીઓ યોજી છે અને તહેવારોની ઉજવણી પણ કરી છે. કપલનું નવું ઘર તેમના જૂના ઘર જેવું જ છે, જો કે જગ્યા અને સુવિધાના મામલે વિશાળ છે. જેમાં જેહ માટે નર્સરી બનાવવામાં આવી છે, આ સિવાય તેમાં સ્વિમિંગ પૂલ, આઉટડોર એરિયા અને ખુલ્લી જગ્યા છે

image soucre

તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં સૈફ અલી ખાન એમના પરિવાર સાથે માલદીવમાં છે અને વેકેશન એન્જોય કરી રહ્યા છે. બીજા દીકરાના જન્મ પછી આ પહેલી વખત છે જ્યારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન વિદેશ ફરવા ગયા છે.

image soucre

વર્ક ફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાન તેની અપકમિંગ હોરર કોમેડી ‘ભૂત પોલીસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેક્લિન ફર્નાન્ડિઝ છે. આ સિવાય તેની પાસે પ્રભાસ અને કીર્તિ સેનન સાથેની ‘આદીપુરુષ’ પણ છે. તો કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથેની રિલીઝની રાહ જોવાઈ રહી છે.