લોકડાઉન દરમિયાન અનિલ કપૂરે બનાવી આકર્ષક બોડી, ટ્રાન્સફોર્મેશન જોઈ બધા થઈ ગયા અચંબિત

લોકડાઉન દરમિયાન અનિલ કપૂરે બનાવી આકર્ષક બોડી, ટ્રાન્સફોર્મેશન જોઈ બધા થઈ ગયા અચંબિત

image source

એવરગ્રીન સ્ટાર અનિલ કપૂર ને બોલીવુડના ફિટ અભિનેતાઓમાંથી એક ગણવામાં આવે છે. અનિલ કપૂર લોકડાઉન ના સમયમાં મળી રહેલા સમયનો ઉપયોગ પોતાની જબરદસ્ત બોડી બનાવવામાં કરી રહ્યા છે. અનિલ કપૂરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા હતા અને સાથે સાથે પોતાના ચાહકોને કેટલીક ફિટનેસ ટિપ્સ પણ આપી હતી. જેમાં એમને જણાવ્યું છે કે કેવી રીતે કોઈપણ સપ્લીમેન્ટનો ઉપયોગ કર્યા વિના પોતાને અને પોતાના શરીરને ફિટ રાખી શકાય છે.

અનિલ કપૂરે ટ્વીટર પર પોતાનો ફોટો પોસ્ટ કરતા કેપ્સન માં લખ્યું હતું કે “મેં આ પોસ્ટ કોઈ દેખાડો કરવા કે પોતાના વખાણ સાંભળવા માટે નથી કરી પણ હું આ પોસ્ટ થકી તમને બધાને એક સિમ્પલ સલાહ આપવા માંગુ છું કે ઉંમરના આ તબકકે પણ તમે તમારી જાતને કઈ રીતે સ્વસ્થ રાખી શકો છો.

અનિલ કપુરેએ આગળ લખ્યું છે કે,” જો તમને એવું લાગતું હોય કે આવી બોડી બનાવવા માટે સપ્લીમેન્ટ પર ઘણા બધા પૈસા ખર્ચવા પડતા હોય છે તો મારો જવાબ છે ના, મેં આવી બોડી બનાવવા માટે કોઈ સપ્લીમેન્ટ નથી લીધું. અનિલ કપૂરના આ ટ્રાન્સફોર્મેશન ને એમના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સમાં એમની આ તંદુરસ્તી પાછળનું રહસ્ય પણ જાણવા માંગે છે.

image source

અનિલ કપૂરે જણાવ્યું છે કે આવી બોડી બનાવવા માટે એ છેલ્લા 6 વર્ષથી મહેનત કરી રહ્યા છે અને ખુદને તંદુરસ્ત બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે. એમને કસરત કરીને અને જીમમાં પરસેવો પાડી ને આવી બોડી બનાવી છે.અત્યારે જ્યારે આખી દુનિયા સ્વાસ્થ્યના જોખમમાં જીવન પસાર કરી રહી છે ત્યારે અનિલ કપૂરે લોકોને પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.

image source

એમને કહ્યું કે ” મારા ટ્રેનર માર્ક અને હું છેલ્લા ઘણા વર્ષોથી મારી બોડી બનાવવા પર વિચાર કરી રહ્યા હતા.,લગભગ 6 વર્ષોથી. દર વખતે કોઈને કોઈ અડચણ આવી જતી હતી, ક્યારેક કોઈ ફિલ્મ, તો ક્યારેક કોઈ બ્રાન્ડ ઇન્ડોરસમેન્ટ તો પછી ક્યારેક પરિવારને સમય આપવામાં આ વસ્તુઓ રહી જતી હતી. દર વર્ષે અમે એવું જ કહેતા હતા કે આ વર્ષે તો પાક્કું બોડી બનાવીશું.પણ પોતાના શરીર ને મજબૂત બનાવો, તમારી ઇમ્યુનિટી વધારો , તમારા શરીર નું સમ્માન કરો, આપણને આટલો સમય કદાચ ફરી ક્યારેય નહીં મળે.

image source

તમને જણાવી દઈએ કે હાલ અનિલ કપૂરની ઉંમર 63 વર્ષની છે પણ એમને જે રીતે એમના શરીર ને જાળવી રાખ્યું છે એ ખરેખર પ્રશંસા ને પાત્ર છે.