સસરા શ્યામ કૌશલ સાથે કામ કરી ચુકી છે કેટરીના કેફ, બન્ને વચ્ચે થઈ હતી આ વાતે તુતું મેમે

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બરવાડામાં 700 વર્ષ જૂના કિલ્લા સિક્સ સેન્સ ફોર્ટમાં બંનેના લગ્ન શાહી અંદાજમાં થયા છે. લગ્નની તમામ વિધિઓ થઈ ગઈ છે અને બંનેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કર્યા. જે બાદ કેટરીના કૈફ કેટરીના વિકી કૌશલ બની ગઈ છે. પરંતુ કૌશલ પરિવાર સાથે કેટરીનાના સંબંધો નવા નથી. કેટરીનાએ વિકીના પિતા શ્યામ કૌશલ સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું છે.ફિલ્મના એક સીન દરમિયાન કેટરીનાને તેનો એક્શન સીન પસંદ ન આવ્યો. જે બાદ કેટરીનાનો તેના ભાવિ સસરા શ્યામ કૌશલ સાથે ઝઘડો થયો હતો. જાણો આ સમગ્ર કહાની વિશે.

image soucre

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ફેન્ટમમાં કેટરીના અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું અને આ ફિલ્મમાં શ્યામ કૌશલ એક્શન ડિરેક્ટર હતા. ફિલ્મ એક્શનથી ભરપૂર હતી. ફિલ્મમાં માત્ર સૈફ જ નહીં, કેટરીના પણ હાથ-પગ ચલાવતી જોવા મળી હતી. તેના તમામ એક્શન સીન શ્યામ કૌશલના કહેવા પ્રમાણે શૂટ થઈ રહ્યા હતા.

image socure

ફિલ્મમાં એક સીન હતો જેમાં કેટરીના અને સૈફ જીપમાં બેઠા હતા અને સીરિયન આર્મી ટેન્ક તેમનો પીછો કરી રહી હતી. સીનમાં સૈફ મશીનગન તરફ કૂદતો અને ગોળીઓનો વરસાદ કરતો જોવા મળે છે. એક્શન ડાયરેક્ટર શ્યામ કૌશલે સીન એવો બનાવ્યો હતો કે જીપનો ડ્રાઈવર અને સૈફ બંદૂકમાંથી ફાયર કરશે અને કેટરીના દરવાજા પાસે છુપાઈ જશે. કેટરીના આ સીનથી નાખુશ હતી.

image soucre

કેટરીનાને તેના એક્શન સીન બિલકુલ પસંદ નહોતા. તેણે સ્ટંટ ડિરેક્ટર શ્યામ કૌશલને સમજાવ્યું કે તે ભૂતપૂર્વ RAW એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. તેથી તેમની પાસેથી છુપાવવાની અપેક્ષા ન રાખી શકાય. આ સીનને લઈને કેટરીના, કબીર ખાન અને શ્યામ કૌશલ વચ્ચે પણ ચર્ચા ચાલી હતી.

image soucre

કેટરિનાની વાત સમજ્યા બાદ ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન તેની વાત સમજી ગયા અને તેને એક્શન સીનમાં બંદૂક ચલાવવાની તક આપી. જે બાદ શ્યામ કૌશલે તેનો સીન બદલ્યો હતો

image soucre

શ્યામ કૌશલે રજનીતિ, બાજીરાવ મસ્તાની, ફેન્ટમ, ગેંગ્સ ઓફ વાસેપુર, રોકસ્ટાર, પીકે, ક્રિશ, ધૂમ, ઓમ શાંતિ ઓમ, બરફી, માય નેમ ઈઝ ખાન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.