‘લોનમાં ફસાયો છું, જેથી આપઘાત કરું છું, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા’

સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું- ‘હું લોનમાં ફસાઈ ગયો છું, એટલા માટે હું આત્મહત્યા કરું છું; મારી ભૂલ છે પણ મને બદનામ કરતા નહી.’

-૧૫ દિવસ પહેલા જ પત્ની પોતાની દીકરીને લઈને પિયર ચાલી ગઈ હતી, મહર્ષિ ભાડાના ઘરમાં રહેતા હતા.

પીપલોદમાં રહેતા માતા અને પુત્રએ એકસાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. બેંકની લોનમાં ફસાઈ જવાના લીધે નિરાશ થઈ ગયેલ પુત્રએ માતાની સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ૧૫ દિવસ પહેલા જ પત્ની દીકરીને લઈને પિયર ચાલી ગઈ હતી. સોમવારના રોજ બપોરના સમયે મહર્ષિએ પોતાની માતા સાથે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.

image source

આત્મહત્યા કરતા પહેલા આ યુવકે સુસાઈડ નોટ લખી હતી, આ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, લોનમાં ફસાઈ ગયો હોવાના લીધે હું આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીપલોદ મિલાનો હાઈટ્સમાં રહેતા અને ઓનલાઈન પે એપ્લીકેશન કંપનીમાં નોકરી કરી રહેલ મહર્ષિ પરેશભાઈ પારેખ (ઉ.વ. ૩૭) ને પોતાનું ઘર બાલાજી રોડ પર આવેલ હોવા છતાં પણ પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

સોમવારના રોજ બપોરના કોઈ સમયે મહર્ષિ અને તેમની માતા ભારતી બેનએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. મહર્ષિ બે- ત્રણ દિવસથી પોતાના અંગત મિત્રની સાથે આત્મહત્યા કરવાની વાતો કરી રહ્યો હોવાના લીધે સોમવારની સાંજે જયારે ફોન ઉપાડવામાં ના આવ્યો ત્યારે મહર્ષિનો મિત્ર મહર્ષિના ઘરે દોડી ગયા હતા,

image source

ત્યાં ફલેટનો દરવાજો તોડીને અંદર જઈને જોવે છે તો માતા અને પુત્ર ફાંસો ખાધેલ સ્થિતિમાં જોવા મળ્યા હતા. ઉમરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં પોલીસને મહર્ષિ દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટ પ્રાપ્ત થઈ હતી. આ સુસાઈડ નોટમાં લોનમાં ફસાઈ ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં ઉમરા પોલીસે અત્યારે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરુ કરી દેવામાં આવી છે.

મારા મૃત્યુ પછી કોઈ વ્યક્તિની પૂછપરછ કરવી નહી.

image source

મહર્ષિ દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટમાં મહર્ષિએ લખ્યું છે કે, ‘મારું પોતાનું ઘર હોવા છતાં પણ ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેના લીધે આ પગલું ભરી રહ્યો છું. એના માટે ફક્ત હું જ જવાબદાર છું. એના માટે કોઈની પુછપરછ કરવી નહી, વાંક મારો છે પરંતુ મને બદનામ કરતા નહી.’

મૃત્યુ પછી માતાનું શું એવા વિચારથી સાથે જ આત્મહત્યા કરી.

image source

મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ગયા ત્યાર બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્નજીવન દરમિયાન મહર્ષિને એક દીકરી પણ છે. મહર્ષિ પોતાની પત્નીને પાછા બોલાવતા હતા, પરંતુ તેમની પત્ની પિયરથી પાછા આવવા તૈયાર હતી નહી અને બધું પતાવી દેશે ત્યાર બાદ પાછી આવીશ એવું કહ્યા કરતી હતી. બીજી બાજુ, મારા પછી મારી માતાનું શું થશે એવો વિચાર આવતાની સાથે જ મહર્ષિએ પોતાની માતાની સાથે જ આત્મહત્યા કરવાનો અંદાજ લગાવી રહ્યો છે.

દોસ્ત ફેનિલ સમક્ષ આત્મહત્યા કરવાની વાત કરી હતી.

image source

મહર્ષિના અંગત મિત્ર એવા ફેનિલ મહર્ષિના મમ્મીને મમ્મી કહીને બોલાવતો હતો. રવિવારના રોજ ભારતીબેનએ ચાઇનીઝ ખાવાની ઈચ્છા જણાવતા ત્રણેવ સાથે નાસ્તો કર્યો હતો. ત્યાર પછી રાતના સમયે મહર્ષિએ ફેનિલને ફોન કર્યો હતો અને લોન વિષે ચિંતા જણાવતા ફેનિલને ઘરે બોલાવ્યો, પણ ૧૦:૩૦ વાગે શહેરમાં કર્ફ્યું લાગુ થઈ જવાના લીધે ફેનિલ મહર્ષિના ઘરે જઈ શક્યો હતો નહી. જયારે બીજા દિવસે મળવા માટે ફોન કરે છે ત્યારે મહર્ષિ એવું કહે છે કે, હું ઓફિસના કામમાં છું એટલે પછી ફોન કરી તેમ કહીને ફોન કાપી નાખવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત