કોરોનાના ચોંકાવનારા રિસર્ચમાં વાંચી લો તમે પણ શિયાળા અને ચોમાસાના ઋતુ પરિવર્તનને લઈને કોરોના સંક્રમણ કેવું રહેશે

શિયાળા અને ચોમાસાના ઋતુ પરિવર્તનને લઈને કોરોના સંક્રમણ કેવું રહેશે, એ બાબતે સામે આવ્યું ચોકાવનારું સંશોધન

વર્તમાન સમયમાં કોરોનાના સંક્રમણે જ્યારે ભારત સહીત વિશ્વના અનેક દેશોને પોતાના બાનમાં લીધા છે ત્યારે અનેક દેશના વૈજ્ઞાનિકો એના ઉપચાર માટેની વેક્સીન શોધવાનું શરુ કર્યું છે. આવા સમયે વેક્સીનની ખોજ સાથે જ કોરોના સાથે જોડાયેલા અવનવા તથ્યો પણ સામે આવતા જાય છે. હાલમાં જ કોરોનાને લઈને ભારતમાં કામ કરતી એક સંયુક્ત ટીમ દ્વારા એક ચોકાવનારી વાત સામે આવી છે. જેના આધારે બદલાતા મોસમ સાથે હવે આપણે વધારે સુરક્ષિત રહેવાની જરૂર છે. કારણ કે મોસમ આધારિત આ વાયરસના સંક્રમણમાં પણ ઉછાળો આવવાની સંભાવના છે.

આવનારા સમયમાં હવે વધુ સતર્કતાની જરૂર

image source

કોરોના વાયરસના ઉપચારને પગલે દેશ દુનિયામાં અનેક નિષ્ણાંત ડોક્ટરની ટીમો રાત દિવસ શોધ કરી રહી છે. જો કે હાલમાં કોરોનાને લઈને ભારતમાં પણ અનેક વૈજ્ઞાનિક અને ડોક્ટર્સની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામ ચાલી રહ્યું છે. આ સંયુક્ત પણે ચાલતા કામનો મૂળ ઉદેશ્ય એટલો જ છે કે જેમ બને એમ જલ્દી વેક્સીન બનાવવામાં સફળતા મળે. જો કે આ શોધ દરમિયાન એક વિચિત્ર વાત સામે આવી છે. આ શોધ મુજબ ચોમાસા અને ઉનાળામાં કોરોના સંક્રમણનો ભય વધી શકે છે, પરિણામે આવનારા સમયમાં આપણે વધુ સતર્કતા રાખવાની જરૂર છે.

શિયાળમાં કોરોનાની ઝડપ વધી શકે છે

image source

ભુવનેશ્વરમાં સ્થિત આઇઆઇટી એઈમ્સના તાજેતરમાં ચાલતા એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે વર્તમાન સમયમાં ચોમાસાને લઈને તાપમાનમાં આવતા ઘટાડાને કારણે વરસાદના લીધી કોરોના સંક્રમણમાં ઉછાળો આવી શકે છે. જો કે શિયાળમાં એની ઝડપ વધી શકે છે. આ શોધમાં આઇઆઇટી ભુવનેશ્વર સ્કુલ ઓફ અર્થ, ઓસન એન્ડ ક્લાઈમેટિસ સાયન્સના વિનોજ વી. ગોપીનાથ એન અને લંદૂ તથા એમ્સ ભૂવનેશ્વરના ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના વિજયિની વી અને વૈજયંતી માલા સામેલ છે. આ શોધના આધારે જોઈએ તો ઠંડકમાં વાયરસનું સંક્રમણ વધી શકે એવી શક્યતાઓ છે.

૨૮ રાજ્યના સંક્રમણના આધારે રીપોર્ટ તૈયાર કરાયો

image source

સંશોધકો દ્વારા એવો દાવો પણ અક્રવામાં આવ્યો છે કે વરસાદની સિઝનમાં તાપમાન ઓછું રહેશે અને વાયુમંડળની ઠંડકમાં ક્રમશઃ ઘટતી જશે. જો કે હવે વાતાવરણમાં ઠંડક સાથે શિયાળા તરફ વાતાવરણની ગતિના કારણે કોરોના સંક્રમણમાં વધારો થઇ શકે છે. આ રીપોર્ટ એપ્રિલ અને જુનમાં ૨૮ રાજ્યમાં નોધાયેલા કોરોના વાયરસ સંક્રમણ પ્રભાવ અને સંક્રમણની સંખ્યાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ અંગે શોધકર્તાઓનું માનવું છે કે તાપમાન વધવાથી કોરોના સંક્રમણની સંખ્યમાં ઘટાડો થયો છે. એવું આ શોધ કહે છે.

તાપમાનનો ચોક્કસ પ્રભાવ જાણવા, હજુ શોધની જરૂર

image source

આ અધ્યયન મુજબ તાપમાનમાં એક ડીગ્રી વધારો થવાથી કોરોના સક્રમણ પણ ૦.૯૯ ટકા ઘટી જાય છે. જો કે વાયરસની ક્રિયા ધીમી હોય છે. જો કે સંક્રમણની બમણી ગતિના કારણે એ ૧.૧૩ ટકા ઘટે છે. શોધકર્તા કહે છે કે વરસાદ પણ શિયાળાના આરંભના સમયને ધ્યાનમાં રાખીને અધ્યયન કરવામાં આવ્યું નથી. એટલે કે તાપમાનનો ચોક્કસ પ્રભાવ જાણવા માટે, હજુ પણ વધારે શોધની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત