સાંભળો અજબ પ્રેમકહાની, 23 મિત્રોને લઈને આ છોકરી લવર સાથે ડેટ પર પહોંચી, અને પ્રેમીની થઇ કંઇક એવી હાલત કે…

હવે પ્રેમી અને પ્રેમિકા ડેટ પર જાય એ વાત ભારત બહાર કો કોમન થઈ ગઈ છે અને ભારતમાં પણ અમુક રાજ્યોમાં હવે આ ચલણ જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યારેક એવા કિસ્સા સામે આવે કે સાંભળીને આપણે હસી હસીને ગોટા વળી જઈએ. તો આવો આવી જ એક ઘટના વિશે જાણીએ. ચીનમાં બ્લાઇન્ડ ડેટનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પ્રેમિકા સાથે ડેટ પર ગયેલ એક બોયફ્રેન્ડ બિલ ભર્યા વિના છાનોમાનો ભાગી ગયો હતો.

યુવતી 23 મિત્રો લઈને આવી હતી

image source

બન્યું એવું કે ડેટ પર આવેલી યુવતી તેની સાથે 23 મિત્રો લઈને આવી હતી અને આ લોકોનું ફૂડ બિલ લાખોમાં થઈ ગયું હતું. છોકરો બિલ ચૂકવવાથી બચીને ત્યાથી છાનામાનો છટકી ગયો.

image source

ઉલ્લેખનીય છે કે આ એક બ્લાઈંડ ડેટ હતી અને તે પહેલા છોકરો અને છોકરી બંને ફક્ત ફોન અને સોશિયલ મીડિયા દ્વારા એક બીજા સાથે જોડાયેલા હતા. આ મામલો હવે સોશિયલ મીડિયા અને સમાચારોમાં છવાઈ ગયો છે.

વધતું બિલ જોઈને છોકરો ગભરાઈ ગયો

image source

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર યુવતીએ કહ્યું કે તે છોકરાની ઉદારતા વિશે જાણવા માટે તે 23 મિત્રોને ડિનર પર લાવી હતી. શરૂઆતમાં બધુ ઠીક હતું, પરંતુ વધતું બિલ જોઈને છોકરો ગભરાઈ ગયો અને તે ત્યાંથી કશું કહ્યા વિના છટકી ગયો. યુવતીએ કહ્યું કે ડિનર પૂરું થયા પછી બિલ આવ્યું ત્યારે તેનો બોયફ્રેન્ડ ત્યાંથી ભાગી ગયો હતો. આવી સ્થિતિમાં યુવતીએ 19,800 યુઆન (રૂ. 2,17,828) નું બિલ ચૂકવવું પડ્યું હતું.

રેસ્ટોરન્ટનું બિલ 19,800 યુઆન જેટલું આવ્યું

image source

અહેવાલો અનુસાર આ બ્લાઈંડ ડેટનો આ કેસ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતનો છે. લિયુ નામનો યુવક તેની માતા દ્વારા નક્કી કરાયેલી ડેટ પર ગયો. તે પહેલાં આ યુવતીને ક્યારેય મળ્યો ન હતો. જો કે, જ્યારે રેસ્ટોરન્ટનું બિલ 19,800 યુઆન જેટલું આવ્યું ત્યારે તે ત્યાંથી ભાગી ગયો. ડિનર પૂરુ થયા પછી, યુવતીએ લિયુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. આવી પરિસ્થિતિમાં યુવતીએ કંટાળીને રેસ્ટોરન્ટનું બિલ ચૂકવવું પડ્યું.

લિયુને પકડ્યો તો માત્ર બે ટેબલનું બીલ ચૂકવવા માટે તૈયાર થયો

image source

રેસ્ટોરન્ટનું બિલ ભર્યા પછી યુવતી ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી, અને લિયુની શોધખોળ શરૂ થઈ. જ્યારે પોલીસે લિયુને પકડ્યો ત્યારે તેણે માત્ર બે ટેબલનું બીલ ચૂકવવા માટે તૈયાર થયો હતો.

image source

આ બધું હોવા છતાં, યુવતીએ 15,402 યુઆન (રૂ. 1,69,444) ચૂકવવા પડ્યા. ચીનના સોશિયલ મીડિયામાં આ સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ, મોટાભાગના લોકોએ છોકરીની વર્તણૂકની ટીકા કરતા સમયે લિયુનો પક્ષ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત