સેક્સ રેકેટ ચલાવતા પતિને પત્નીએ જોયો આ હાલતમાં, જોઈને આંતરડી કકળી ઉઠી, જાણો પછી કેવી બબાલ થઈ

સામાજિક બંધનમાં સૌથી સુંદર બાબત સંબંધો હોય છે, સંબંધો જ છે જે આપણેને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. પરંતુ આ સંબંધો ત્યાં સુધી જ શાંતિ આપે છે જ્યાં સુધી તેમાં કોઈ ખટાશ ન આવે. જ્યારે સંબંધોમાં ખટાશ વધી જાય છે, પછી તેમાંથી દુ:ખ સિવાય બીજું કંઇ જ મળતું નથી. સંબંધોમાં ખટાશનો આવો જ સામે આવ્યો છે જે જાણીને બધા થથરી ઉઠ્યા છે. પરિવારના સભ્યો સાથે કાનપુરથી આવેલી મહિલાએ ત્રિવેણીનગરના શિવલોક કોલોનીમાં પ્રેમિકા સાથે મોજ કરતાં તેના પતિને રંગે હાથે પકડ્યો હતો. આ પછી તેણે તેના પતિને જોરદાર માર માર્યો હતો. ત્યારબાદ તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગેરકાયદેસર કબજો પણ મેળવ્યો છે.

image source

ઇન્સ્પેક્ટર અલીગંજ ફરીદ અહેમદે જણાવ્યું હતું કે કાનપુરની રહેવાસી આ મહિલાએ ફેબ્રુઆરી 2019માં ઓરૈયાના નવનીત તિવારી સાથે લગ્ન કર્યા હતા. નવનીત ઠેકેદારીનો ધંધો કરે છે. મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્નના થોડા દિવસ પછી તેને ખબર પડી કે નવીન સેક્સ રેકેટ પણ ચલાવે છે અને તેને પણ આ ધંધામાં ખસેડવા માંગે છે. તે તેનો વિરોધ કરી રહી હતી. જેને પગલે બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે પત્નીએ તેના માતા પિતાના ઘરે રહેવાનું શરુ કરી દીધું.

image source

પીડિતાના કહેવા પ્રમાણે તે પોતાના પતિને રંગે હાથ પકડવા માંગતી હતી. આ માટે તેણે તેના પરિવાર અને સબંધીઓની મદદ લીધી. નવનીતનો પીછો કરતાં તે ક્યાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. બધી માહિતી એકઠી કર્યા પછી પીડિતા તેના ભાઈ અને પિતા તેમજ અન્ય સંબંધીઓ સાથે બુધવારે સવારે ત્રિવેણીનગરમાં એક મકાનમાં ઘૂસી ગઈ. જ્યાં તેણે તેના પતિને બીજી મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં પકડ્યો હતો. હોબાળો એટલો વધી કે મહિલાએ 112 પર કોલ કરીને જાણકારી આપી દીધી.

image source

ત્રણ પીઆરવી અને ગેરીસન ઇન્ચાર્જ આરસી યાદવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઈન્સ્પેક્ટર ફરીદ અહેમદે જણાવ્યું હતું કે આરોપી પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે. પીડિતાની તકલીફ અંગે રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image source

આ પહેલાં એક કિસ્સો મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં સામે આવ્યો છે, જ્યાં પેડ્ડર રોડ ઉપર એક મહિલાએ લાંબા સમય સુધી ધમાલ મચાવી દીધી હતી. ખરેખર નાટકની શરૂઆત ત્યારે થઇ જ્યારે એક મહિલાએ તેના પતિને તેની પ્રેમિકા સાથે નજરો નજર પકડી પડ્યો. આ સમય દરમિયાન, રસ્તા ધમાલ મચી જવાથી રસ્તા ઉપર લાંબો ટ્રાફિક જામ થયો હતો. મહિલા તેના પતિની ગાડીની સામે ઉભી રહી ગઈ અને તેને બહાર નીકળવા માટે લાચાર કરી દીધો. આખરે પતિને ગાડીમાંથી બહાર આવવાની ફરજ પડી, ત્યાર બાદ મહિલાએ તેના પતિને માર પણ માર્યો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત