ફોલિક એસીડ શરીર માટે છે ખૂબ આવશ્યક, આજથી જ શરુ કરો આ વસ્તુઓનું સેવન અને મેળવો આ પોષકતત્વ…

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્વોની જરૂર પડે છે. તેમાં પણ એક ફોલિક એસિડ પણ છે. શરીરમાં ફોલિક એસિડની યોગ્ય માત્રા ફોલેટની ઉણપને દુર કરવામાં મદદ કરે છે. ફોલિક એસિડને વિટામિન બી ૯ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શરીરમાં ફોલેટની ઉણપ આવવાથી નબળાઈ, એનિમિયા, થાક, ચીડિયાપણું, ગુસ્સો અને શ્વાસ લેવા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી શરીરમાં તેની યોગ્ય માત્રા આ રોગોને દૂર કરવામાં તેમજ ચેતાતંત્રને યોગ્ય રીતે કામ કરતી રાખવામાં, હિમોગ્લોબિન એટલે કે લાલ રક્ત કોશિકાઓ બનવવા માટે અને ગર્ભાવસ્થા દરમિયાન નવજાત અને માતા બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શરીરમાં તેની ઉણપને દુર કરવા માટે આ લેખમાં બતાવેલી કેટલીક વસ્તુઓને તમારા આહારમાં લઈ શકો છો.

બ્રોકલી :

image source

ફોલિક એસિડ માટે તમે તમારા આહારમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરી શકો છો. બ્રોકોલી તમારા શરીરમાં ફોલિક એસિડની ઉણપને દૂર કરે છે, એટલું જ નહીં પરંતુ તમને આયર્ન, વિટામિન બી6, બીટા કેરોટીન અને વિટામિન કે જેવા પોષક તત્વો પણ આનું સેવન કરવાથી મળી જાય છે.

એવોકાડો :

image source

એવોકાડોનું સેવન કરવાથી તમને ઘણી માત્રામાં ફોલિક એસિડ મળી જાય છે. સાથે જ તમારા શરીરને ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો પણ આપણા શરીરને મળી જાય છે.

ચણા :

શરીરમાં ફોલિક એસિડની કમીને દુર કરવા માટે ચણા પણ ખુબ સારો સ્ત્રોત છે. ચણાનું સેવન કરવાથી તમને પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન પણ જરૂરી માત્રામાં મળી જાય છે.

સોયા :

image source

શરીરમાં ફોલિક એસિડની માત્રાને તે દુર કરવા માટે સોયા નું પણ સેવન કરી શકાય છે. સોયા માંથી ફોલેટની સાથે, શરીરમાં આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને પણ તે દુર કરે છે.

અખરોટ :

જો તમે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરો છો, તો તે માત્ર શરીરમાં ફોલિક એસિડની ઉણપને જ દુર નથી કરતુ, પરંતુ તેનું સેવન કરવાથી તેમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડ્સ, આયર્ન અને વિટામિન જેવા પોષકતત્વો પણ તમારા શરીરને મળે છે.

આનું પણ સેવન કરી શકાય છે :

તેની સાથે શરીરમાં ફોલિક એસિડની ઉણપને દુર કરવા માટે રવા, બીટરૂટ, કેળા, લીલા વટાણા, પપૈયા, પાલક, લેટીસ, બ્રોકોલી, કઠોળ, મગફળી, સૂર્યમુખીના બીજ, આખા અનાજ, દરિયાઈ આહાર, ઇંડા, વટાણા , ઓટમીલ, સફેદ ચોખા, રાજમા, સફેદ પાસ્તા, સાઇટ્રસ ફળો, ડ્રાયફ્રૂટ, મસૂર અને ચિકન પણ તમારા આહારમાં તમે લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!