સર્વેનો જબરજસ્ત ખુલાસો! મોદી નહીં તો આ વ્યક્તિ વડાપ્રધાન, શાહનું નામ જ નહીં

ઈન્ડિયા ટુડે અને કાર્વિ ઈન્સાઈટસના ‘મુડ ઓફ ધ નેશન’ સર્વે મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી પણ ભારતના આવનાર પીએમ તરીકે પહેલી પસંદ બનેલ છે. જો કે, સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત આ પણ સામે આવી છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ બીજા નેતાઓ કરતા વધારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોકો આવનાર પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

  • -દેશના આવનાર પીએમ તરીકે મોદી પહેલી પસંદ.
  • -મોદી બાદ યોગીની દેશમાં લોકપ્રિયતા જળવાયેલ છે.
  • -રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પીએમની રેસમાં પાછળ.
image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારી અને બોર્ડર પર ચીન દેશ સાથે પડકારો દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દેશમાં જાદુ પહેલાની જેમ જ જળવાયેલ છે. ઈન્ડિયા ટુડે અને કાર્વિ ઈન્સાઈટસના ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી પણ ભારતના આવનાર પીએમ તરીકે પહેલી પસંદ બની ગયા છે.

આ સર્વેમાં ચોંકાવનાર વાત આ સામે આવી છે કે, બધા પક્ષોની વાત કરવા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ બીજા નેતાઓ કરતા વધારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોકો આવનાર પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. જો કે, બીજેપીના નેતાઓની વાત કરીએ તો પાર્ટી અંદર આવનાર પીએમ તરીકે ૩૦ % લોકો અમિત શાહ અને ૨૧ % લોકો યોગી આદિત્યનાથને જોવા ઈચ્છે છે.

પીએમ નરેન્દ્ર મોદી બધાની પસંદ.:

image source

ઈન્ડિયા ટુડે અને કાર્વિ ઈનસાઈટ્સના સર્વેમાં જણાવ્યા મુજબ દેશના ૩૮ % લોકો આવનાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જ પસંદ કરવા ઈચ્છે છે. એનાથી સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજી પણ દેશમાં પહેલાની જેમ જ જળવાઈ રહી છે. પીએમ મોદીની તુલનામાં બીજેપીના અન્ય અને વિપક્ષી પક્ષના અન્ય નેતા ક્યાંક સ્થાન ધરાવતા નથી. એટલું જ નહી બિન કોંગ્રેસી પહેલા પ્રધાનમંત્રી છે, જેઓ સૌથી વધારે સમય સુધી આ પદ પર વિરાજમાન છે.

ત્યાં જ, નરેન્દ્ર મોદી પછી બીજા નેતા તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પસંદ કરવામાં આવ્યા છે. સર્વેમાં જણાવ્યા મુજબ દેશના ૧૦ % લોકો યોગી આદિત્યનાથને આવનાર પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફક્ત ૮ % લોકો જ આવનાર પીએમ તરીકે પોતાનું સમર્થન આપ્યું છે. એનાથી સાબિત થાય છે કે, દેશમાં સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘણી ઝડપથી વધી રહી છે.

image source

રાહુલ અને સોનિયા ગાંધી પાછળ:

ઈન્ડિયા ટુડે અને કાર્વિ ઈનસાઈટ્સના આ સર્વેમાં સૌથી વધારે ચોંકાવનાર વાતએ સામે આવી છે કે, પ્રધાનમંત્રી પદની રેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા પાછળ છે. આ સર્વેમાં ૭ % લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદ માટે પસંદ કર્યા. જયારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ પદ માટે ૫ % લોકોની પસંદ રહ્યા. આમ જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ ના અધ્યક્ષ સોનિયા ગાંધીને ૪-૪ % લોકોએ જ આવનાર પ્રધાનમંત્રી તરીકે પોતાનું સમર્થન આપ્યું છે.

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીને ત્રણ % લોકો જ આવનાર પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. આવા જ આંકડા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે છે, જેમને ૩ % લોકો જ આવનાર પીએમ તરીકે પસંદ કરી રહ્યા છે. ત્યાં જ, બસપા પ્રમુખ માયાવતી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, બિહારના સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ૨-૨ % લોકો જ આવનાર પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

image source

બીજેપીમાં સૌથી પહેલી પસંદ અમિત શાહ:

જો કે, ઈન્ડિયા ટુડે અને કાર્વિ ઈનસાઈટ્સના અન્ય એક સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી પછી બીજેપીમાં પ્રધાનમંત્રી પદ માટે કોણ સૌથી સારું રહેશે. આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદી પછી બીજેપીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌથી પ્રબળ પ્રધાનમંત્રીના ઉમ્મેદવાર તરીકે માનવામાં આવે છે. સર્વેમાં ૩૦ % લોકોએ અમિત શાહને સૌથી સારા પીએમ ઉમેદવાર જણાવ્યા છે, જયારે બીજા નંબર પર યુપીના સીએમ યોગી આદિત્યનાથને ૨૧ % લોકોએ પોતાનું સમર્થન આપ્યું છે.

ત્યાં જ, બીજેપીમાં રાજનાથ સિંહને ૧૦ % લોકોએ પીએમના કેન્ડીડેટ માનવામાં આવે છે. એના સિવાય નીતિન ગડકરી અને નિર્મલા સિતારમણને ૫-૫ % જયારે સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ ચૌહાણ, રવિશંકર પ્રસાદ અને ધર્મેન્દ્ર પ્રધાનને ૩-૩ % લોકોને પીએમ પદના ઉમેદવાર માનવામાં આવે છે. એના સિવાય પીયુષ ગોયલ, સુશીલ મોદી, પ્રકાશ જાવડેકર, દેવેન્દ્ર ફડણવિસ અને ગિરિરાજ સિંહને ૨-૨- % લોકો બીજેપી નેતા તરકે પ્રધાનમંત્રીના રૂપમાં જોવા ઈચ્છે છે.

image source

CM યોગી છે બેસ્ટ મુખ્યમંત્રી.:

આ સર્વેમાં જનતા સાથે દેશના અલગ અલગ રાજ્યોમાં ત્યાની સરકારના શાસનની સાથે સાથે બેસ્ટ પર્ફોમિંગ ચીફ મીનીસ્ટરને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાં દેશની જનતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સૌથી લોકપ્રિય સીએમ જણાવ્યા છે. સર્વેમાં સૌથી વધારે ૨૫ % લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પસંદ કર્યા અને એવું માનવું છે કે, તેઓ સૌથી સારું કામ કરી રહ્યા છે.

ત્યાં જ સર્વે મુજબ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશમાં બીજા સૌથી પસંદીદા મુખ્યમંત્રી છે. તેમને ૧૪ % લોકોએ બેસ્ટ પરફોર્મિંગ ચીફ મીનીસ્ટર માન્યા છે. ત્રીજા નંબર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે, જેમને દેશના ૮ % લોકોએ સૌથી સારા મુખ્યમંત્રી માન્યા છે.

image source

લવ જિહાદ શું ધર્મ પરિવર્તનનું ષડ્યંત્ર છે?

લવ જિહાદ શું ધર્મ પરિવર્તનનું ષડ્યંત્ર છે? આ મુદ્દા પર પણ લોકોનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સર્વે મુજબ, ૫૪ % લોકોનું માનવું છે કે, લવ જિહાદ, ધર્મ પરિવર્તનનું ષડ્યંત્ર છે. જો કે, આ સર્વેમાં ૩૬ % લોકોએ એનાથી વિપરીત મત ધરાવે છે. આ ૩૬ % લોકોએ લવ જિહાદને ધર્મ પરિવર્તનનું ષડ્યંત્ર માનવાથી મનાઈ કરી દીધી છે.

image source

સર્વેમાં એની સાથે સંબંધિત અન્ય એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે, ‘શું બીજા ધર્મમાં લગ્ન કરવા યોગ્ય છે.’ એની પર પણ લોકોએ પોતાનો મત જણાવ્યો. આ પ્રશ્ન પર ૫૪ % લોકોએ બીજા ધર્મમાં લગ્ન કરવાને ખોટુ જણાવતા એને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યા છે. જયારે ૪૧ % લોકોએ એને યોગ્ય જણાવતા બીજા ધર્મમાં લગ્નને પોત- પોતાની પસંદ જણાવી છે.

આ સર્વેમાં જયારે લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, અન્ય ધર્મમાં લગ્ન કરવા વિરુદ્ધ કાયદા બનવા જોઈએ કે પછી નહી? તો એની પર ૫૮ % લોકોએ સહમતિ દર્શાવી છે એટલે કે, ૫૮ % લોકોનું માનવું છે કે, બીજા ધર્મમાં લગ્ન કરવા વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ. જયારે ૩૫ % લોકોએ કહ્યું છે કે, એના વિરુદ્ધ કાયદાની જરૂરિયાત છે જ નહી.

Source: aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત