રાજની જેમ શર્લિને પણ બનાવી હતી પોતાની એપ, પુછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના કેસમાં ગત 19 જુલાઈથી જેલની હવા ખાઈ રહ્યા છે. રાજ ધરપકડ બાદથી પોલીસ રિમાંડમાં રહ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં જાણવા એમ પણ મળ્યું છે કે પોલીસને કેટલાક મહત્વના પુરાવા પણ મળ્યા છે. પોર્નોગ્રાફી કેસમાં હવે વધુ એક અભિનેત્રીને ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાની પુછપરછ થવાની છે.

image soucre

શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા પર કેટલાક ગંભીર આરોપ મુક્યા છે. આ કેસમાં હવે સામે આવ્યું છે કે ક્રાઈમ બ્રાંચ શર્લિન ચોપડાની પુછપરછ કરવા જઈ રહી છે. પોલીસે તેને પુછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું છે.

image soucre

પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડાની પહેલા પણ પોલીસ પુછપરછ કરી ચુકી છે. એક્ટ્રેસનો દાવો છે કે આ કેસમાં સૌથી પહેલા પોલીસ સમક્ષ તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હવે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ફરી એકવાર મુંબઈ ક્રાઈમ બ્રાંચ શર્લિન ચોપડાની પુછપરછ કરવા જઈ રહી છે. અનુમાન છે કે આ પુછપરછ બાદ આ મામલે વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

આ અંગે સામે આવેલી જાણકારી અનુસાર મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે અભિનેત્રી શર્લિન ચોપડાને સમન્સ પાઠવ્યું છે અને તેની પુછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહ્યું છે એટલે કે શર્લિન ચોપડા આજે ક્રાઈમ બ્રાંચના પ્રશ્નોના જવાબ આપવા માટે હાજપ થશે.

image soucre

શર્લિન ચોપડા પણ આ વાત જાણતી હતી કે તેની પુછપરછ આ કેસમાં થવાની જ છે. તેથી તેણે પોતાની પણ પુછપરછ બાદ ધરપકડ કરી લેવામાં ન આવે તે વાતને ધ્યાનમાં રાખી કોર્ટમાં પહેલાથી જ આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી. જો કે આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

image soucre

જણાવી દઈએ કે પૂનમ પાંડેએ રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો ત્યારબાદ શર્લિન ચોપડાએ આરોપ લગાવ્યો હતો કે તેને એડલ્ટ ઈંડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા જ છે. મહારાષ્ટ્ર સાયબર સેલને શર્લિન આપેલા નિવેદનમાં તેણે ખુલાસો કર્યો હતો કે દરેક પ્રોજેક્ટ માટે તેને 30 લાખનું પેમેન્ટ મળતું હતું. શર્લિનના જણાવ્યાનુસાર તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. આ સમયે શર્લિને પોલીસ સમક્ષ રાજ કુંદ્રાનું નામ લીધું હતું.

image soucre

શર્લિનને જ્યારે ખબર પડી કે તેને કરાર અનુસાર પેમેન્ટ નથી મળી રહ્યું ત્યારે તેણે એક વર્ષ પછી કરાર પૂર્ણ કરી દેવા કહ્યું હતું. ત્યારબાદ શર્લિને પોતાની એપ બનાવી જે થોડા મહિના સુધી સારી ચાલી હતી. પરંતુ ઓગસ્ટ 2020માં તેનુ કંટેંટ પાયરેટેડ થવા લાગ્યું જેની તેણે ફરિયાદ નોંધાવી હતી.