ખેડૂતભાઈઓ માટે સૌથી મોટા સમાચાર, દર મહિને ખાતામાં જમા થશે 5000

જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના અને જાણવા જરૂરી છે. કારણ કે હવે પીએમ કિસાન ખાતાધારકોને વર્ષભરમાં 6000 ઉપરાંત પણ દર મહિને વધારાના 3 હજાર રૂપિયા મળશે. આ લાભ લેવા માટે ખેડૂતોએ સીધા જ જવું પડશે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત પોતાના નામની નોંધણી કરાવવા. આ કામ કરવા માટે તમારે કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. પેન્શન યોજના હેઠળ જરૂરી અંદાન પણ સમ્માન નિધિ હેઠળ આવતી સરકારી મદદમાંથી કપાઈ જશે.

image soucre

તેનાથી લાભ એ થશે કે ખેડૂતોને દર 4 મહિનામાં 2000 રૂપિયાના હપ્તા સાથે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પણ મંથલી પેન્શન તરીકે મળશે. પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ www.pmkisan.gov.in પર આ યોજના વિશેની તમામ જાણકારી આપવામાં આવી છે.

image soucre

આ યોજના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તરફથી શરુ કરવામાં આવી છે. ખેડૂતો સાથે સંબંધિત આ મોટી યોજના છે અને સરકારના પ્રયત્ન છે કે દરેક ખેડૂતે તેનો લાભ લેવો જોઈએ. જેથી તે ખેતીમાં સંકટના સમયને ખતમ કરી શકે. આ યોજના હેઠળ સરકાર ગરીબ ખેડૂતોને વર્ષમાં 3 વખત ફાઈનેશિયલ હેલ્પ કરે છે. પીએમ કિસાન સમ્માન નિધિ માં 3 હપ્તામાં ખેડૂતોને 6 હજાર રૂપિયાની મદદ મળે છે. આ સિવાય પીએમ કિસાન યોજનામાં ખાતું હોવાના અન્ય ઘણા લાભ પણ છે.

image soucre

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના પીએમ કિસાન માનધન યોજના છે. જે હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને પેંશન આપવાનું પ્રાવધાન છે. આ યોજનામાં 18થી 40 વર્ષ સુધીના ખેડૂતો ભાગ લઈ શકે છે. જેનાથી ઉંમરના હિસાબે માસિક આંશદાન કરી 60 વર્ષની ઉંમર પછી ખેડૂતને 3000 રૂપિયા મહિને અથવા તો 36000 રૂપિયા વર્ષે પેન્શન મળશે. તેના માટે અંશદાન 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક હોય છે. આ રકમ ખાતાધારકની ઉંમર પર આધાર રાખે છે.

કેટલો મળે છે લાભ ?

image source

પીએમ કિસાન હેઠળ સરકાર ગરીબ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયા આપે છે જે 3 હપ્તામાં વાર્ષિક 6000 થાય છે. આ સાથે જ ખાતાધારક જો પેન્શન સ્કીમમાં ભાગ લે છે અને પોતાનું નામ રજિસ્ટર કરાવે છે તો તેને 2 વિકલ્પ મળે છે. પેંશન સ્કીમમાં દર મહિને કપાવાની રકમ સરકાર દ્વારા અપાતી 6000ની રકમમાંથી કપાઈ જશે.

image soucre

જેમાં ઓછામાં ઓછા 55 અને વધુમાં વધુ 200 રૂપિયા મહિનાનું યોગદાન જરૂરી છે. આ મુજબ વધુમાં વધુ 2400 અને ઓછામાં ઓછા 660 રૂપિયા ખાતામાં જમા કરવા પડશે. જો વધુમાં વધુ 2400 રૂપિયા તમારા ખાતામાંથી જશે તો સમ્માન નિધિ હેઠળ 3600 રૂપિયા તમારા ખાતામાં વધશે. જ્યારે 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાના વધારાના પેન્શનનો લાભ મળશે. આ સાથે જ સમ્માન નિધિના 2000 તો મળતા જ રહેશે. આમ તમને 60 વર્ષની ઉંમર પછી કુલ 42000નો વર્ષે ફાયદો થશે.