બોલિવૂડના આ સિતારાઓને આજ સુધી નથી મળી બીજી કોઇ ફિલ્મની ઓફર, પહેલી જ ફિલ્મમાં થઇ ગયુ પપલુ

ફિલ્મ જગત જેટલું મનમોહક લાગે છે એનાથી વધુ મહેનત માંગી લેતું ક્ષેત્ર છે આ, અહી જરૂરી નથી હોતું કે તમે ફિલ્મમાં દેખાયા પછી સુપરસ્ટાર પણ બની શકશો. અહી એવી કોઈ ગેરંટી કે વોરંટી નથી.

image source

હાલમાં જ જ્યારે બોલીવુડમાં ગૃપીઝમ અને નેપોટીઝમને લઈને ચર્ચાઓ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે અમે આપને કેટલાક એવા સ્ટાર કીડ્ઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ માત્ર પહેલી ફિલ્મ કરીને જ હંમેશા માટે બોલીવુડમાં દેખાતા બંધ થઇ ગયા. કેટલાક એવા સ્ટાર જે પોતાની પ્રથમ ફ્લોપ ફિલ્મ પછી બીજી ફિલ્મ પણ મેળવી શક્યા નથી.

આપને જણાવી દઈએ કે ફિલ્મ જગત એ જેટલું રંગીન છે, એટલી જ મહેનત માંગી લેતું ક્ષેત્ર પણ છે. અહી અનેક સ્ટાર છવાઈ ગયા છે અને અનેકો ખોવાઈ પણ ગયા છે. ઘણા લોકોએ પોતાની મહેનત વડે પોતાનું એક સ્થાન બનાવ્યું છે, જો કે કેટલાક એવા લોકો પણ છે જેમને એકથી બીજો અવસર પણ મળી શક્યો નથી. આજે કેટલાક એવા જ સ્ટાર વિશે વાત કરીએ જેમણે પ્રથમ ફિલ સાથે જ પોતાની કારકિર્દીને અસ્ત થતા જોઈ છે.

ટીના આહુજા

image source

ટીના આહુજા એ હાસ્યના સમ્રાટ એવા બોલીવુડ સ્ટાર ગોવિંદાની દીકરી છે. ટીનાએ પોતાના કરિયરની શરૂઆત 2015માં આવેલ ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ દ્વારા શરુ કરવાનો પ્રયત્ન જરૂર કર્યો હતો. પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને આ ફિલ્મના ફ્લોપ થવા સાથે જ ટીના અહુજાનું ફિલ્મી કરિયર પણ સંપૂર્ણ પણે બ્લોક જ રહ્યું છે. આ ફિલ્મ એમની પ્રથમ અને અંતિમ ફિલ્મ રહી છે.

સનાહ કપૂર

image source

સનાહ કપૂર એ બોલીવુડના કબીરખાન તરીકે પ્રખ્યાત થયેલા શહીદ કપૂરની બહેન છે. સનાહ કપૂરે પોતાના ફિલ્મી કારકીર્દીની શરૂઆત 2015માં આવેલ શાનદાર ફિલ્મ દ્વારા કરી હતી. જો કે એમને ત્યારબાદ ખાસ કોઈ ફિલ્મો મળી શકી નથી. આ ફિલ્મમાં તેઓ શહીદ કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળી હતી.

શાદાબ ખાન

image source

વીતેલા સમયના ફિલ્મી સુપર સ્ટાર એવા અમજદ ખાનના પુત્ર શાદાબ ખાને વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે એમની આ દેબ્યું ફિલ્મને અત્યારે ૨૪ વર્ષ થઇ ચુક્યા છે. તેમ છતાં આજ સુધી એમને બીજી કોઈ ફિલ્મની ઓફર મળી નથી. અમજદ ખાનના પુત્ર પિતાની જેમ પોતાના અભિનયનું ઘેલું દર્શકોને લગાડી શક્યા નથી. પરિણામે એમની કારકિર્દી એક ફિલ્મમાં જ સમેટાઈને રહી ગઈ છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત