કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ગુગલ આપે છે સ્કોલરશીપ, જાણો કેવી રીતે મળશે સ્કોલરશીપની રકમ

દીકરીઓ ભણે, દીકરીઓ આગળ વધે તે માટે સરકારની સાથે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ કાર્ય કરી રહી છે, ત્યારે દુનિયાનુ સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગુગલ પણ વિદ્યાર્થિનીઓને ભણવા માટે પ્રોત્સાહન પુરૂ પાડી રહી છે, જો કે તેના માટે એક શરત એ છે કે વિદ્યાર્થિની કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ઇચ્છુક હોય

image soucre

કમ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગતી છોકરીઓ માટે ગુગલ દ્વારા સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. ગુગલ દ્વારા એશિયા, પેસિફિક પ્રાંતમાં આ સ્કોલરશીપ આપવામાં આવે છે જેથી ભારતીય વિદ્યાર્થિનીઓ પણ તેમાં આવેદન કરી શકે છે. આ સ્કોલરશીપ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. આ અરજી કરવા માટેની અંતિમ તારીખ 10મી ડિસેમ્બર છે. ગુગલની આ સ્કોલરશીપ માટે આજે જ ફટાફટ આવેદન કરી શકો છો.

કોને મળી શકે છે આ સ્કોલરશીપ : વર્ષ 2021-2022માં ફૂલટાઇમ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લેનાર વિદ્યાર્થિનીઓ આ સ્કોલરશીપ માટે આવેદન કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની અનિવાર્ય છે. તેમનો અભ્યાસક્રમ એન્જિનિયરીંગ કે તેને સમકક્ષ ટેકનિકલ કોર્સ હોવો અનિવાર્ય છે

આ ડોક્યુમેન્ટ જરૂરી છે

image soucre

આ સ્કોલરશીપ લેવા માટે રિઝ્યુમ અને ટેકનિકલ પ્રોજેક્ટની હાઇલાઇટ દર્શાવતું એક પ્રગતિપત્રક જોડવાનું રહેશે. વર્તમાન અને પહેલાની શૈક્ષણિક સંસ્થાની ટ્રાન્સક્રિપ્ટ આ ઉપરાંત અંગ્રેજીમાં 400 શબ્દોનો એક નિબંધ લખવાનો રહેશે.

સ્કોલરશીપ માટે ટૂંકી વિગતો

આ વિષય પર લખવાનો રહેશે નિબંધ

મહિલાઓને ટેક જગતમાં ક્યા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અને તમે આ પડકારોનો હલ કેવી રીતે લાવી શકો છો.

બીજો વિષય છે આ સ્કોલરશીપ તમારા જીવનમાં શું ફરક લાવશે. તમારી સમસ્યાઓ અને સ્કોલરશીપ મળવાથી કેવી રીતે તેનો હલ આવશે તે વર્ણવો.

ઓનલાઇન અરજી કરવા માટે

ગુગલની આ સ્કોલરશીપ મેળવવા માટે ઉમેદવારોએ આ તારીખે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 10મી ડિસેમ્બર સુધીમાં અહીંયા ક્લિક કરી અને સ્કોલરશીપ માટે ફોર્મ ભરવાનું રહેશે. સ્કોલરશીપમાંથી અભ્યાસનો ખર્ચ, ટ્યૂશન ફી વગેરે ચુકવી શકાશે.

કેટલી સ્કોલરશીપ મળશે

ગૂગલ News in Gujarati, Latest ગૂગલ news, photos, videos | Zee News Gujarati
image source

કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહેલી મહિલાઓ માટે જનરેશન ગૂગલ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ કરેલા વિદ્યાર્થિનીઓને 2022-2023 વર્ષ માટે $1000 (રૂ. 74191.35) ની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. આ સ્કોલરશીપ માટે અત્યારથી જ અરજી કરવાની રહેશે.