પીછી કે કોઈ કલર નહીં પણ આ માણસ બનાવે છે શેવિંગ બ્લેડથી અનોખી પેઇન્ટિંગ, 5 હજાર કરતાં વધારે કલાકૃતિઓ તૈયાર

તમે ઘણા ચિત્રકારોને બ્રશ અને રંગથી ચિત્રકામ કરતા જોયા હશે. તેની કલાનો નમૂનો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હશો. પણ શું તમે કોઈ ચિત્રકારને બ્લેડથી પેઈન્ટિંગ બનાવતા જોયા છે? જો આ અગાઉ આવુ તમે પણ આવુ ન જોયું હોય તો રાજસ્થાનના બીકાનેર શહેરમાં આ અનોખી કળા જોવા મળશે. અહીં એક કલાકાર છે જે બ્લેડથી ખૂબ જ અનોખા ચિત્રો બનાવે છે. તેને જોઈને દરેક વ્યક્તિ તેની કળાનો દીવાનો થઈ જાય છે. આ અનોખા કલાકારે આ કલામાંથી અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર ચિત્રો બનાવ્યા છે.

image soucre

આ કલાકાર વિશે વાત કરીએ તો તે બિકાનેરના મોના રામ દુડી ઉર્ફે મોના સરદાર છે. મોનારામ પોતાના ચિત્રો બનાવવા માટે કોઇ પણ રીતે બ્રશનો ઉપયોગ કરતા નથી અને બ્લેડથી જ અનોખા ચિત્રો બનાવે છે. જ્યારે મોનારામ તેના હાથમાં શેવિંગ બ્લેડ લે છે અને કેનવાસ પર કામ કરવાનુ ચાલુ કરે છે ત્યારે વિવિધ પ્રકારની તસવીરો અને આકૃતિઓ કોતરે છે. આ સાથે લોકો એમ પણ કહે છે કે આ કલાકારો તો ઘણા જોયા છે પરંતુ જે રીતે આ કલાકાર બ્લેડથી પોતાની કળા બતાવે છે તેવુ આ પહેલા ક્યારેય જોયુ નથી.

મોનારામે નકામા લગ્ન કાર્ડ્સ, ફોટા, ફોટો પેપર, લાકડા, ઝાડની છાલ, પાંદડા વગેરે પર શેવિંગ બ્લેડ દ્વારા ચિત્રો દોરવાની અનોખી કળા શોધી છે. તેણે આ રીતે બ્લેડથી સતત સ્ક્રેપ કરીને હજારો પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. બ્લેડ દ્વારા તેણે શ્રી કૃષ્ણના બાળપણથી લઈને અત્યાર સુધીની બાબતોને સ્પષ્ટ કરતા અનેક ચિત્રોને કાગળ પર કોતરી બતાવ્યા છે.

ચિત્રકામ દ્વારા આપે છે પર્યાવરણ બચાવવાનો સંદેશ:

image soucre

તેમની પેઇન્ટિંગ દ્વારા તેઓ લોકોને પર્યાવરણ બચાવવા અને ડ્રગ મુક્ત દેશ બનાવવાનો સંદેશ આપતા પણ જોવા મળે છે. જો કે મોનારામ આ સિવાય પણ વિવિધ પ્રકારના ચિત્રો દ્વારા લોકોને આકર્ષે છે. તેમણે ચાલુ કોરોના મહામારીમાં ગરીબ લોકો કેવી રીતે ગરીબીથી પરેશાન હતા તે માટે કેનવાસ પર પોતાની અભિવ્યક્તિ કરતુ ચિત્ર દોર્યુ હતુ. તેની આ અનોખી કળા જોઈને લોકો પણ ચોંકી જાય છે. જાણવા મળ્યુ છે કે પેઇન્ટિંગમાં મોના સરદારનો રસ નાની ઉંમરથી જ હતો. મોના સરદાર 35 વર્ષથી સતત ચિત્રકામ કરે છે. તેણે બ્લેડ અને પોતાના હાથની કરામતથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ ચિત્રો બનાવ્યા છે. આ સાથે તેમના ચિત્રો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જાણીતા બન્યા છે.