સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિના જાતકોએ રાખવી શાંતિ, જાણો અન્ય રાશિ માટે શું કહે છે રાશિફળ

સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિના જાતકોએ રાખવી શાંતિ, જાણો અન્ય રાશિ માટે શું કહે છે રાશિફળ

મેષ- સપ્તાહમાં માનસિક અશાંતિ થઈ શકે છે. વેપારી વર્ગને સાવધાની સાથે કામ કરવાની જરૂર રહેશે. જો તમે હોટલ અથવા રેસ્ટોરન્ટના વ્યવસાયમાં છો તો દિવસ સારો રહેશે. જો ધંધામાં પરિવર્તન લાવવાનો વિચાર કરો છો તો નવા વર્ષથી પ્રારંભથી વિચાર પર અલમ કરવાનું વધુ સારું રહેશે. માતાપિતાએ તેમના નાના બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારે તેમને નૈતિક શિક્ષણ આપવું જરૂરી છે તેનાથી તેમના વધુ સારા ભવિષ્યનું નિર્માણ થશે. કામને લટકાવવાની અથવા ભૂલી જવાની ટેવમાં સુધારો કરવાની જરૂર છે, આ માટે ધ્યાનની મદદ લેવી જોઈએ, કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ રહેશે. જેઓ કુંવારા છે તેમના માટે સારા સંબંધનો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.

વૃષભ – આ સપ્તાહ દરમિયાન જો આત્મવિશ્વાસ ઓછો થતો જોવા મળે તો ધીરજ રાખો. તમે ટીમ વર્કમાં કામ કરીને સારા પરિણામ મેળવી શકો છો. જો કોઈ સાથીદાર સાથે કોઈ મતભેદ થયો છે તો તેને દૂર કરો. શરુઆત સિવાય બાકીના દિવસોમાં ઓફિસમાં સ્થિતિ સામાન્ય રહેશે. વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોએ ગ્રાહકો સાથે સૌમ્ય રહેવાની જરૂર છે, ચર્ચામાંથી વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લઈને તકલીફ થઈ શકે છે. આજે પેટમાં દુ:ખાવો અથવા સ્લિપ ડિસ્ક જેવી સમસ્યાઓ આવી શકે છે. જો કોઈ મિત્ર નકારાત્મક વિચારો ધરાવે છે તો પછી તેનાથી અંતર રાખો. નહીં તો તમારા મનમાં પણ નકારાત્મકતા વધશે. જો જમીન કે મકાન સંબંધિત કોઈ જૂનો વિવાદ હોય તો તે ટૂંક સમયમાં સમાપ્ત થતો જોવા મળશે.

મિથુન- આ સપ્તાહમાં તમારું સારું કે ખરાબ બંને પ્રકારનું વર્તન તમારા પરિવાર અને તમારી કારકિર્દી બંનેને અસર કરશે. ઘર અને બહારથી કામ કરવાથી તણાવ વધશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે કામ પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમારે ધીરજ રાખવાની જરૂર રહેશે. વેપારીઓને તેમની વર્તણૂકમાં સંયમ રાખવો પડશે. યુવાનોને તેમનો કિંમતી સમય બગાડવા દેવો નહીં. વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ વિષયોનું પુનરાવર્તન ચાલુ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં નરમી આવી શકે છે જેના લીધે ઘરેથી બિનજરૂરી બહાર જવાનું ટાળો. જો પરિવારની આર્થિક સ્થિતિ કથળી રહી છે, તો પછી દરેકને આવકના નવા માધ્યમો શોધવા પ્રયત્નો કરવા જોઈએ.

કર્ક – આ સપ્તાહમાં બીજાને સાંભળવાની જગ્યાએ તમારા મનની વાત સાંભળો અને તેના પરથી નિર્ણય લો. સ્વાસ્થ્ય માટે ક્રોધ અથવા ચીડિયાપણું સારું નથી. સ્વભાવમાં નમ્રતા અને થોડી શાંતિ રાખવાની જરૂર છે. સરકારી કામમાં આવતા વિઘ્નો ટૂંક સમયમાં દૂર થશે. તમારા માટે સમય અનુકૂળ બની જશે. નોકરી કરતા લોકોએ બહુવિધ કાર્યો કરવા પડશે. યુવાનોના શિક્ષણના ખર્ચમાં વધારો થવાના કારણે માનસિક તાણ વધી શકે છે. જે વેપારીઓ ઇલેક્ટ્રોનિક માલની લે-વેંચ કરે છે તેમણે સાવચેત રહેવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સપ્તાહ મધ્યમ છે. તમારા પગની સંભાળ રાખો, ઈજા થવાની સંભાવના છે. પારિવારિક બાબતોમાં દરેકના અભિપ્રાયને મહત્વ આપો. મોટા નિર્ણયો પર દરેકનો અભિપ્રાય લેવો ફાયદાકારક રહેશે.

