કોરોના મહામારીને કારણે હાલમાં બંધ છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જો કે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જોવા મળ્યો અદભુત નજારો

લોકડાઉન સમયે સૌથી ઊંચી પ્રતિમા ૧૧૦ દિવસથી બંધ છે ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડ્રોનથી લેવામાં આવ્યો અદભૂતનજારો!

image source

કોરોના વાયરસના લોકડાઉન પછી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં તંત્ર તરફથી અમુક મૉડિફિકેશન (સુધારા) કરવામાં આવનાર છે.’સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને આઠમી અજાયબીમાં સામેલ કરવામાં આવી છે. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને લખ્યું છે કે, મહાસચિવ શાંઘાઈ કોઓર્પોરેશન ઓર્ગેનાઝેશન વાલ્દિમીર નોરોવે આપણા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી.

કારણ કે, ભારત SCOના પ્રમુખોની આગામી બેઠકોની અધ્યક્ષતાની તૈયારી કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સભ્યો દેશો વચ્ચે પ્રવાસન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે SCOના પ્રયત્નોની સરાહના કરવામાં આવી છે. SCOની ૮ અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામેલ કર્યું છે. જે એક પ્રેરણા તરીકે કામ કરશે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબીમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે.

image source

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે વર્ષે ૪૦ લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવે છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોકડાઉનના કારણે પ્રવાસીઓ માટે બંધ છે. સરદાર પટેલની પ્રતિમા જાણે સ્વયંભૂ હોમ ક્વોરોન્ટાઇન થઈ ગઈ હોય તેવું લાગે છે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંચાલકો માટે સિક્યુરિટીના માણસો આવે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓને તેમના ટિકિટનાં નાણાં પરત કર્યા છે. અત્યાર સુધીમાં અંદાજીત પાંચ લાખ રૃપિયા રકમ પરત કરી છે. હાલમાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પ્રવાસન સ્થળો છે. જેની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ હોય છે. તેમને પણ પગાર થી લઈને અન્ય જરૃરિયાત મળી રહે તેનું અમે આયોજન કર્યું છે .

image source

હાલ તમામ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટો બંધ રાખી રહેતા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દુનિયાનાં ૧૦૦ જોવાલાયક સ્થળોની સુચી બનાવવામાં આવી છે. તેમાં રાજ્યના સરદાર સરોવર ડેમ ખાતે નિર્મિત સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક વિધ પ્રોજેક્ટોનું નિર્માણ થશે અને પ્રવાસન ધામ બની રહ્યું છે ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવી રહ્યાં છે જેના કારણે સ્થાનિક કક્ષાએ પણ રોજગારીમાં વધારો થયો છે.હાલમાં આકાશમાંથી લેવામાં આવેલા તેના અદ્ભુત નજારાપર એક નજર નાંખીએ.

image source

લોકડાઉનમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભૂત નજારો સર્જાયો હતો. કોરોના વાઈરસની મહામારીને પગલે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે છેલ્લા 110 દિવસથી બંધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાલ માત્ર કર્મચારીઓ જ જોવા મળે છે. નર્મદા ડેમમાં પાણી આવક થતાં તમામ પાવર હાઉસ ચાલુ કરતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુમાં પાણી ભરાતા વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનો ડ્રોનથી અદભૂત નજારો જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત