સિદ્ધાર્થ શુકલાના અંતિમ દર્શન માટે આ કારણે ન બતાવવામાં આવ્યો ચહેરો, કેઆરકે એ કર્યો ખુલાસો

ટીવીના પોપ્યુલર એકટર સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થનું આ રીતે જવું દરેકને હેરાન કરી રહ્યું છે. મળેલી માહિતી અનુસાર સિદ્ધાર્થનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. જો કે આટલા ફિટ રહેનાર એકટર હાર્ટ એટેકથી નિધન દરેક વ્યક્તિને નવાઈ પમાડી રહ્યું છે..

image source

3 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાના મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન, પરિવારની સાથે સાથે બોલિવૂડ અને ટીવીના ઘણા મોટા સ્ટાર્સ પણ અભિનેતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા. પણ તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર દરમિયાન તેમનો ચહેરો કોઈને બતાવવામાં આવ્યો ન હતો. એવામાં છેલ્લી ઘડીએ સિદ્ધાર્થ શુક્લાનો ચહેરો ન બતાવવા પાછળનું રહસ્ય પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને ક્રિટીક કેઆરકેએ જણાવ્યું છે. એ સિવાય પણ કેઆરકેએ ઘણા એવા ખુલાસા કર્યા છે જે ચોંકાવનારા છે.

image source

વાત જાણે એમ છે કે હાલમાં જ કેઆરકે એ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા કેઆરકે એ જણાવ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાના નજીકના મિત્રો અંતિમ ક્ષણે તેનો ચહેરો જોવા માંગતા હતા પરંતુ અભિનેતાના પરિવારના સભ્યોએ કોઈને પણ તેનો ચહેરો જોવા દીધો નહીં.

image source

કેઆરકેએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે, ‘દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની માતા તેના પુત્રના મૃત્યુ પર વધારે રડતી નહોતી કારણ કે તેને ક્યાંક ખાતરી હતી કે આવું કંઈક થવાનું છે. સિદ્ધાર્થ શુક્લની માતા ખૂબ જ આધ્યાત્મિક છે.


એટલું જ નહીં, કેઆરકેએ આ વીડિયો દ્વારા એ પણ કહ્યું છે કે જ્યારે સિદ્ધાર્થનો મૃતદેહ કૂપર હોસ્પિટલથી ઘર અને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેનો ચહેરો કોઈને બતાવવામાં આવ્યો ન હતો. જ્યારે સિદ્ધાર્થના નજીકના મિત્રોએ તેના પરિવારના સભ્યો પાસેથી ઘણી વિનંતી કરી હતી, બસ એકવાર સિદ્ધાર્થ શુકલાનો ચહેરો જોઈ લેવા દો. પરંતુ પરિવારના સભ્યોએ આમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

image source

કેઆરકેના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થના પરિવારના સભ્યોએ તેનો ચહેરો બતાવ્યો નહોતો કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે કોઈ સિદ્ધાર્થ શુક્લના ચહેરાનો ફોટો લે, જ્યારે સિદ્ધાર્થના મિત્રોએ પણ કહ્યું કે અમને ચહેરો બતાવો, અમારી પાસે કેમેરા નથી. તેમ છતાં, સિદ્ધાર્થનો ચહેરો તેના મિત્રોને બતાવવામાં આવ્યો ન હતો. કેઆરકેએ કહ્યું કે આ બધું માત્ર અભિનેતાનો ચહેરો ન બતાવવાનું બહાનું હતું, સાચું કારણ કંઈક બીજું જ હતું.

image source

કેઆરકે એ કહ્યું કે મને ખબર છે કે સિદ્ધાર્થનો ચહેરો કેમ બતાવવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું કે કદાચ સિદ્ધાર્થ શુક્લાનો ચહેરો તેના મૃત્યુ પછી કાળો, પીળો અથવા વાદળી થઈ ગયો હતો, જેના કારણે પરિવારના સભ્યોએ તેનો ચહેરો બતાવ્યો ન હતો. જો કે, વીડિયોના અંતમાં કેઆરકેએ પણ કહ્યું છે કે મને ખબર નથી કે આમાં કેટલું સત્ય છે કારણ કે હું ત્યાં હાજર ન હતો. પરંતુ કેટલાક લોકો માને છે અને મને એમ પણ લાગે છે કે કદાચ આવું કોઈ કારણ હતું, નહીં તો ચહેરો ન બતાવવા માટે બીજું કોઈ કારણ નથી. હવે કેઆરકેની આ વાતમાં કેટલી હકીકત છે એ વાતનો અંદાજો નથી હાલ એમનું આ બયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.