4 દિવસમાં રાજકોટમાં જ યોજાશે પક્ષનું બીજું સ્નેહમિલન, અનેક તર્ક વિતર્ક શરુ

ગુજરાત ભાજપમાં આંતરીક વિખવાર છે તેની ચર્ચાઓ અંદરખાને ઘણા સમયથી થઈ રહી છે. તેવામાં થોડા સમય પહેલા જ રાજકોટના પનોતાપુત્ર એવા વિજય રૂપાણીએ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્ય સરકાર બદલી ગઈ. રાતોરાત લેવાયેલા આ નિર્ણય બાદ ફરી એકવાર ગણગણાટ શરુ થયો ભાજપમાં ચાલતા આંતરીક વિખવાદનો. હવે આ મુદ્દો ફરીથી ચર્ચામાં છે.

image soucre

આ ચર્ચા ફરી થવાનું કારણ છે રાજકોટમાં તાજેતરમાં યોજાયેલું સ્નેહમિલન. રાજકોટમાં દિવાળી બાદ ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા. સ્ટેજ પર સર્જાયેલા આ દ્રશ્યો જોઈ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા. જો કે આંકરાપાણીએ થયેલા રૂપાણીએ સાંસદ રામ મોકરીયાને પણ કહી દીધું કે ‘ તમારી સાથે વાત નથી કરી રહ્યો…’

જો કે પૂર્વ મુખ્યમંત્રીએ આપેલા સમસમતા જવાબમાં સાંસદ પણ ચુપ રહ્યા નહીં અને તેમણે પણ કહી દીધું કે, ‘ હું પણ તમારી સાથે નહીં પટેલ સાથે વાત કરું છું…’

image soucre

સ્ટેજ પર સર્જાયેલા આ હાઈવોલ્ટેડ ડ્રામાના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ સ્નેહમિલન બાદ ફરીએકવાર ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. તેમાં પણ બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે સાંસદ રામ મોકરિયા આ ઘટના બની તેના બીજા જ દિવસે ગાંધીનગર પહોંચ્યા હતા.

image soucre

જો કે રાજકોટમાં એક વિચિત્ર ઘટના એ પણ જોવા મળી કે ભાજપના જ અહીં બે સ્નેહમિલન થયા હતા. જેમાં એક સ્નેહમિલન પૂર્વમુખ્યમંત્રીની હાજરીમાં યોજાયું જ્યારે હવે બીજું સ્નેહમિલન 20 નવેમ્બરે સી આર પાટીલ કરવાના છે. તેવામાં ચર્ચા એવી પણ શરુ થઈ છે કે જૂથવાદમાં માનતા ભાજપ પક્ષમાં એવું તે શું રંધાઈ રહ્યું છે કે ચાર દિવસમાં પાર્ટીના બે સ્નેહમિલન યોજવા પડ્યા છે.

image soucre

જો કે આ સ્નેહમિલનમાં વજુભાઈ વાળાની ગેરહાજરી હોવાથી અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. કારણ કે તેઓ પણ હાલ રાજકોટમાં જ છે અને સ્નેહમિલનમાં રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જિતુ મહેતા, શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, મેયર સહિતના આગેવાનો હાજર હતા.