લગ્નમાં કંઈક આવી લાગતી હતી રિયા કપૂર, પતિ સાથેનો પહેલો ફોટો આવ્યો સામે.

બોલીવુડ અભિનેતા અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર લગ્ન બંધનમાં બંધાઈ ચુકી છે. 14 ઓગસ્ટે રિયા કપૂરે એમને લોનગટાઇમ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લીધા છે. લગ્ન પછી રિયા કપૂરે એમના પતિ સાથે પહેલો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કરણ બુલાની રિયા કપૂરને રિંગ પહેરાવતા દેખાઈ રહ્યા છે. બન્નેના ચહેરા પર એક થવાની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

image source

રિયા કપૂરે ફોટો શેર કરતા એક સુંદર નોટ પણ લખી છે. રિયા કપૂરે લખ્યું છે કે 12 વર્ષ પછી મારે નર્વસ ન થવું જોઈએ કારણ કે તમે મારા સૌથી સારા મિત્ર અને અત્યાર સુધીના સૌથી સારા માણસ છો. પણ લગ્નનો અનુભવ મારા માટે અનોખો રહ્યો. હું હમેશા એ છોકરી રહીશ જે મારા માતા પિતાના સુતા પહેલા રાત્રે 11 વાગે જુહુ ઘરે આવવાનું હોય છે. મને નથી ખબર કે હું કેટલી નસીબદાર છું.મને આશા છે કે આપણે આ પરિવારને વધુ નજીક લાવી દઈશું.

image source

રિયા કપૂરના લગ્નના અવસર પર એમના બધા નજીકના સગા દેખાયા હતા. એ દરમિયાન આ કપલનો ખુબ જ સિમ્પલ અંદાજ દેખાયો. અર્જુન કપૂર, જાહ્નવી કપૂર સહિત ઘણા નજીકના લોકો આ ખાંસ અવસરને વધુ ખાસ બનાવવા માટે હાજર રહ્યા હતા.

image source

રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છે. બન્નેની પહેલી મુલાકાત ફિલ્મ આયશાના સેટ પર થઈ હતી. રિયા કપૂર એ ફિલ્મની પ્રોડ્યુસર હતી જ્યારે કરણ બુલાની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કરી રહ્યા હતા.

image source

રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્નની કોઈ ઘોષણા નહોતી કરવામાં આવી અને એમાં ફક્ત પરિવાર અને નજીકના લોકો જ સામેલ થયા હતા.

બન્નેએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. જો કે પછીથી અનિલ કપૂરે મીડિયાના લોકો અને ફોટોગ્રાફ્સમાં મીઠાઈ વહેંચી હતી.

image source

કરણ બુલાની એક જાણીતા નિર્દેશક છે અને એ ઘણી ફિલ્મોનું નિર્દેશન, પ્રોડ્યુસ અને ડબિંગ કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે એ આયશા, વેકઅપ સિડ જેવી ઉમદા ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કરી ચુક્યા છે. એ સાથે જ કરણ બુલાનીએ અનિલ કપૂરના લીડ રોલવાળી સિરીઝ 24 પણ ડાયરકેટર તરીકે અમુક એપિસોડ બનાવ્યા હતા.