સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઈન ટિકિટ બૂક કરાવતા પહેલા સાવધાન, લાગી જશે મોટો ચૂનો

સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઈમના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે, ભેજાબાજો રોજે રોજ નવી યુક્તિ દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. તમારી એક નાનકડી ભૂલ પણ તમારી બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે પુરતી છે. તો બીજી વાત કરીએ તો હવે ભેજાબાજોએ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને નિશાન બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત માટે લોકો ઓનલાઈન બૂકિંગ કરાવે છે જેનો લાભ હવે સાયબર ચોરો ઉપાડી રહ્યા છે.

image soucre

નોંધનિય છે કે હવે તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા સાઈટ પરથી ટિકિટ બુક કરાવતાં હોય તો પહેલાં સાવધાન થઈ જજો. કારણે કે, તમારી સાથે મોટી છેતરપિંડી તઈ શકે છે. આ અંગે મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા પર લોકોને 3 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પ્રવાસીઓએ પોતાની બેંક એકાઉન્ટની વિગતો આપી દેતાં સાયબર એક્સપર્ટોએ 2 એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધાં હતાં. જેને લને ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને પ્રવાસીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

image soucre

તમને જણાવી દઈએ કે હાલમાં કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટિકિટ માત્ર ઓનલાઇન જ ઉપલબ્ધ છે, જેનો લાભ હાલમાં આવા છગબાજો ઉછાવી રહ્યા છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટને ભળતી બોગસ વેબસાઇટ મારફત લોકોને છેકરી રહ્યા છે, જે વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બન્યો તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહે છે. આ અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ધીરાભાઈ માનાભાઈ ડામોર નામના વ્યક્તિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ ખરીદવા માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હતું, ત્યાર બાદ તેમા એક કોલ સેન્ટરનો નંબર હતો અને એ નંબર પર તેમણે ફોન કર્યો હતો. આ દરમિયાન ઠગબાજોએ તેમના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને 3,05,951 રૂપિયા ઉપાડી લીધા હતા.

image soucre

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદી ધીરાભાઇ ડામોરના એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી 1,47,582 અને ફોન પે સાથે જોડાયેલા SBIના એકાઉન્ટમાંથી 1,58,369 રૂપિયા ભેજાબાજોએ ઉપાલી લીધા હતા. દેને લઈને ધીરાભાઈએ કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે આઈપીસીની કલમ 406,419,420,465 ,468 તેમજ આઇટી એક્ટ કલમ 66ડી મુજબ ગુનો નોંધ્યો હતો.