રંગરેલિયા મનાવવા માટે કોરોનાનો ઉપયોગ કર્યો આ શોખીન પતિએ, પત્નીને છોડી ઘરેથી ભાગી ગયો અને પછી પ્રેમિકા સાથે…

રંગરેલિયા મનાવવા માટે કોરોનાનો ઉપયોગ કર્યો આ શોખીન પતિએ, પત્નીને છોડી ઘરેથી ભાગી ગયો અને પછી પ્રેમિકા સાથે…

પ્રેમમાં લોકો એટલા આંધળા થઈ જાય છે કે પત્નીને પણ છોડી દે છે અને અવનવા નુસ્ખા અપનાવીને પ્રેમિકા સાથે ભાગી જવાના પ્લાન કરે છે. મહારાષ્ટ્રના મુંબઇમાં એક એવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક પતિએ પત્ની સામે ખોટું બોલીને કહ્યું કે તેને કોરોના પોઝિટીવ છે. અને કોવિડ સેન્ટરમાં દાખલ થવાનું અને પરિવારને ચેપથી બચાવવા માટે બહાનું બનાવ્યું અને તેની ગર્લફ્રેન્ડની સાથે ફરાર થઈ ગયો. જ્યારે ગભરાયેલી પત્નીનો પતિ સાથે સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે તેણે પતિના ગુમ થયાની ફરિયાદ કરી હતી. પછી એક્શનમાં આવીને પોલીસે પતિને તેની પ્રેમિકા સાથે ઈન્દોરમાં પકડ્યો હતો. આ ઘટના સામે આવતાં જ બધા ચોંકી ગયા હતા.

image source

ખૂબ જ પરેશાન છે અને મરવા જઈ રહ્યો છે

મળેલી વિગત અનુસાર 24 જુલાઈએ તલોજામાં રહેતા એક 28 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું કે તેને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે અને મરવા જઈ રહ્યો છે. પરેશાન પત્નીએ રડવાનું શરૂ કર્યું અને તેને આવું પગલું ન ભરવા માટે કહ્યું, હજુ તો પત્ની વાતો કરતી હતી એટલી જ વારમાં તો પતિએ ફોન કાપી નાંખ્યો હતો.

image source

શખ્સે તેનો ફોન સ્વીચ ઓફ કર્યો હતો

મદદનીશ પોલીસ કમિશનર વિનાયક વસ્તે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ શખ્સે તેનો ફોન સ્વીચ ઓફ કર્યો હતો. બીજા જ દિવસે તેના જીજાનીબાઈક વાશીની એક શેરીમાં લાવારિસ ઉભી હતી. બાઇક પર જ તેનું હેલ્મેટ, ઓફિસ બેગ અને પાકીટ મળી આવ્યું હતું. પરિવારે તેના ગુમ થયાની જાણ વાશી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

image source

તમામ કોવિડ સેન્ટરો પર તેની શોધખોળ કરવામાં આવી હતી

વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજીવ ધૂમલે જણાવ્યું કે પોલીસ ટીમ આ વ્યક્તિની શોધ કરવામાં લાગી ગઈ હતી. વાશીની આસપાસ ગટરની તલાશી લેવામાં આવી હતી. તમામ કોવિડ સેન્ટરો પર તેની શોધખોળ કરવામાં આવી હતી. આ વ્યક્તિને મોબાઈલ સર્વેલન્સ પર મૂક્યો હતો. ઘણી શોધખોળ કર્યા બાદ પોલીસે તેને શોધી કાઢ્યો હતો.

image source

ઈન્દોરના ભાડાના મકાનમાં એક પ્રેમિકા સાથે રહેતો હતો

પોલીસે જણાવ્યું કે વ્યક્તિએ તે જ મોબાઇલ પર પહેલું સિમ બંધ કર્યું અને નવું સિમ ચાલુ કર્યું હતું. પોલીસે સર્વેલન્સની મદદથી મોબાઇલ ઇન્દોરમાં ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની એક ટીમ ઈંદોર પહોંચી હતી અને ત્યાં તે શખ્સ ઝડપાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે પોતાની ઓળખ અને નામ બદલીને ઈન્દોરના ભાડાના મકાનમાં એક પ્રેમિકા સાથે રહેતો હતો. પ્રેમિકા સાથે રહેવા માટે શખ્સે કોરોનાનું બહાનું કર્યું પણ આખરે તે ઝડપાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત