તમારો સ્માર્ટફોન ચોરાઇ જાય ત્યારે પહેલા કરો આ 5 કામ, નહિં તો થશે ભારે નુકસાન

લગભગ સ્માર્ટફોન અત્યારે બધાની પાસે હશે. આજકલ કોઈને પાંચ મિનિટ પણ ફોન વિના ચાલતું નથી. પોતાના સ્માર્ટ ફોનમાં ઘણાં લોકોના પર્સનલ ફોટોઝ, મહત્વના ડોક્યૂમેન્ટ્સ અને વીડિયો ફોનમાં સાચવેલા હોય છે. એમાં જો આપણો ફોન ભૂલ થી ખોવાય જાય તો જીવ અધ્ધર થઈ જાય. તેમાં રહેલા ડેટા ની ચિંતા સતાવવા લાગે અને જરૂરી ડેટા ચોરાવા નો ભય રહે છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી અમે અહીં એક એવી ટ્રિક જણાવવાના છીએ, જેની મદદથી તમે ચોરી થઈ ગયેલા ફોનમાંથી પણ સરળતા થી ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી શકો છો.

image source

જો તમારો સ્માર્ટફોન ક્યારેય ચોરાઈ ગયો હોય, તો તમારે પહેલા કંઈક મહત્વ પૂર્ણ કરવું જોઈએ. આ કાર્યો જેટલા જલદી કરશો, તેટલું ઓછું ગુમાવશો. આવી પરિસ્થિતિ કોઈ ની પણ સાથે આવી શકે છે, પછી તે સ્માર્ટ ફોન ચોરી થઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય. જો તમારી સાથે આવું ક્યારેય થાય તો ગભરાશો નહીં.

એ જાણવું જરૂરી છે કે જો તમારો સ્માર્ટફોન ક્યારેય ચોરાઈ ગયો હોય તો તમારે સૌથી પહેલાં કંઈક કરવાનું છે. આ કાર્યો જેટલા જલદી કરશો તેટલું તમારું નુકસાન ઓછું થશે. અમે આજે તમને આ આવશ્યક કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

ફોન ચોરાયા પછી આ 5 કામ જરૂર કરો

ફોન ચોરાયા પછી પહેલા તમારા સિમ ને બ્લોક કરો. તમારા ટેલિકોમ સેવા પ્રદાતા ને તાત્કાલિક કોલ કરો અને તમારા ખોવાયેલા સિમ ને અવરોધિત કરો. જ્યારે સિમ બ્લોક થઈ જશે ત્યારે કોઈ ઓટીપી ચોર સુધી પહોંચશે નહીં.

ફોન ચોરાયા બાદ આધાર ને બીજા નંબર સાથે લિંક કરો. આ માટે તમારે નજીકના આધાર સેન્ટરમાં જઈને તમારા આધાર ને ત્યાંના બીજા ફોન નંબર સાથે લિંક કરવું જોઈએ. ચોર ના હાથમાં તમારા આધાર ની વિગતો ન હોવી જોઈએ. ચોર આ વિગતો નો દુરુપયોગ કરી શકે છે.

image source

તમામ યુપીઆઈ આઈડી અને બાકીની ચુકવણી એપ્લિકેશન નું પાકીટ નિષ્ક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેટલું જલદી તે પૂરું કરશો તેટલું તમારા માટે સારું રહેશે. તમારા ઇમેઇલ આઇડી ને નિષ્ક્રિય કરો, તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જે તમારા ફોન નંબર સાથે જોડાયેલા છે. આમ કરવાથી ચોર તમારા કોઈ પણ આઈડી ને નુકસાન પહોંચાડી શકશે નહીં.

ફોન ખરીદયા પછી આ કામ જરૂર કરજો :

એક વાત ધ્યાનમા રાખવી એ છે કે, ફોન ખરીદ્યા પછી આઈ.એમ.ઈ.આઈ. નંબર ને સુરક્ષિત જગ્યાએ રાખવો. આ ઉપરાંત કોઈ પણ નવો ફોન ખરીદો ત્યારે તે ફોનમા ટ્રેકિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કારણ કે, જો તમારા ખોવાયેલા ફોનમાં આવી ફોન ટ્રેકિંગ એપ ના હોય તો તમારો ફોન શોધવો મુશ્કેલ બની જશે. તેથી, તમે ફોન ખરીદો કે તરત જ તમે ગૂગલ ટ્રેકર અથવા કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જેથી તમારો ફોન ક્યારેય ખોવાઈ તો તેને સરળતાથી શોધી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!