કોરોના વિસ્ફોટ: આ રાજ્યની 12 સ્કૂલમાં 72 વિદ્યાર્થી સંક્રમિત, શિક્ષણમંત્રીએ તાત્કાલિક ધોરણે બંધ કરાવી શાળાઓ

કોરોના વાયરસના કારણે દેશભરમાં માર્ચ માસથી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે અનલોકની પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને શાળોઓ ફરીથી શરુ કરવા મંજૂરી આપી દીધી છે અને આ મંજૂરી મળ્યા બાદ અનેક રાજ્યોમાં શાળાઓ શરુ પણ કરી દેવામાં આવી છે. જો કે કોરોના વાયરસ પણ જાણે શાળા શરુ થવાની રાહ જોતો હોય તેમ શાળા ખુલવાની સાથે જ વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે. તાજેતરમાં જ જાણવા મળ્યાનુસાર હરિયાણાની રેવાડીમાં 12 સરકારી શાળાઓમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

image source

સરકારી શાળાઓમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતાં રાજ્યના શિક્ષણમંત્રીએ તમામ શાળાઓને ફરીથી બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે શાળામાં આવનાર તમામના ટેસ્ટ કરાશે.

image source

અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે હરિયાણા રાજ્યમાં ગત 2 નવેમ્બરથી જ શાળાઓ શરુ કરવામાં આવી છે. અહીં પણ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ શાળા શરુ થયાના થોડા જ દિવસોમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવા લાગતા ફફડાટ ફેલાયો છે. ચિંતા તો ત્યારે વધી જ્યારે એક જ દિવસમાં શાળાના 70થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ વાત સામે આવ્યાની સાથે જ શાળાઓ બંધ કરી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે.

image source

શાળાઓ શરુ થયાથી અત્યાર સુધીમાં 149 બાળકો અને 12 જેટલા શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. તેમાં પણ છેલ્લા 15 દિવસમાં સૌથી વધારે એટલે કે 103 બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું. જેમાં સૌથી વધુ બાળકો રેવાડીના સૌથી વધુ વિદ્યાર્થીઓ હતા જ્યારે મહેન્દ્ર ગઢમાં 12, સિરસામાં 10, જિંદમાં 11, હિસારમાં 6 વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાય અહીંના જિંદમાં 8 અને અંબાલાના બરાડામાં 4 શિક્ષકોને પણ કોરોના થયો છે.

image source

રાજ્યની આટલી શાળામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા હરિયાણાના અન્ય જિલ્લાની શાળાઓમાં પણ બાળકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ગુડગાંવ પહેલો એવો જિલ્લો છે જ્યાં કુલ કેસની સંખ્યા 40 હજારને પાર થઈ ગઈ છે.

image source

જો કે કોરોનાથી રિકવરી રેટ સારો છે પરંતુ તેમ છતાં એક સમસ્યા મોટા ભાગના દર્દીઓને સારવાર બાદ જોવા મળે છે જે છે કે કોરોનાની સારવાર બાદ કેટલાક લોકોને ફેફસાં સંકોચાઈ જવાની મુશ્કેલી થઈ છે જ્યારે અન્યને પોસ્ટ કોવિડ તરીકે અન્ય સમસ્યાઓ સહન કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત