બોલીવૂડની આ અભિનેત્રી આ દિવસોમાં રણબીર કપૂરના પોસ્ટરને એક વાર નહિં પણ જોતી હતી વારંવાર, કારણ છે ખરેખર જાણવા જેવું

બોલીવૂડે આપણા જીવન પર ખૂબ મોટો પ્રભાવ છોડ્યો છે. ખાસ કરીને આપણા દેખાવ આપણા વસ્ત્રો તેમજ આપણી વિચારણાઓ પર તેનો ઘણો પ્રભાવ રહ્યો છે. આપણને આપણા ફેવરિટ સ્ટાર્સ એટલી હદે પસંદ હોય છે કે તેમના વિષે કોઈ જો કંઈક પણ આડુ બોલે તો આપણે તરત જ ઝઘડવા માંડીએ છીએ.

image source

પણ આપણા જેવા સામાન્ય લોકો જ માત્ર બોલીવૂડ સ્ટાર્સના ફેન નથી હોતા પણ. બોલીવૂડ સ્ટાર્સ પણ પોતાના ભૂતકાળમાં જે-તે સમયના સુપર સ્ટાર્સના મોટા ફેન રહી ચુક્યા હોય છે અને જ્યારે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશે છે અને તેમની સાથે તેમને મળવાનો તેમની સાથે કામ કરવાનો અવસર મળે છે ત્યારે તેઓ અભિભૂત થઈ જાય છે.

image source

આજે અમે તમને બોલીવૂડની એવી સુંદર અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના શાળાના દિવોસમાં રણબીર કપૂરના પોસ્ટરને વળી-વળને જોતી રહેતી હતી.

અમે જે અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ બોલીવૂડની સુંદર અને હૉટ અભિનેત્રી દિશા પટાની છે. તમને જણાવી દઈએ કે દિશા પટાનીને બોલીવૂડની ફિટનેસ ક્વીન તરીકે જોવામાં આવે છે. દિશાએ એમએસ ધોનીઃ ધ ઇનટોલ્ડ સ્ટોરી દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તેને ઓળખ મળી હતી. આ ઉપરાંત તેણી સાઉથ ઇન્ડિયાની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી
છે.

image source

રણબીર કપૂરના તે પોસ્ટરોને દિશા વારં-વાર વળી વળીને જોતી હતી અને ત્યાં સુધી જોતી હતી જ્યાં  સુધી તે પોસ્ટર દેખાવાના બંધ ન થઈ જાય. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની હાલની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ તેની એક મોટી ફેન રહી ચૂકી છે. તેણી જ્યારે ફિલ્મોમાં પણ નહોતી આવી ત્યારથી રણબીર તેનો ક્રશ રહ્યો છે. અને આજે જ્યારે તેણી તેની ગર્લફ્રેન્ડ છે ત્યારે તેણી સાતમા આકાશમાં છે.

image source

દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે ફિલ્મ મલંગમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. જેમાં તેણીના બોલ્ડ લૂક અને તેણી અને આદિત્યની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના કારણ તેણી ખૂબ ચર્ચામાં રહી હતી.

image source

મલંગ ફિલ્મ 14મી ફેબ્રુઆરી 2020ના રોજ રિલિઝ થઈ હતી. તેમાં દિશાની સાથે આદિત્ય રૉય કપૂર ઉપરાંત અનિલ કૂપર અને કુણાલ ખેમુ પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત દિશા સલમાન ખાન સાથે તેમની આવનારી ફિલ્મ રાધેમાં પણ જોવા મળશે. આ પહેલાં તેણી સલમાન ખાનની ફિલ્મ ભારતમાં આઇટમ સોંગ કરતી જોવા મળી હતી.

image source

દિશા પટાની ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પણ તેણી સોશિયલ મિડિયા પર અવારનવાર ચર્ચાઓ ઉભી કરતી રહે છે ખાસ કરીને તેણીની બોલ્ડ તસ્વીરોના કારણે. તેણીને ફિલ્મોમાં જોઈએ તેટલી સફળતા નથી મળી તેમ છતાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત