ટોક્યો ઓલમ્પિકમાં ભારતની વીનેશ ફોગાટ અને સોનમ મલિકે કર્યું ગેરવર્તન, WFI એ માંગ્યો ખુલાસો

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે સ્ટાર રેસલર વીનેશ ફોગાટને અસ્થાયી રુઓએ સસ્પેન્ડ કરી દીધી છે. તેના પર ટોક્યો ઓલમ્પિક દરમુયન અનુસાશનહીનતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વીનેશ સિવાય સોનમ મલિકને પણ નોટિસ આપવામાં આવી છે. બન્ને રેસલર ટોક્યો ઓલમ્પિકમાં કોઈ ખાસ પ્રભાવ નહોતી દેખાડી શકી.

image soucre

વીનેશ ફોગાટ ટોક્યો ઓલમ્પિકમાં મેડલ માટે સક્ષમ ખેલાડી માનવામાં આવી હતી પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તે ક્વાર્ટર ફાઇનલમાં જ બહાર થઈ ગઈ હતી. વિશ્વની નંબર 1 પહેલવાન વીનેશ ફોગાટને મહિલાઓના 53 કિલોગ્રામ ભાર વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી હતી. વીનેશને બેલારુસની પહેલવાન વેનેસા કલાડજીંસ્કાયાએ હરાવી હતી.

image soucre

WFI એ વીનેશ ફોગાટને 16 ઓગસ્ટ સુધીમાં નોટીસનો જવાબ આપવા જણાવ્યું છે. વીનેશ ફોગાટ ટોક્યો ઓલમ્પિક પહેલા હંગરીમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને ત્યાંથી તે સીધી ટોક્યો પહોંચી હતી. ત્યાં પહોંચીને વીનેશે બાકી ખેલાડીઓની જેમ રમત ગામમાં રહીને અને અન્ય રેસલર સાથે પ્રેક્ટિસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન વીનેશ સાથે તેના કોચ વોલર અકોસ પણ તેની સાથે હતા.

ટોક્યો ઓલમ્પિકમાં ગેરવર્તન

image soucre

વીનેશે ભારતીય દળના સ્પોન્સર શિવ નરેશના નામની જગ્યાએ નાઇકીના બનેલા કપડાં પોતાની બાઉટમાં પહેર્યા હતા. WFI ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અનુસાશનહીનતા છે. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે કોઈપણ રાષ્ટ્રીય અને ઘરેલુ રેસલિંગ ઇવેન્ટમાં ત્યાં સુધી ભાગ નહી લઈ શકે જ્યાં સુધી તેમના પર લગાવવામાં આવેલ આરોપનો ફેડરેશનને જવાબ નથી આપી દેતા. તેના જવાબ બાદ જ ફેડરેશન અંતિમ નિર્ણય જણાવશે.

અમુક સુત્રોનું એમ પણ કહેવું છે કે વીનેશ ફોગાટએ ટોકયોમાં એ જાણીને તમાશો કર્યો હતો કે તેને ટીમના અન્ય રેસલર સોનમ મલિક, અંશુ મલિક ઔક સીમા બેસલા પાસે રૂમ આપવામાં આવ્યો છે. વીનેશનું કહેવું હતુ કે આ ખેલાડી ભારતથી આવ્યા હતા એટલે વીનેશને તેમનાથી કોરોના થવાનું જોખમ છે. એ સિવાય જ્યારે તેનો ટ્રેનિંગ શેડ્યુલ અન્ય ભારતીય ખેલાડી સાથે થયો તો તેણે પ્રેક્ટિસ જ ન કરી.

image soucre

સોનમ મલિકના વર્તનથી પણ નારાજ છે WFI
વીનેશ ફોગાટ સિવાય સોનમ મલિકને પણ ગેરવર્તન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. સોનમ મલિકને કહેવામાં આવ્યું હતું કે તેઓ અથવા તેના પરીવારમાંથી કોઈ ફેડરેશન ઓફિસેથી પાસપોર્ટ લઈ જાય. જો કે સોનમે સાઈના અધિકારીઓને પાસપોર્ટ લાવવાનું કહ્યું હતું જે રેસલિંગ ફેડરેશનને નહોતું ગમ્યું. સોનમ પણ મેડલ વિના ઓલમ્પિકમાંથી પરત ફરી હતી. ફેડરેશનના કહેવા મુજબ ખેલાડી પોતાને મોટા સ્ટાર સમજવા લાગ્યા છે અને તેનામાં ઘમંડ આવી ગયો છે.