274 કરોડના ખર્ચે થશે ગાંધી આશ્રમનું રિ-ડેવલપમેન્ટ, જાણો આવી શકે છે કયા મોટા ફેરફારો

અમદાવાદામાં આવેલ સાબરમતી આશ્રમ (કે જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) આવેલ છે. તમને જણાવી દઈએ કે, અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. 1917ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.

image source

નોંધનિય છે કે, ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

image source

તો બીજી તરફ હવે, સાબરમતી ગાંધીઆશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીની સૂચના મુજબ ટોચ અગ્રતા અપાઈ રહી છે, જેના ઉપર મોદીના અતિવિશ્વાસુ એવા મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી સીધી દેખરેખ રાખી રહ્યાં છે. નોંધનિય છે કે, રિડેવલપમેન્ટ માટે કુલ પ્રેસિન્ક્ટ એરિયા 322 એકર નિકૃત થયો છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થનારા કામો માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવાયું હતું કે ગાંધીઆશ્રમ પ્રેસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિવિધ કામો પાછળ આશરે રૂપિયા 273.67 કરોડનો ખર્ચ થશે.

તો બીજી તરફ આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રબોધ રાવલ બ્રિજથી દાંડી બ્રિજ સુધી કુલ 36,800 ચોરસ મીટર વિસ્તારમાં ચંદ્રભાગા નાળાનું ડેવલપમેન્ટ પણ કરવામાં આવષે, જેમાં નવો બ્રિજ બનશે, નવો વિયર-નવી રિટેઇનિંગ વોલ તેમજ નવો ર્ટિશરી ટ્રીટમેન્ટ બનશે, જેની પાછળ કુલ રૂપિયા. 33.12 કરોડ ખર્ચ કરવામાં આવશે. આશ્રમના અંદરના ભાગે 215 ચોરસમીટર વિસ્તારમાં રૂપિયા. 41.63 કરોડના ખર્ચે શરૃઆતના આ કામો તથા માટી પુરાણના કામો કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. આ ઉપરાંત આશ્રમના અંદરના ભાગે 648 ચોરસમીટર વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક- સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ તેમજ પાણી પુરવઠાના કામો પણ કરવામાં આવશે, જેની પાછળ રૂપિયા. 84.25 કરોડ ખર્ચ કરવામાં આવશે.

image soure

આશ્રમની અંદરના તથા બહારના કેટલાંક બિલ્ડિંગો નવી જગ્યાએ 40 હજાર ચોરસમીટર વિસ્તારમાં બનાવવામાં આવશે, જેની પાછળ અંદાજે રૂપિયા.51.80 કરોડ ખર્ચાશે. જ્યારે રોડ ડેવલપમેન્ટ 3 હજાર ચોરસમીટર વિસ્તારમાં થશે, જેમાં રૂપિયા.62.57 કરોડ ખર્ચ કરવામાં આવશે તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા બિલ્ડિંગોના રિલોકેશન કરવાના કામો હમણાં બાજુએ રાખી બાકી 5 મોટા કામોના ટેન્ડર બહાર પાડી દેવાયા છે, જેમાં ટેન્ડર કોસ્ટ રૂપિયા 223 કરોડને બદલે રૂપિયા. 215 કરોડ રાખવામાં આવી છે અને આ બધા કામો 2 વર્ષમાં પૂરાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

નોંધનિય છે કે, 322 એકરના પ્રેસિન્ક્ટ એરિયા માટે નવી ટીપી હજુ ફાઇલ થઈ નથી, જે ફાઇનલ થયેથી ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રાપ્ત થશે. આ પ્રેસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગાંધી આશ્રમ બહાર નવો રોડ તથા ફૂટપાથ બનાવવાની બાબતો પણ સામેલ હોવાની વાત સામે આવી છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે, એક માત્ર ચંદ્રભાગા નાળાનું ડેવલપમેન્ટ સિવાય કોઈ કામો જરૃરી નથી કેમ કે, સ્ટ્રોર્મ વોટરલાઇન, પાણીની પાઇપલાઇન, લાઇટ, રસ્તા વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તો થયેલાં જ છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સરકાર કોઈ પણ ભોગે બીજી ઓક્ટોબરે ખાત મુહૂર્ત કરવા માગે છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધી આશ્રમ આસપાસ રહેતાં લોકોને મનાવવા માટે અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, સાબરમતી આશ્રમમાં દર વર્ષે લાખો જેટલા મુલાકાતીઓ આવે છે. જેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.