મારી માતા 10 વર્ષથી હસવાનું ભૂલી ગઈ હતી, સારા અલી ખાને માતા અમૃતા સિંહ અને પિતા સૈફના સંબંધ પર કર્યો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન જેટલી તેની ફિલ્મોને લઈને પોપ્યુલર છે તેટલી જ તે તેની સ્પષ્ટવક્તા માટે પણ પ્રખ્યાત છે. તે પોતાના પ્રોફેશનલથી લઈને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે. ભલે વાત તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાન વચ્ચેના સંબંધોની હોય. સારાએ ઘણી વખત તેમના સંબંધો વિશે વાત કરી છે. ફરી એકવાર સારાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન અમૃતા સિંહ અને સૈફ અલી ખાન વચ્ચેના સંબંધોની ચર્ચા કરી છે. સારાએ કહ્યું કે તેના માતા અને પિતા ક્યારેય સાથે ખુશ નહોતા.

image soucre

વાત જાણે એમ છે કે સારા અલી ખાને તાજેતરમાં એક મેગેઝીન માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ જ ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું હંમેશા એવા લોકોમાંથી એક રહી છું જેઓ નાની ઉંમરે જ મેચ્યોર થઈ ગયા છે. જ્યારે હું માત્ર 9 વર્ષની હતી, ત્યારે હું એ હકીકત અનુભવી શકતી હતી કે મારા માતા-પિતા સાથે રહીને ખુશ ન હતા.

image source

અલગ થયા પછી બંને ખૂબ ખુશ રહેવા લાગ્યા. જેમ કે મારી માતા કદાચ 10 વર્ષ સુધી હસી નહીં હોય પરંતુ અચાનક તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને સુંદર દેખાવા લાગી. અને જો મારા માતા-પિતા અલગ રહેવાથી ખુશ છે, તો પછી હું શા માટે નાખુશ થાવ? મને નથી લાગતું કે એમાં કઈ પણ અઘરું હતું

image soucre

ઈન્ટરવ્યુ દરમિયાન સારાએ આગળ કહ્યું કે, “હવે બંને ખૂબ જ પોઝિટિવ અને ખુશ છે. હું મારી માતાને હસતી અને મજાક કરતી જોઈ શકું છું, જે મેં ઘણા લાંબા સમય સુધી મિસ કર્યું હતું. માતાને આ રીતે ફરીથી જોવી દિલને ખૂબ જ સુકુન આપે છે.” તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સારા અલી ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેના પિતા સૈફ અલી ખાન અને તેની માતા અમૃતા સિંહનું અલગ થવું યોગ્ય સમયે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય હતો.

image soucre

.
તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન છે. વર્ષ 2004માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા. સૈફને કરીનાના બે બાળકો છે, તૈમુર અને જહાંગીર. ભલે આજે અમૃતા સિંહ અને સૈફ અલી ખાન સાથે નથી, પરંતુ તેમના બે બાળકો ઈબ્રાહિમ અને સારાનું તૈમૂર, જહાંગીર અને કરીના સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. સારા અને ઈબ્રાહિમ તૈમૂર અને જહાંગીરને ખૂબ પ્રેમ કરે છે.