શોલેના શૂટિંગ દરમિયાન દિવસમાં 80 કપ ચા પી જતા હતા અમજદ ખાન, સેટ પર બાંધી દેવામાં આવી હતી ભેંસ

यहां से पचास-पचास कोस दूर गांव में, जब बच्चा रात को रोता है, तो मां कहती है बेटे सो जा, सो जा नहीं तो गब्बर आ जाएगा’.શોલે ફિલ્મનો આ ડાયલોગ આજે પણ દરેકની જીભ પર છે. આ ફિલ્મમાં ગબ્બરનું પાત્ર ભજવનાર અમજદ ખાન આજે પણ પોતાના દમદાર અવાજ અને ઉત્તમ અભિનયને કારણે લોકોના મનમાં જીવંત છે. ગબ્બરનો રોલ કર્યા પછી લોકો એક્ટર અમજદ ખાનને ગબ્બર કહીને બોલાવવા લાગ્યા. ફિલ્મ શોલેના શૂટિંગ દરમિયાન અમજદ ખાન સાથે જોડાયેલી ઘણી વાતો આજે પણ ફેમસ છે. તો ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ..

11 વર્ષની ઉંમરમાં કરી પહેલી ફિલ્મ

image soucre

અમજદ ખાનનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. તેને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. બાળ કલાકાર તરીકે તેણે 11 વર્ષની ઉંમરે 1951માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નાઝનીન’માં કામ કર્યું હતું. આ પછી, 17 વર્ષની ઉંમરે, તેણે ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ (1957) માં કામ કર્યું. પરંતુ તેને અસલી ઓળખ 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’થી મળી હતી. આ ફિલ્મમાં તે વિલન તરીકે હિન્દી સિનેમાનો હીરો બન્યો હતો. તે ઘર-ઘર ‘ગબ્બર સિંહ’ તરીકે ઓળખાવા લાગ્યો.कितने आदमी थे, जो डर गया समझो मर गया और तेरा क्या होगा જેવા એમના ડાયલોગ્સ ફેમસ થયા.

image soucre

અમજદ ખાનને ચા પીવાનું વ્યસન હતું. શોલેના શૂટિંગ દરમિયાન તે દરરોજ લગભગ 80 કપ ચા પીતો હતો. આટલું જ નહીં, તેમની સાથે જોડાયેલ એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. તે થિયેટર પણ કરતા હતા. પૃથ્વી થિયેટરનો કેન્ટીન સ્ટાફ અમજદ ખાનની ચાની માંગ પૂરી કરી શક્યો ન હતો, કારણ કે તેમને દૂધ લેવા માટે દૂર સુધી જવું પડતું હતું. આવી સ્થિતિમાં અમજદ ખાને થિયેટરમાં બે ભેંસ બાંધી હતી. જેથી કેન્ટીન સ્ટાફને દૂધ લેવા બહાર જવું ન પડે અને સમયસર ચા મળે.

image soucre

અમજદ ખાને શેહલા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની કહાની ખૂબ જ પ્રખ્યાત છે. એકવાર જ્યારે અમજદ શેહલા પાસે ગયો ત્યારે તેણે તેને પૂછ્યું કે તને ખબર છે તારા નામનો અર્થ શું છે? શેહલાએ ના કહ્યું. તેણે કહ્યું કે તેનો અર્થ કાળી આંખો છે. આ પછી અમજદે તેને પૂછ્યું, તારી ઉંમર કેટલી છે? તો શેહલાએ જવાબ આપ્યો 14 વર્ષ. આ સાંભળીને અમજદે કહ્યું, જલ્દી મોટી થઈ જા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે શેહલા 11મા ધોરણમાં હતી ત્યારે અમજદની માતા લગ્નની વાત કરવા તેના ઘરે ગઈ હતી.

એક ઘટનાએ બદલી નાખ્યું જીવન

image soucre

ખરેખર, 1986માં અમજદ ખાન ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં કારનું સ્ટિયરિંગ અમજદની 13 પાંસળીઓ તોડીને ઘૂસી ગયું હતું. જે બાદ તે થોડા સમય માટે કોમામાં જતો રહ્યો હતો. તે સ્વસ્થ થઈ ગયો, પરંતુ લાંબા સમય સુધી વ્હીલ ચેર પર રહ્યા પછી તેનું વજન વધવા લાગ્યું. પરંતુ 1994માં 27 જુલાઈએ 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું