પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હાર બાદ લોકો તુટી પડ્યા શમી પર, સોશિયલ મીડિયા પર કરી અભદ્ર ટિપ્પણી

રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની હાર બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીની વણઝાર થઈ હતી જેને લઈ હવે ફેસબુક એકશન મોડમાં આવી ગયું છે. શમી વિરુદ્ધ થયેલી અપમાનજનક ટિપ્પણીઓને ફેસબુકે તુરંત હટાવવા પગલા ભર્યા છે. વિશ્વ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતની ટીમ પાકિસ્તાનની ટીમ સામે હારી હતી. જેને લઈ શમીને સોશિયલ મીડિયા પર લોકો તરફથી ભારે આલોચના સહન કરવી પડી હતી.

सोशल मीडिया पर मोहम्मद शमी को निशाने पर लिया गया (PTI)
image soucre

ભારતને રવિવારે ટી-20 વિશ્વ કપના પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન શમી ભારત માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 3.5 ઓવરમાં 43 રન પાકિસ્તાની બેટ્સમેનને આપ્યા હતા. જેને લઈ લોકોએ સોશિયલ મીડિયા પર શમી પર નિશાન સાધ્યું હતું.

image source

આ મામલે અમેરિકી કંપની જે ખુદ વિવાદમાં રહી છે તેણે કહ્યું છે તે તે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું યથાવત રાખશે જે તેમના સામુદાયિક માનકોનું ઉલ્લંઘન કરે છે. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું હતું કે કોઈપણ સાથે ક્યાંય પણ દુર્વ્યવહાર થવો જોઈએ નહીં. આ પ્લેટફોર્મ પર આવું વર્તન ઈચ્છિત નથી. તેથી એક ભારતીય ક્રિકેટર પર થયેલી અભદ્ર ટિપ્પણીઓને હટાવવા તુરંત નિર્ણય લીધો છે અને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ થશે જેમણે ફેસબુકના નિયમનો ભંગ કર્યો છે.

પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ તાજેતરમાં જ પોતાની ઉત્પીડન નીતિને અપડેટ કરવાની ઘોષણા કરી છે. જે બધી જ સાર્વજનિક હસ્તીઓની સુરક્ષા વધારે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, તેમની પાસે હિડન વર્ડ્સ જેવા ઉપકરણ છે જે લોકોની અપમાનજક કોમેન્ટ અને મેસેજનુ અનુમાન લગાવી યુઝરને સુરક્ષા આપે છે.

મહત્વનું છે કે હાલના સમયમાં શમી ભારતના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક છે. અને છેલ્લા પાંચ વર્ષમાં તેણે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનાર લોકોએ રવિવારની પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં તેમના પ્રદર્શનને ધર્મ સાથે જોડી કોમેન્ટ કરી હતી. જ્યાર બાદ આ વિવાદ સામે આવ્યો હતો. જો કે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાર સહિતના પૂર્વ અને હાલના ભારતીય ખેલાડીઓઓ પણ સોમવારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું સમર્થન કર્યું હતુ.