સના ખાને શેર કરી વલીમાની તસવીરો, આ નવેલી દુલ્હનની તસવીરો જોઇને તમે પણ નહિં ઓળખી શકો સના ખાનને…

બોલીવૂડમાંથી સન્યાસ લઈ ચુકેલી જાણીતી અભિનેત્રી સના ખાન આ દિવસોમાં ખૂબ જ સમાચારમાં રહી છે. સના ખાનના સમાચારમાં રહેવાનું કારણ તેના તાજેતરમાં થયેલા લગ્ન છે. સનાના નિકાહે લોકોનું ધ્યાન તેણી તરફ ખેંચ્યું છે. સનાએ સિંપલ રીતે ગુજરાતના સુરતમાં રહેનારા મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ પઢ્યા છે. હવે લગ્ન બાદ સનાએ પોતાના વલીમાની તસ્વીરો શેર કરી છે.

image source

સનાએ નિકાહ બાદ પોતાના પતિ મૌલાના મુફ્તી અનસ સાથેની પોતાની તસ્વીરો પણ શેર કરી હતી. તસ્વીરો શેર કરતાં તેણીએ જણાવ્યું કે તે બન્નેએ 20મી નવેમ્બરે લગ્ન કર્યા છે. ત્યાર બાદ હવે સનાએ પોતાના વલીમાની તસ્વીરો ફેંસ સાથે શેર કરી છે. આ તસ્વીરોમા સના ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

image source

સના ખાને પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા કેટલીક તસ્વીરો અને એક વિડિયો શેર કર્યા છે. શેર કરેલી વિડિયોમાં સના ખાન લાલ જોડામાં કૂબ જ સુંદર દેખાઈ રહી છે. સનાને તમે આ વિડિયોમા શરમાતી જોઈ શકો છો.

image source

આ ઉપરાંત સનાએ કેટલીક બીજી તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમા પણ સના ખૂબ જ સુંદર લાગી રહી છે. પોતાના વલીમા માટે સનાએ લાલ રંગનો જોડો પસંદ કર્યો છે. તેની સાથે સાથે જ તેણીએ ગોલ્ડન જ્વેલરી પહેરી છે જેના કારણે તેણીના લૂકને ચારચાંદ લાગી ગયા છે. સનાના હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગી રહી છે. સના આ તસ્વીરોમાં ખૂબ ખુશ દેખાઈ રહી છે. આ તસ્વીરોને સનાના
ફેન્સે ખૂબ પસંદ કરી છે.

image source

તમને જણાવી દઈએ કે સના ખાને આ પહેલાં બેલીવૂડને અલવિદા કહીને પોતાના ફેન્સને અચાનક ઝાટકો આપ્યો હતો. ત્યાર બાદ શનિવારના દિવસે સનાએ અચાનક એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કર્યો જેમાં તેણીએ સફેદ રંગનો વેડિંગ ગાઉન પહેર્યો હતો. ત્યાર બાદ સનાએ પોતે જ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના પતિ સાથેની તસ્વીર શેર કરીને પોતે લગ્ન કરી લીધા
હોવાની જાહેરાત કરી હતી.

લગ્ન બાદ સનાએ પોતાનું નામ બદલ્યું

image source

સનાએ ખૂબ જ સાદાઈથી ગુજરાતમાં રહેતા મૌલાના અનસ મુફ્તી સાથે નિકાહ કરીને લોકોને ચોંકાવી દીધા છે. સનાની લગ્નની તસ્વીરો પર તેના ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સના ખાને લગ્ન કરી લીધા બાદ પોતાના ઓફિશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાનુ નામ બદલીને ‘સઇદ સના ખાન’ રાખી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

અભિનેત્રીએ પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘અલ્લા માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કરી લીધા, હવે દુનિયામાં અલ્લાહ અમને સાથે રાખશે અને જન્નતમાં ફરીથી મળાવશે.’ મિડિયા રિપોર્ટ પ્રમાણે  સનાના પતિ ધર્મ ગુરુ છે. તાજેતરમાં સનાના લગ્નનો વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વયારલ થયો હતો જેમાં સના પોતાના પતિ અનસ ખાનનો હાથ પકડીને સીડીઓ ઉતરી રહી હતી. અને બીજા
વિડિયોમાં તે બન્ને એક બીજાનો હાથ પકડીને કેક કટ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત