સાંસદે દત્તક લઈને તરછોડી તેમ છતા ગંભીર બિમારીથી પીડાતી યુવતીએ કર્યું મતદાન, આંતરડી કકળી ઉઠે એવી કહાની

લોકોને અમુક બિમારી જન્મથી હોય તો અમુક બિમારી કેટલીક ઉંમર પછી આવતી હોય અને એ પછી આખો જન્મારો રહેતી હોય. કોઈને લોકો તરછોડે તો કોઈને લોકો અપનાવે, પણ દરેક આવા લોકો હિંમત્તથી લડે છે અને સમાજને ઉદાહરણ પુરુ પાડે છે. ત્યારે આજે આવી જ એક કહાની વિશે વાત કરવી છે કે જેનું સમાજ આજે ઉદાહરણ આપી રહ્યો છે. આ વાત છે વડોદરા શહેરની. વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામ આવેલું છે. આ ગામમાં રહેતી યુવતી અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચન કરેલા રોલ જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય રહી છે. આ પ્રોજેરિયા પીડિત અંજના પરમાર આજે ચર્ચામાં છે કારણ કે, આજે તેણે મતદાન કર્યું હતું.

વિગતે વાત કરીએ તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 2014માં લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ નંદેસરી ગામમાં રહેતી પ્રોજેરિયા પીડિત અંજના પરમારને દત્તક લીધી હતી હોવાની વાત અગાઉ સામે આવી હતી. તાજેતરમાં મળતી માહિતી મુજબ, આ યુવતીને સાંસદ રંજનબેન દ્વારા દત્તક લીધા બાદ રંજનબેને દત્તક લીધેલી દીકરી અંજના પરમારને તરછોડી દીધી હતી.જાણવાં મળ્યું છે કે, સાંસદ સભ્યએ તરછોડી હોવા છતાં અંજના હિંમત હારી અને બેસી જતી નથી. આમ તો દત્તક લીધાની વાત 6 વર્ષ પહેલાંની છે, દીકરીને દત્તક લીધી, ત્યારે રંજનબેન ભટ્ટે અંજનાને 4 જોડી કપડા અને 500 રૂપિયા આપ્યા હતા. પરંતું ત્યારબાદ એક પણ વખત રંજનબેન ભટ્ટ દત્તક દીકરીને મળવા માટે ગયા નથી. કે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી.

અંજનાની માતા કોકિલાબેન આ બાબતે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સાંસદ રંજનબેન ભટ્ટે મારી દીકરીને દત્તક લીધી હતી, ત્યારે એમને ઘણી ખુશી થઇ હતી. તેના ભવિષ્યમાં તે કંઇક વિકાસ કરી પોતાનાં પગભર થઈ શકે તે માટે એમને આશા બંધાઈ હતી. પરંતુ હવે પરિસ્થિતિ સાવ વિપરીત હતી, કોઈ મદદ કરવાની વાત તો દૂર પણ સાંસદ દ્વારા તેની હાલત કે બાકી કઈ પણ ક્યારેય પૂછવામાં આવ્યું નથી. ચૂંટણી સમયે તેઓ એક વખત આવ્યા હતા અને તે પછી ફરી ક્યારેય તેઓ દેખાયા પણ નથી. સાંસદના આવા વલણથી અંજનાના પરિવારજનો ઘણાં નારાજ છે વધારે વાત કરતાં અંજના પરમારે જણાવ્યું હતું કે, આજે ફરી એક વખત ચૂંટણીનો સમય આવ્યો છે. અત્યાર સુધીની ચૂંટણીમાં અંજના નિયમિત રીતે મતદાન કરતી રહેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે અંજનાએ આજે પાંચમી વખત અંજનાએ મતદાન કર્યું છે અને મને મતદાન કર્યાં પછી અંજના ઘણી ખુશ લાગી રહી છે.
અંજના કહે છે કે, દેશની લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન તો અવશ્ય કરવુ જોઇએ. હું દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે અચૂક જાઉ છું. અને હું રાજ્યના તમામ મતદારોને પોતાનો કિંમતી મત આપવા માટે પણ અપીલ પણ કરૂ છું.

અંજના વિશેની તમામ માહિતીની વાત કરીએ તો, અંજના વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી છે. અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચને કરેલા રોલની જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય છે. અંજના તેના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહે છે.

અંજનાના પિતા નંદેસરી GIDCમાં માત્ર 5 હજાર રૂપિયા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. અંજનાના પરિવારની હાલત ઘણી કફોડી છે.પરિવારનું કહેવું છે કે, સાંસદે અંજનાને દત્તક લીધા પછી દીકરીને યોગ્ય સારવાર અને મદદ મળશે તેવી તેમને ઘણી આશા જાગી હતી, પરંતુ, આવું કશું થયું નહીં , આ બધી ફક્ત વાતો જ બનીને રહી ગઈ. ચૂંટણી પૂરીને ખેલ ખતમ જેવું થઈને રહી ગયું. દત્તક લીધા પછી સાંસદે ક્યારેય પાછું વળીને જોયું પણ નથી અને દત્તક દીકરીને મળવા માટે 6 વર્ષમાં ક્યારેય સમય કાઢ્યો નહોતો.

ત્યારે હવે ફરી એકવાર નેતાની નેતાગીરી પાયાવિહોણી સાબિત થઈ હતી. આ કહાની સાંભળીને આજુબાજુના લોકોએ સાંસદ પર ફિટકાર પણ વરસાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!