સિંહ – આ સપ્તાહમાં તમે બનાવેલા નિયમો અને કાયદાઓનું પાલન કરવું તમારા માટે ફરજિયાત રહેશે. તમારી બેદરકારીથી આર્થિક નુકસાની થઈ શકે છે. સ્વભાવમાં સંયમ અને વાણીમાં નમ્રતા જાળવવાની જરૂર છે. જે લોકો પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે મુશ્કેલીભર્યો સમય રહેશે. લાભના લોભમાં કોઈ ઉતાવળભર્યું પગલું ભરવું યોગ્ય નથી. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ થોડા સભાન રહેવું જોઈએ. અચાનક ઠંડીમાં વધારો થઈ જતા આરોગ્ય ખરાબ થઈ શકે છે. સબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. જો કોઈ જૂનો વિવાદ હોય તો તેમાં પણ સમાધાન થવાની સંભાવના છે.

કન્યા- આ સપ્તાહમાં પોતાની જાતને સકારાત્મક રાખીને નકારાત્મક વિચારોથી અંતર રાખવું પડશે. કાર્યસ્થળ પર સાથીઓના કામમાં દખલ કરવાનું ટાળો. વધતા જતા વિવાદોને કોઈપણ સ્થિતિમાં પ્રોત્સાહન પુરુ ન પાડો. વિવાદપૂર્ણ મુદ્દાઓને વાતચીતથી હલ કરવાનો પ્રયાસ કરો. ઇલેક્ટ્રોનિક સામાનના સારા વેચાણથી છૂટક વેપારીઓને સારો નફો મળશે. યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની ગુપ્ત બાબતો કોઈની સાથે શેર ન કરે. વિદ્યાર્થીઓએ મુશ્કેલ વિષયોમાં મહેનત વધારવી પડશે. સ્વાસ્થ્યને લઇને જો પેટમાં કોઈ સમસ્યા હોય તો સાવધાન રહેવું. પારિવારિક વાદ-વિવાદના કારણે પરિસ્થિતિઓ મુશ્કેલ બનશે, તેથી તેને સમજદારીપૂર્વક હલ કરો.

તુલા- આ સપ્તાહમાં વધુ પડતું લાગણીશીલ થવું નહીં. ક્રોધનો ત્યાગ કરવો જોઇએ અને માનસિક દૃઢતા સાથે કાર્યોમાં સામેલ થવું જરૂરી છે, ઓફિસના સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઈ જશે. ધંધામાં પણ સારો નફો થતો જણાય છે. ઉદ્યોગપતિઓએ મોટા રોકાણ માટે યોજના બનાવવી જોઈએ. યુવકોએ મિત્રો સાથે સમજી વિચારીને વાત કરવી જોઈએ. આરોગ્યના મુદ્દાઓ પર ધ્યાન આપો, પેટ સંબંધિત રોગો આવી શકે છે. બેદરકારી મોંઘી પડી શકે છે. તમારે આહાર સંતુલિત કરવો પડશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણની યોજના કરી રહ્યા છો તો જમીન વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. વૈવાહિક સંબંધો સુધરશે. તમારા જીવનસાથીનો આદર કરો અને તેમને તમારા નિર્ણયમાં શામેલ કરો.

વૃશ્ચિક- આજે તમારા સર્જનાત્મક કાર્ય ધ્યાનમાં લેવામાં આવશે, તેથી નવા પ્રોજેક્ટ્સના પ્લાનિંગ અને અમલ અંગે ગંભીરતા દાખવવી જરૂરી છે. નોકરી સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે. લાકડા અને વેસ્ટ મટિરિયલના વેપારીઓએ નાણાકીય વ્યવહાર માટે જાગૃત રહેવું પડશે. દસ્તાવેજો અને એકાઉન્ટ્સમાં પારદર્શિતા રાખવી. કાનૂની મુદ્દાઓથી બચીને રહેજો. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ યુવાનોને આર્થિક દંડ ભોગવવો પડી શકે છે. બદલાતા હવામાનથી બીમાર થઈ શકો છો, પહેલાથી બીમાર હોય તેવા દર્દી સાવધાની સાથે નિયમિત દવા લેવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે કે રમતી વખતે સાવચેત રહો. ગંભીર ઈજા થવાની સંભાવના છે. તમારા પર આ સપ્તાહમાં મોટી જવાબદારી આવે તેવી સંભાવના છે. આત્મવિશ્વાસ રાખો.

