બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ આઠ વર્ષ પછી પહેરી લગ્નની સાડી, પતિ અક્ષર સાથે શેર કર્યો ફોટો

અભિનેત્રી સમીરા રેડ્ડી એક સમયે બોલિવૂડની સૌથી હોટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક હતી, પરંતુ હવે તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. સમીરા હવે તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. અભિનેત્રી સમીરા રેડ્ડી ભલે મોટા પડદાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની વીડિયો તસવીરો શેર કરતી રહે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના લગ્નની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

Sameera Reddy with husband Akshai
image soucre

સમીરા રેડ્ડીએ આઠ વર્ષ પછી લગ્નની સાડી પહેરેલી તસવીરો શેર કરી છે. સમીરાએ કોલાજ શેર કર્યો છે, જેમાં તે એક તરફ તેના પતિ અક્ષય સાથે જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીર તેના લગ્નની છે જેમાં તે હાથમાં નાળિયેર પકડી રહી છે. તસ્વીરોમાં, સમીરા રેડ્ડી બ્રાઉન અને મસ્ટર્ડ રંગની સાડીમાં સોનેરી ફૂલો અને સમાન બોર્ડર સાથે જોવા મળે છે. લગ્નની તસવીરમાં તે એક તરફ લાલ દુપટ્ટો પણ કેરી કરેલી છે. સમીરાએ ટ્રેડિશનલ જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. બંને તસવીરોમાં સમીરા ખૂબ જ સુંદર લાગી રહી છે. સમીરાના પતિ અક્ષયે પણ પ્રિન્ટેડ જેકેટ સાથે સફેદ એથનીક વેર પહેર્યા હતા.

Sameera Reddy with husband Akshai
image soucre

સમીરા રેડ્ડીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરતાં લખ્યું કે, મેં મારા લગ્નની સાડી 8 વર્ષ પછી પહેરી હતી અને તે ખૂબ જ સારું લાગ્યું. સમીરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી આ તસવીર પણ શેર કરી અને કેપ્શનમાં લખ્યું – “8 વર્ષ પછી તમારા લગ્નની સાડી પહેર્યા… આજે પણ ગઈકાલ જેવો જ અનુભવ થાય છે.” તમને જણાવી દઈએ કે સમીરી રેડ્ડીએ વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેની શરૂઆત ફિલ્મ ‘મૈંને દિલ તુઝકો દિયા’થી થઈ હતી.આ પછી તે રેસ, દે દનદાન, નો એન્ટ્રી અને તેજ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.સમીરા રેડ્ડીએ છેલ્લે વર્ષ 2013માં કન્નડ ફિલ્મમાં કામ કર્યું હતું