ક્યાંક ઉંઘ કરવાનાં તો ક્યાંક રોવોના, અમુક જગ્યાએ તો ટ્રેનમાં ધક્કામુકી કરવાના પણ મળે છે પૈસા, જાણો અજીબ નોકરી વિશે

ખોરાક, કપડા અને ઘર કોઈ પણ મનુષ્ય માટે સૌથી મહત્વની ચીજો છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને રોજગારની જરૂર છે. રોજગારની શોધમાં ઘણા લોકો ઘર, શહેરો અને દેશ પણ છોડી દે છે. કેટલાક લોકો ધોમ તડકામાંમાં કામ કરે છે જ્યારે કેટલાક લોકો મોટી ફેક્ટરીઓ અને કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

image source

રોજગાર દ્વારા માણસ પૈસા કમાય છે એટલું જ નહીં પણ પોતાનો વિકાસ પણ કરે છે. અલગ અલગ કામ માટે દેશ અને વિદેશમાં અનેક પ્રકારની જોબ ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને આ લેખ દ્વારા કેટલીક આવી નોકરીઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

સાપનું ઝેર કાઢવાની નોકરી:

image source

ઝેરી સાપનું ઝેર કાઢવું અને તેને એકત્ર કરવું એ કોઈ સરળ કાર્ય નથી. પરંતુ આ માટે લોકોને નોકરી મળે છે. આ કામ કરતા લોકોએ સાપનું ઝેર એક બરણીમાં ભેગું કરને રાખવાનું હોય છે. આ ઝેરનો ઉપયોગ ઘણી પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.

રોવાની નોકરી:

image source

આવી નોકરી માત્ર વિદેશમાં જ નહીં પણ ભારતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આવી નોકરીમાં મહિલાઓને રાખવામાં આવે છે જે રડવાનું કામ કરે છે. જ્યારે કોઈ જગ્યાએ શોકની ઘટના બની હોય ત્યારે આ તેમને કોઈના ઘરે બોલાવવામાં આવે છે અને રડવા માટે પૈસા આપવામાં આવે છે.

કૂતરોનાં ખોરાક ચાખીને પરીક્ષણ કરવાની નોકરી:

image source

તમને આ કામ વિશે જાણીને થોડું વિચિત્ર લાગશે. જાણવા મળ્યું છે કે ડોગ ફૂડ કંપનીઓ બનેલી પ્રોડક્ટને ચકાસવા માટે લોકોને ભાડે રાખે છે. કૂતરાના ફૂડ ટેસ્ટરમાં કામ કરતા કર્મચારીઓએ બનાવેલ પ્રોડક્ટનું ચાખીને તેનો સ્વાદ કેવો છે તે વિશે જણાવવાનું હોય છે.

સૂવાની નોકરી:

image source

ઘણા દેશોમાં લોકોને ઉંઘ કરવાની નોકરી આપવામાં આવે છે. આ લોકોને ફક્ત સૂવાનું જ હોય છે અને તેના બદલામાં તેમને સારા પૈસા મળે છે. કેટલીકવાર સંશોધન કરનારા લોકો પણ આવા લોકોને ભાડે રાખે છે. મળતી માહિતી મુજબ એકવાર ફિનલેન્ડની એક હોટલમાં આ માટે પ્રોફેશનલ લોકોની રાખવામાં આવ્યા હતા અને કારણ કે તેમને હોટલમાં રહેલા બેડમાં વ્યક્તિ કેટલું કંફરટેબલ રહે છે તે વિશે માહિતી મેળવવી હતી.

ટ્રેનમાં ધક્કામુક્કી કરવાની નોકરી:

image source

મળતી માહિતી મુજબ જાપાનમાં એક એવી પણ નોકરી છે જેમાં સ્ટાફને ટ્રેન આગળ ચાલુ કરવી પડે છે. અહીં ટ્રેનમાં લોકોની ભારે ભીડ રહે છે જેના કારણે ઘણી વખત ટ્રેનના દરવાજા બંધ થતા નથી. આ નોકરી માટે નિયુક્ત લોકો ભીડને બહારથી ધક્કો આપીને ટ્રેનના દરવાજા બંધ કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *