સેમસંગ કંપનીએ લોન્ચ કર્યો ત્રીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન, ગ્રાહકોને ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’માં 3 રિઅર અને 2 ફ્રન્ટ કેમેરાની સાથે 12GB રેમ મળશે

સેમસંગ કંપનીએ લોન્ચ કર્યો ત્રીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન, ગ્રાહકોને ‘ગેલેક્સી Z ફોલ્ડ 2’માં 3 રિઅર અને 2 ફ્રન્ટ કેમેરાની સાથે 12GB રેમ મળશે,  આપ સૌ એ વાતથી જરા પણ અજાણ નથી કે આજકાલ લોકોમાં મોબાઈલનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નાનાથી લઈને મોટા સુધી સૌની ઈચ્છા હોય છે કે એમની પાસે લેટેસ્ટ ફીચર્સ વાળા ફોન હોય. અને કદાચ એટલા માટે જ મોબાઈલનું માર્કેટ ભાગ્યે જ ડાઉન પડતું દેખાય છે. દરેક કંપની ગ્રાહકોની વધતી જતી માંગના કારણે નવા નવા ફીચર્સ સાથેના મોબાઈલ ફોન લોન્ચ કરતી રહે છે.

image source

એવામાં સાઉથ કોરિયન કંપની સેમસંગે પોતાનો ગેલેક્સી ફોલ્ડ સીરિઝનો નવો સ્માર્ટફોન ગેલેક્સી Z ફોલ્ડ 2 લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે ફોલ્ડિંગ સ્ક્રીન ધરાવતો આ કંપનીનો ત્રીજો સ્માર્ટફોન છે. કંપનીએ આ ફોનને ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2020માં લોન્ચ કર્યો છે. તેની કિંમત 1999 ડોલર એટલે કે 1,46,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોનમાં 12GB રેમ અને 256/512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તેમજ આ ફોનમાં 4,500mAhની બેટરી છે. ફોનમાં 3 રિઅર કેમેરા અને એક ફ્રન્ટ કેમેરા છે. આ ફોન મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક બ્રોન્ઝ કલરમાં મળી શકશે. ફોલ્ડ અને અનફોલ્ડ એમ બંને સ્ક્રીનમાં ફ્રન્ટ કેમેરા છે.

ગેલેક્સી અનપેકડ ઇવેન્ટમાં સેમસંગ મોબાઈલ ચીફ ડોક્ટર ટીએમ રોહે જણાવ્યું હતું કે, અમે સેમસંગ Z ફોલ્ડ 2 લોન્ચ કરી રહ્યા છે. અમે આ ફોનમાં યુઝરના ફીડબેકને ધ્યાનમાં રાખીને હાર્ડવેરમાં ઘણા ફેરફાર કર્યા છે. ગ્રાહકોના અનુભવને સારા બનાવવા માટે ઘણા ઇનોવેશન ડેવલપમેન્ટ પણ કર્યા છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે ગૂગલ અને માઈક્રોસોફ્ટની સાથે પાર્ટનરશિપ કરીને અમે વધારે મજબૂત બની ગયા છે.

image source

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2ની કિંમત

સેમસંગ કંપનીએ ફોનની કિંમત 1999 ડોલર એટલે કે 1,46,000 રૂપિયા નક્કી કરી છે. આ નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ ફોન અમેરિકામાં 18 સપ્ટેમ્બરથી મળશે. આ માટે કંપનીએ ફોનનું પ્રિ-બુકિંગ શરુ કરી દીધું છે. પ્રિ-બુકિંગ અમેરિકાના માર્કેટની સાથે સાથે યુરોપમાં પણ થઇ રહ્યું છે.

image source

‘સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 2’નાં મુખ્ય સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે સાઈઝ- 7.3 ઇંચ
  • ડિસ્પ્લે ટાઈપ – ઇન્ફિનિટી-o ડિસ્પ્લે
  • OS એન્ડ્રોઈડ -10
  • પ્રોસેસર- ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર
  • રિઅર કેમેરા- 12MP+12MP+12MP
  • ફ્રન્ટ કેમેરા- 10MP+10MP
  • રેમ- 12GB
  • સ્ટોરેજ – 256GB/512GB
  • બેટરી- 4,500mAh
  • વજન- 282 ગ્રામ

હવે આ લેટેસ્ટ ફીચર્સ સાથે નવો લોન્ચ થયેલો ફોલ્ડેબલ મોબાઈલ ફોન ગ્રાહકોને કેટલો પસંદ પડશે એ જોવું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત