વેરાવળ, જાફરાબાદ, ઘોઘા અને મહુવામાં NDRFની ટીમ તૈનાત, સગર્ભા અને બીમાર લોકોનું કરાયું સ્થળાંતર

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ્રેશન નિસર્ગ વાવાઝોડામાં પરિવર્તીત થઈ અને ગુજરાત નજીકથી પસાર થાય તેવી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામેગામ ટીમોને તૈનાત કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વાવાઝોડાથી ભાવનગર જિલ્લાના 34 ગામ, અમરેલીના 23 ગામનો અસર થઈ શકે છે. તેથી આ જિલ્લાના ગામેગામ જિલ્લા વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ સાથે જ અહીં એનડીઆરએફની ટીમ અને સાથે જ કોરોનાનું જોખમ અન્ય કોઈ ઈમરજન્સી સર્જાય તો તેને પહોંચી વળવા માટે હેલ્થ ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.

image source

આ અંગે જાણવા મળ્યાનુસાર સાંજથી જાફરાબાદ, વેરાવળ, ઘોઘા, ભાવનગર, પાલિતાણા સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે જ મોડી સાંજથી દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. ઘોઘા બંદર સહિતના બંદરોએ 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચિત કરી દેવાયા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સગર્ભા અને બીમાર લોકો એમ 100થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારો માટે 25 સભ્યોની એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. જ્યારે 66 સભ્યોની અન્ય એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

image source

હવામાન વિભાગે ગુજરાત માટે સારા સમાચાર એ પણ આપ્યા છે કે આ વાવાઝોડુ હવે ગુજરાત તરફ ફંટાઈ નથી રહ્યું જેથી તેની ગંભીર અસર રાજ્ય પર થશે નહીં પરંતુ વાવાઝોડુ દરિયાકિનારા નજીકથી પસાર થશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. જો કે આ આગહી અનુસાર રાજ્યમાં સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદ પણ નોંધાયો છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે આ વાવાઝોડું પણ મોટું સંકટ બન્યું છે. જેની અસર આગામી 2 દિવસ સુધી રાજ્યમાં જોવા મળશે. આ વાવાઝોડું મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ વચ્ચેથી ફંટાશે. તેવામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાની સુચના આપી છે અને સાથે જ 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત