જાણો રેખાએ એવી તો શું સલાહ આપી કે જેના કારણે શ્રીદેવી આ અભિનેતા સાથે તોડી નાખ્યા સંબંધો

જ્યારે શ્રીદેવીએ રેખાની સલાહથી આ અભિનેતા સાથેના સંબંધો તોડી નાખ્યા, ત્યારે જાણો શું કારણ હતું!

image source

મિત્રો, શ્રીદેવી, બોલીવુડ ફિલ્મ જગતની પ્રથમ સુપરસ્ટાર, શ્રીદેવી 1979 માં હિન્દી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ફિલ્મ ‘સોલા સાવન’ માં જોવા મળી હતી, પરંતુ 1983 માં આવેલી ફિલ્મ ‘હિંમતવાલા’થી તેને ઓળખ મળી હતી. તે સાઉથની નંબર વન હિરોઇન બની ગઈ હતી. શ્રીદેવી બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક હતી. 90 ના દાયકામાં તે એકમાત્ર એવી અભિનેત્રી હતી જે પ્રત્યેક ફિલ્મ દીઠ 1 કરોડ રૂપિયા ચાર્જ લેતી હતી. એવું પણ કહેવામાં આવતું હતું કે એક સમયે જીતેન્દ્રનું હૃદય પણ આ દક્ષિણ ભારતીય સ્ટાર પર આવી ગયું હતું, પરંતુ શ્રીદેવીની અમ્મા તેને બધા હીરોથી દૂર બચાવીને રાખતી હતી.

image source

એવું કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતાં પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા. તેમના લગ્નનું પ્રમાણપત્ર મીડિયાની વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત થયું હતું. ડિસ્કો ડાન્સરની સફળતા પછી મિથુન એક પ્રિય અભિનેતા બની ગયો હતો. 1984 માં, તેની ઓપોઝિટ શ્રીદેવીને ફિલ્મ ‘જાગ ગયા ઇન્સાન’ માં કાસ્ટ કરવામાં આવી હતી. ત્યારે મિથુનના લગ્ન યોગિતા બાલી સાથે થઈ ગયા હતા અને તેમને બે પુત્ર પણ હતા. આ ફિલ્મના શૂટિંગમાં શ્રીદેવીની અમ્મા તેમની સાથે નહોતી આવી. મિથુન અને શ્રીદેવીનું અફેર એ જ સમયે શરૂ થઈ ગયું હતું.

image source

તમને જણાવી દઈએ કે મિથુને શ્રીદેવીને એવું પણ કહ્યું હતું કે તે તેની પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે. એવું જ કહીને તેમણે 1995 માં શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે આ વાત શ્રીદેવીની અમ્મા પાસે પહોંચી ત્યારે તે તેની પુત્રીથી ખૂબ નારાજ થઈ ગઈ હતી અને મિસ્ટર ઇન્ડિયાના નિર્માતા અને મુંબઈના શ્રીદેવીના સ્થાનિક વાલી બોની કપૂર પાસે આવી હતી અને પુત્રી અંગે ફરિયાદ કરી હતી. બોનીએ અમ્માને વચન આપ્યું હતું કે તે શ્રીદેવીને મિથુનથી અલગ કરીને જ રહેશે.

સમાચારો અનુસાર તે સમયે અભિનેત્રી રેખાએ શ્રીદેવીને સલાહ આપી હતી કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ હીરો તેમની પત્નીને છૂટાછેડા આપતો જ નથી.

image source

શ્રીદેવીએ તેમની પાસેથી આ એક હિંટ લઈ લીધી અને આ વાત જગ જાહેર જ્યારે ખબર પડી કે મિથુનની પત્ની યોગિતા બાલી ત્રીજા સંતાન (પુત્ર નમાશી) ને જન્મ આપવા જઇ રહી છે, ત્યારે શ્રીદેવીએ આ સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

image source

તમને એ પણ જણાવી દઈએ કે શ્રીદેવીને નજીકથી જાણનારાઓ કહે છે કે શ્રીદેવી પર આ ત્રણ વર્ષ ખૂબ જ ભારે પડ્યા છે. અમ્માની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સારા પ્રોજેક્ટ્સ હાથમાંથી જતા રહ્યા હતા. માનસિક અત્યાચાર થતો એ અલગ. આ પછી, ફિલ્મ ‘ચાંદની’ ની સફળતાથી તેને બોલીવુડમાં પાછા આવવામાં મદદ મળી અને થોડા વર્ષો પછી તેણે બોની કપૂર સાથે લગ્ન કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Source: newsalertindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત