સુશાંતના કેસમાં થયો મોટો ધડાકો, ફાર્મહાઉસમાંથી મળી તેના જ હાથે લખાયેલી નોટ્સ, જાણો શું-શું લખ્યું છે એમાં….

સુશાંતના ફાર્મહાઉસમાંથી મળી તેના જ હાથે લખાયેલી નોટ્સ – જાણો શું-શું લખ્યું છે

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું ફાર્મ હાઉસ જ એ જગ્યા છે, જ્યાંથી સુશાંતના જીવનના કેટલાએ પાસા ખુલીને સામે આવી રહ્યા છે. ફાર્મહાઉસ પરથી તેણે લખેલી કેટલીક નોટ્સના બંડલ મળી આવ્યા છે. આ નોટ્સમાં સુશાંતે પોતાના જીવનની એ બાબતો વિષે લખ્યું છે જે જીવનમાં સફળતા મેલવવા માટે ખૂબ જરૂરી છે.

image source

2018માં સુશાંતે કેદારનાથ ફિલ્મ સાઈન કરી હતી અને ફાર્મ હાઉસમાંથી મળેલી એક નોટમાં સુશાંતે લખ્યું છે. પેજ પર 27 એપ્રિલ, 2018 લખ્યું છે અને આગળ લખ્યું છે.

image source
  • – સવારે 2.30 વાગે ઉઠવાનું છે.
  • – સુપરમેન ટી લેવાની છે.
  • – શાવર લેવાનો છે.
  • – આ ત્રણ લાઈનો જ સુશાંત વિષે ઘણું બધું કહી જાય છે. તે પોતાની કેરિયરને લઈ ખૂબ જ ગંભીર હતા અને તે દરેક બાબત પોતાના સમયે કરવા માગતા હતા જેથી કરીને તે બાબતો સમયસર પુરી થઈ જાય અને તેમનો શેડ્યુલ ન બગડે. એક જગ્યાએ સુશાંતે સ્મોકિંગ ન કરવાની વાત પણ લખી છે. તે લખે છે.-
  • – નો સ્મોકિંગ
  • – કેદારનાથની સ્ક્રિપ્ટ વાંચવાની છે
  • – એટલે કે આ દરમિયાન સુશાંત અથવા તો સિગરેટ પીતા જ નહોતા અથવા તો પોતાને વચન આપી રહ્યા હતા કે સિગરેટ નથી પીવાની. કારણ કે ફિલ્મ પર ફોકસ કરવાનું છે. તેમની આ નોટ્સમાંથી એક કમિટમેન્ટ દેખાઈ રહ્યું છે.
  • – ત્યાં સુધીમાં રિયા ચક્રવર્તી સાથે તેમનો સંબંધ શરૂ નહોત થયો. સુશાંતે પોતાની ડાયરીમા આગળ ઉલ્લેખ કર્યો છે, જે સાબિત કરે છે કે તેમને પોતાને પોતાનું કુટુંબ ખુબ વાહલું છે. તેમણે લખ્યું છે –
  • – મહેશ અને પ્રિયંકા સાથે ટૂર પર જવાનું છે. (મહેશ સુશાંતના જીજાજી છે અને પ્રિયંકા તેમની બહેન)
  • – સ્પેન્ટ ટાઇમ વિથ કિર્તિ (અહીં કીર્તિનો અર્થ કીર્તિ સેનન છે.)
image source

કીર્તિ સેનન તેમની કો એક્ટ્રેસ પણ હતી. ફિલ્મોને સફળ બનાવવા માટે બે કલાકારો વચ્ચે સારી કેમેસ્ટ્રી હોવી જરૂરી છે, અને સારી કેમેસ્ટ્રી માટે વાતચીત થવી જરૂરી છે. સુશાંતના ફાર્મ હાઉસમાંથી મળેલી આ નોટ સાબિત કરે છે કે વર્ષ 2018માં સુશાંત સંપૂર્ણ રીતે પોતાની કેરિયર પર ફોકસ હતા. તે બોલીવૂડમાં એક ઉંચુ મુકામ હાંસલ કરવા માગતા હતા.

image source

પણ ત્યાર બાદ સુશાંતના જીવનમાં જે થયું, તેનાથી તે એક વમણમાં ફસાતા ગયા. કદાચ નશામાં ડૂબી ગયા. સુશાંત શાંત થવાની જગ્યાએ અશાંત થતા ગયા અને 14મી જૂનના રોજ તેમણે પોતાનું જીવન ટુંકાવી દીધું.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત