હે ભગવાન આ શું થઈ રહ્યું છે, વધુ એક પ્લેન ક્રેશ, 9 લોકોના મોતથી હાહાકાર

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોથી ભારે દુઃખના સમાચાર આવ્યા છે.અહીં બુધવારે એટલે કે 15 ડિસેમ્બરના રોજ 1 ખાનગી વિમાન ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા. પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. પ્લેન ક્રેશને કારણે 9 લોકોના મોત થયા હતા.

image soucre

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 9 લોકોમાં 7 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એવિએશન ગ્રુપે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં 6 વિદેશી નાગરિકો હતા. પણ, એક ડોમિનિકન હતો. જો કે, મૃત્યુ પામેલા વિદેશીઓ કયા દેશના નાગરિક હતા તે આપવામાં આવ્યું ન હતું

ફ્લાઇટ રડાર 24 અનુસાર, પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહ્યું હતું. આ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. તમને જણાવી દઈએ કે ટેકઓફના બરાબર 15 મિનિટ પછી જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું

આ પહેલા પણ આપણા દેશમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 9 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમની સાથે તેમની પત્ની મધુલિકા સહિત અન્ય 13 લોકો પણ હતા. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં બ્રિગેડિયર એલએસ લિડર, સ્ક્વોડ્રન લીડર સિંહ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર, લાન્સ નાઈક બી. સાઈ તેજા, જુનિયર વોરંટ ઓફિસર એ. પ્રદીપ અને કોન્સ્ટેબલ સતપાલ સિંહ,લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, જુનિયર વોરંટ ઓફિસર દાસ. હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર ગ્રૂપ કેપટન વરુણ સિંહ હતા જેઓનું પણ સાત દિવસ પછી આજે અવસાન થયું છે

તમને જણાવી દઈએ કે જનરલ સીડીએસ બનતા પહેલા જનરલ રાવતે આર્મી ચીફ ઉપરાંત અન્ય ઘણા મહત્વના પદો પર કામ કર્યું હતું. 2015 માં મ્યાનમાર કાઉન્ટર-ઇમરજન્સી ઓપરેશન અને 2016 માં ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક તેના આશ્ચર્યજનક ઓપરેશન્સ છે