સુશાંતના બહેનની આ ઇમોશનલ પોસ્ટ વાંચીને તમારી આંખોમાં પણ આવી જશે આસું

ઘા એટલો ઊંડો અને ગંભીર છે કે તમે કોઈની સાથે શૅર પણ કરી શકતા નથી, સુશાંત સિંહની બહેને સોશિયલ મીડિયામાં કરી ભાવુક પોસ્ટ

બોલીવુડમાં પાછળના ઘણા સમયથી સુશાંત સિંહ રાજપૂતને લઈને અવનવા સમાચાર આવી રહ્યા છે, ત્યારે હવે એમની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફરી એક વાર સુશાંત સિંહને યાદ કરતા સોશિયલ મીડીયમમાં એક ભાવુક વિડીયો પોસ્ટ કરી છે. આ વિડીયોમાં એમણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે જેને જોઇને સ્પષ્ટ દેખાય છે કે મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી મોટી બહેન શ્વેતા સિંહ હજી પણ ભાઈના દુઃખમાંથી બહાર આવી શકી નથી. એવામાં એમણે પોતાના દુઃખને કોઈને ન કહી શકવાની વ્યથા પણ ઠાલવી હતી. એમણે કહ્યું હતું કે આ ઘા એટલો ઊંડો અને ગંભીર છે કે કોઈની સાથે શેર પણ કરી શકાતો નથી.

 

View this post on Instagram

 

A pain so precious so close tat u wldnt trade the world for it!! A wound so deep, so grave you wouldn’t and couldn’t ever share it!

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

એક ઘા એટલો ઊંડો છે : શ્વેતા સિંહ

આ વિડીયો સોશીયલ મીડિયામાં શેર કરીને શ્વેતાએ લખ્યું હતું કે, ‘મારો હંમેશનો સ્ટાર, એક દુખ એટલું અણમોલ અને નજીકનું છે કે તમે એના માટે વિશ્વમાં કોઈ પણ સાથે ભાગીદારી કરવા ઇચ્છશો નહિ. એક ઘા એટલો ઊંડો છે, એટલો ગંભીર છે કે તમે ક્યારેય તેને કોઈની સાથે શૅર કરશો નહીં અને ના કરી શકશો.’

વિડીયોમાં સુશાંત અવનવા અવતારમાં જોવા મળી રહ્યા છે

શ્વેતા સિંહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા વિડીયોમાં સુશાંત અવનવા અવતારમાં જોવા મળી રહ્યા છે. પોતાના સહજ જીવનની લાક્ષણિક મુદ્રામાં ક્યારેક સુશાંત ગિટાર વગાડતા નજરે પડે છે તો ક્યારેક સ્કેચિંગ કરતા, ક્યારેક નિશાનેબાજી કરે છે તો, તો ક્યારેક ગીતા સાંભળે છે. આ ઉપરાંત મોબાઈલમાં વીડિયો બનાવતા, પોતાના ડૉગી સાથે રમતા, ક્રિકેટ રમતા, પુસ્તક વાંચતા, બાસ્કેટબોલ રમતા, મોબાઈલમાં ગેમ રમતા પણ જોવા મળે છે. તો એક વિડીયોમાં તો એ પ્લેનમાં પાઈલટની બાજુમાં બેઠેલો પણ જોવા મળી રહ્યો છે, આ સિવાય ક્યારેક તે દૂરબીનથી તારા જોઈ રહ્યો છે તો ક્યારેક ડ્રાઈવ કરે છે. મિત્રો સાથે મસ્તી કરતા પણ અને સૌથી છેલ્લે તો તે ગોવિંદાના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

ન્યૂરૉન્સ તથા વાર્તાઓની વચ્ચે ક્યાંક જન્મેલો

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

શ્વેતા સિંહે પોસ્ટ કરેલી વીડિયોની શરૂઆતમાં જ લખેલું આવે છે, ‘ન્યૂરૉન્સ તથા વાર્તાઓની વચ્ચે ક્યાંકને ક્યાંક જન્મેલો હતો, સપના જોયા અને મરી ગયો.’ ત્યારબાદ વિડીયોમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ લખીને આવે છે. અને આખીયે વિડીયોમાં સુશાંતના અવનવા અવતાર સાથે બેકગ્રાઉન્ડમાં અમેરિકન સિંગર ડૉન મેક્લિનના 1971માં આવેલા આલ્બમ ‘અમેરિકન પાઈ’નું ગીત ‘સ્ટારી સ્ટારી’ સંભળાઈ રહ્યું છે. સુશાંતના ચાહકો આ વિડીયોને શેર કરી રહ્યા છે.

શ્વેતાએ ભાઈ સાથેની એક તસ્વીર શેર કરી

સુશાંત સિંહ રાજપૂતને આ ૧૪ જુલાઈના દિવસે પોતાના જ બંગલામાં આત્મહત્યા કર્યાને એક મહિનો થયો છે. આવા સમયે હાલમાં શ્વેતાએ ભાઈ સુશાંત સાથેની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે તું અમને છોડીને ગયાને એક મહિના જેવો સમય થઇ ગયો છે, તેમ છતાં જાણે તારી હાજરી અનુભવાય છે. લવ યુ ભાઈ, આશા છે જે તું અનંતકાળ સુધી ખુશ રહીશ.

કોઈને સહાય કરી શકતા નથી તો ઈજા પણ ના પહોંચાડો

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

આ પહેલાં પણ શ્વેતાએ નમસ્તે કરતી એક તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરીને સ્વામી વિવેકાનંદના વિચારને શેર કરતા લખ્યું હતું કે, ‘જો તમે કરી શકો છો તો મદદ કરો અને જો કંઈ જ ના કરી શકો એમ હોવ, તો માત્ર હાથ જોડીને વસ્તુઓને જોતા રહો. જો તમે કોઈને સહાય કરી શકતા નથી તો ઈજા પણ ના પહોંચાડો – સ્વામી વિવેકાનંદ’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત