શમિતા શેટ્ટીને 6 અઠવાડિયા પછી મળી શિલ્પા શેટ્ટી, બહેન ટૂંકીનું આ રીતે કર્યું સ્વાગત, દિલથી કહી આ વાત.

શિલ્પા શેટ્ટી 6 અઠવાડિયા પછી એમની બહેન શમિતા શેટ્ટીને મળી છે. શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટીમાં ભાગ લેવાના કારણે ઘરથી દૂર હતું. શમિતા છેલ્લે સુધી બિગ બોસના ઘરમાં રહી હતી અને રિયાલિટી શોના ટોપ 3 ફાઇનલિસ્ટમાંથી એક હતી. જો કે એ વિનરની ટ્રોફી એના નામે નહોતી કરી શકી અને દિવ્યા અગ્રવાલથી હારી ગઈ.

image soucre

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર શમિતાની સાથે એમની મુલાકાતના અમુક ફોટા શેર કર્યા છે. શિલ્પાએ જ્યાં ભૂરા અને સફેદ રંગનો ડ્રેસ પહેરેલો છે. તો શમિતા લાલ રંગના ડ્રેસમાં દેખાઈ રહી છે. ફોટામાં શિલ્પા એમની નાની બહેન માટે એમનો પ્રેમ વ્યક્ત કરી રહી છે. એક ફોટામાં શિલ્પા, શમિતાને કિસ કરી રહી છે જ્યારે એક બીજા ફોટામાં એમને શમિતાને જોરથી પકડેલી છે. ફોટાને શેર કરતા શિલ્પાએ લખ્યું કે અને મારી ટૂંકી પાછી આવી ગઈ. હવે એ આ પકડમાંથી બહાર નહિ નીકળી શકે, ઘરમાં સ્વાગત છે.”

શિલ્પા શેટ્ટીએ આ ફોટો શેર કર્યો એના થોડા જ સમયમાં આ ફોટાને લાખો લાઇક્સ મળી ગયા છે. ફેન્સની સાથે સાથે સેલેબ્સ એક્ટ્રેસની પોસ્ટ પર કમેન્ટ કરી એમનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ પોસ્ટ પર શમિતા શેટ્ટીએ કમેન્ટ કરી છે કે લવ યુ મુનકી એ સાથે જ ઘણા બધા દિલના ઇમોજી પણ બનાવ્યા છે.

image soucre

શમિતા શેટ્ટી જ્યારે બિગ બોસ ઓટીટીના ઘરમાં હતી તો શિલ્પા શેટ્ટીએ એમને એક મેસેજ કર્યો હતો. એમાં એમને ખુલાસો કર્યો હતો કે બન્ને બહેનો જરૂરત હોય ત્યારે એકબીજાના ભાઈ બહેન બની જઈએ છીએ. મેસેજમાં હતું કે જરૂરત પડે ત્યારે અમે જાતે જ એકબીજાના ભાઈ બહેન બની જઈએ છીએ. એ પરથી કહી શકાય કે બન્ને બહેનો વચ્ચે કેટલો પ્રેમ છે અને એ લોકો એકબીજાના સુખ અને દુઃખ બન્નેમાં એકબીજાની પડખે ઉભા રહે છે.

image soucre

બિગ બોસ ઓટીટી 6 અઠવાડિયા સુધી ચાલ્યો હતો. શમિતા શેટ્ટીએ દિવ્યા, રાકેશ બાપટ, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, નેહા ભસીન, જિશાન ખાન જેવા સ્ટાર્સની સાથે શોમાં ભાગ લીધો હતો.

image socure

શિલ્પા શેટ્ટી બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે જે હાલના દિવસોમાં સોની ટીવી પર આવતા ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર 4માં દેખાઈ રહી છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર એમના ફોટા તેમજ વિડીયો શેર કરતી રહે છે.