ધન- આ સપ્તાહમાં પોતાના પર ખૂબ સંયમ રાખવાની જરૂર છે. ગંભીર મુદ્દાઓ પર નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લો. જો તમને કોઈ કામ માટે લોનની જરૂર હોય તો થોડો સમય રાહ જોવી ફાયદાકારક રહેશે. અત્યારે પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ નથી. સપ્તાહ દરમિયાન કાર્યસ્થળ પર કામનું દબાણ ઘટશે, જેની અસર તરીકે તાણ પણ ઘટશે. વેપારીઓ માટે નફો મેળવવા માટે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. યુવાનોએ મિત્રો પ્રત્યે સાવધ રહેવું. સ્વાસ્થ્યમાં ગડબડ થવાની સંભાવના છે, ઘરના વડીલો સાથે વાત કરી તેની સલાહ અનુસાર ચાલવું.

મકર- આ સપ્તાહ દરમિયાન તમારું પોતાનું મૂલ્યાંકન તમારી ક્ષમતા અને ભવિષ્ય માટે સકારાત્મક પરિણામ આપશે. કાર્યસ્થળ પર તમારી પીઠ પાછળ કેટલાક લોકો બોસને તમારી ફરિયાદ કરી શકે છે અથવા ટીકા કરી શકે છે. વેપારીઓ આર્થિક વ્યવહાર અંગે જાગૃત હોવા જોઈએ. યુવાવર્ગ માટે સમય મિશ્રફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ પણ પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ ટેન્શન લેવાનું ટાળો. બહારના ખોરાક અને તેલ અથવા મસાલાવાળું ભોજન લેવાનું ટાળવાનું વધુ સારું રહેશે. માતાપિતાએ બાળકોની જીદ પર કાબૂ રાખવો પડશે. પરિવાર પ્રત્યેની જવાબદારીની ભાવનાથી દરેકને સહકાર આપો.

કુંભ – સપ્તાહ દરમિયાન મનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાની સંભાવના છે. ઓફિસમાં લાંબા સમયથી ચાલતી સરકારી કામગીરી હવે સરળતાથી પૂર્ણ થઈ જશે. ધંધામાં વધારે જોખમ લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. યુવાનો સ્પર્ધાની દ્રષ્ટિએ પોતાને અપડેટ કરવાના છે. વિદ્યાર્થીઓએ પણ નિર્ણયો લેતા પહેલા પરિવારના સભ્યોની સંમતિ લેવી જોઈએ. સ્વાસ્થ્ય પ્રત્યે થોડીક ગંભીરતા બતાવવાની જરૂર છે. બીમાર વ્યક્તિઓએ દવા કે રૂટીનમાં બેદરકારી દાખવવી જોઈએ નહીં. સાસરિયાઓની સાથે સંબંધ સારો રાખો. જીવનસાથી સાથે થતા મતભેદોથી રાહત મળે તેવી સંભાવના છે. તમે ઘરે પૂજાનું યોજના કરી શકો છો.

મીન – આ સપ્તાહ ભાગ્યની શક્તિ અને મનની ઉમંગ દર્શાવે છે. તમારા તમામ કામો જોવામાં આવી રહ્યા છે. ઓફિસમાં ભાવિ કાર્યોની યોજનાઓ માટે મીટિંગો યોજાશે, જેમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. સંપૂર્ણ તૈયારી સાથે કામગીરી વિશે ગંભીરતા બતાવો. ધ્યાનમાં રાખો કે તમારે કોઈની સાથે કઠોરતા સાથે વાત કરવાની જરૂર નથી, સંયમિત ભાષાનો ઉપયોગ તમારા માટે આ જ ફાયદાકારક રહેશે. આહારમાં બેદરકારી સારી બાબત નથી, તે અચાનક તમારું આરોગ્ય ખરાબ કરી શકે છે. માતૃપક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. બહેનોની શુભેચ્છાઓ અને આશીર્વાદ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