સુરતના યુવાનના સ્ટાર્ટ અપ ચાય પાર્ટનર ચાના રસીયાઓને કર્યા ગાંડા

ભારત દેશ સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે. તેમાં પણ ખાસ વાત એ છે કે ભારતના યુવાનો તેમની આગવી આવડતના કારણે દરેક ક્ષેત્રમાં ચમકે છે અને સતત આગળ વધતાં રહે છે. તાજેતરમાં જ યોજાયેલા ઓલંપિકમાં પણ ભારતીય યુવાનોએ દેશનું નામ રોશન કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં યુવાનો સ્ટાર્ટ અપ તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં નવા નવા સ્ટાર્ટ અપ શરુ થઈ રહ્યા છે અને યુવાનો સફળ પણ થઈ રહ્યા છે. સરકાર પણ આવા યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી આગળ વધવામાં મદદ કરે છે.

તેવામાં આજે જાણીએ એવા ગુજરાતી યુવા ઉદ્યોગ સાહસિક વિશે જેણે લાખોની નોકરી છોડી આ વ્યવસાય શરુ કર્યો અને આજે તે ખૂબ જ સફળ થયો છે. આમ તો મોટાભાગના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી અને લાખોનું વાર્ષિક પેકેજ હોય તેવી નોકરી શોધે છે. જેથી તેઓ ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ કરી શકે. જો કે તેમાંથી કેટલાક એવા હોય છે જેઓ લાખોના પેકેજની નોકરી છોડી અને પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરે છે.

image soucre

આવા જ એક ઉદ્યોગ સાહસિક છે સુરતના મિતુલ પડસાળા. તેણે પોતાની મહેનત અને આવડતના જોરે એક સ્ટાર્ટ અપ શરુ કર્યું અને થોડા જ સમયમાં તેઓ સફળ પણ થયા. સુરતના મિતુલે દેશની ટોચની ગણાતી એક મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં અવ્વલ નંબર હોવાથી તેમને અભ્યાસ બાદ તુરંત જ આઈડીબીઆઈ બેન્કમાં નોકરી મળી ગઈ. આ નોકરીથી મિતુલને વાર્ષિક 25 લાખ રૂપિયાની આવક થઈ શકે તેમ હતી. બેન્કે તેને આ સેલેરી ઓફર પણ કરી હતી. પરંતુ મિતુલના મનમાં તો નોકરી કરવાનું નહીં પરંતુ પોતાનું જ કંઈક કરવાનો વિચાર હતો. આ કારણે તેણે નોકરી સ્વીકારી નહીં અને શરુ કર્યો ચાનું સ્ટાર્ટ અપ.

image soucre

કોરોનાના કારણે જ્યારે સૌથી પહેલું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન સતત ખડેપગે રહેતા પોલીસ કર્મીઓને તેમણે ચા પીવડાવી સેવા પૂરી પાડી હતી. આ દરમિયાન જ તેને ચાનું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વિચાર આવ્યો.

image soucre

ત્યારબાદ તેણે ચાય પાર્ટનર નામથી પ્રોફેશનલ શોપ શરુ કરી અને ત્યારથી મિતુલની આ ચાય પાર્ટનર શોપ ગુજરાતભરમાં પ્રખ્યાત થઈ ગઈ. અહીં અલગ અલગ 42 પ્રકારની ચા પીરસવામાં આવે છે. તેમની ગોળમાંથી બનતી ચા અને આઈસ ટી ખૂબ લોકપ્રિય છે. તેની ચાની શોપ પર ખ્યાતનામ લોકો પણ આવે છે. તાજેતરમાં અલ્પેશ કથીરિયાએ પણ ચાય પાર્ટનરની મુલાકાત લીધી હતી.